બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / NRI News / વિશ્વ / Australia made complusary skill assesment for the migrators

ફરજિયાત / ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા છે? તો સૌથી પહેલા સ્કીલ અસેસમેન્ટ વિશે જાણી લો

Bhavin Rawal

Last Updated: 11:05 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Australia Visa: તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાએ વિદેશથી આવતા લોકો માટે સ્કીલ એસેસમેન્ટ પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. એટલે કે જો તમારે હવે ઓસ્ટ્રેલિયા જવું છે, તો સૌથી પહેલા તમારે સ્કીલ અસેસમેન્ટ વિશે સમજવું પડશે.

ભારતીયોમાં આજકાલ વિદેશ જવાનો જબરજસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેને કારણે વિદેશોમાં ભારતીયોની વસ્તી કૂદકેને ભૂસકે વધી રહી છે. કોઈ અભ્યાસ કરવા માટે વિદેશ જાય છે, તો કોઈ નોકરીની સારી તક માટે વિદેશ જાય છે. વળી, કેટલાક યુવાનો સારી લાઈફસ્ટાઈલ માટે પણ વિદેશ જવા માટે દોટ મુકે છે. ખાસ કરીને અમેરિકા તો ગુજરાતીઓનું હોટપેવરિટ કંટ્રી છે. તેની સાથે સાથે કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા પણ ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની રહ્યા છે. જો કે, બીજી તરફ આ જ દેશો પોતાને ત્યાં આવાત વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા કંટ્રોલ કરવા માટે નિયમો કડક બનાવી રહ્યા છે.

સ્કીલ અસેસમેન્ટ બાદ જ કરી શકાશે અરજી

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાએ વિદેશથી આવતા લોકો માટે સ્કીલ એસેસમેન્ટ પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. એટલે કે જો તમારે હવે ઓસ્ટ્રેલિયા જવું છે, તો સૌથી પહેલા તમારે સ્કીલ અસેસમેન્ટ વિશે સમજવું પડશે. ઓસ્ટ્રેલિયાનું તંત્ર આ સ્કીલ અસેસમેન્ટ દ્વારા જ નક્કી કરે છે કે તમે તેમના દેશમાં જવા માટે જરૂરી સ્કીલ્સ ધરાવો છો કે નહીં. જ્યારે તમે ઓસ્ટ્રેલિયાાન માઈગ્રેશન વિઝા માટે અપ્લાય કરશો, ત્યારે આ અરજી પહેલા સ્કીલ અસેસમેન્ટ ઓથોરિટીએ તમને મંજૂરી આપી હોય, તે જરૂરી છે. તે બાદ જ તમે વિઝા માટે અરજી કરી શક્શો.

શું છે સ્કીલ અસેસમેન્ટ?

આપણે જેમ આપણા સારા ભવિષ્ય માટે વિદેશ સ્થાયી થવા ઈચ્છીએ છીએ, તે જ રીતે ઓસ્ટ્રેલિયા પણ ઈચ્છે છે કે તેમના ત્યાં આવતા વિદેશી નાગરિકો એક ચોક્કસ પ્રકારની સ્કીલ્સ ધરાવતા હોય, જેથી ભવિષ્યમાં ત્યાં સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરી શકાય. પરિણામે ઓસ્ટ્રેલિયાની સરકારે એક અસેસમેન્ટ બોડી નક્કી કરી છે, જે આવનારા લોકોની સ્કીલ્સ ચેક કરે છે. આને ઉદાહરણ સાથે સમજીએ તો ધારો કે તમે કમ્પ્યુટર એન્જિનિયર છો અને તમારે ઓસ્ટ્રેલિયા જવું છે, તો સૌથી પહેલા અસેસમેન્ટ બોડી તમારી ક્ષમતા, તમારી સ્કીલ્સ ચેક કરશે. તમે કયા પ્રકારનું કામ કરો છો, તમારો અનુભવ કેટલો છે, તે ચેક કરશે. એન્જિનિયર્સ માટે ઓસ્ટ્રેલિયા કમ્પયુટર સોસાયટી દ્વારા ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીના પ્રોફેશન્લસ દ્વારા સ્કીલ્સ નક્કી કરવામાં આવી છે. આવી જ રીતે જુદા જુદા પ્રોફેશન માટે જુદી જુદી બોડી નક્કી કરવામાં આવી છે, તે સ્કીલ અસેસમેન્ટ કરે છે.

ડોક્યુમેન્ટ્સ રેડી રાખજો.

જો તમારે ઓસ્ટ્રેલિયા જવાનું છે, તો સૌથી પહેલા તમારા પ્રોફેશન અનુસાર તમારે કોની પાસે અસેસમેન્ટ કરાવવાનું છે, તે નક્કી કરો. પછી તમારા જરૂરી દસ્તાવેજ ભેગા કરીને આ અસેસમેન્ટ બોડી સામે અરજી કરો. આ ડોક્યુમેન્ટ્સમાં તમારો એક્સપીરિયન્સ લેટર, એજ્યુકેશન પ્રૂફ્સ અને જરૂરી દસ્તાવેજ જમા કરાવવાના છે. 

વધુ વાંચો: વિદેશ કમાવા જવું છે, તો સિંગાપોર છે સારો ઓપ્શન, વિદેશી વર્કર્સ માટેની સેલરીમાં કરાયો વધારો

એકવાર અસેસમેન્ટ કમિટીની તેમારી અરજી મળશે, ત્યાર બાદ તમારે જવાબની રાહ જોવાની છે. ઘણીવાર તેમનો જવાબ આવવામાં લાંબો સમય લાગે છે, તો ઘણી વાર દિવસોની અંદર જવાબ આવી જાય છે. જો કોઈ ક્વેરી આવે, તો તમારે તેના માટે પણ તૈયાર રહેવાનું છે. એકવાર અસેસમેન્ટનું રિઝલ્ટ આવી જાય, અને તે પોઝિટિવ હોય, તો તમે આગળ વધી શકો છો. જો રિઝલ્ટ નેગેટિવ આવે તો તને કારણ પણ મળશે, જેના આધારે તમે ભૂલ સુધારીને ફરી અરજી કરી શકો છો. જો તમારું અસેસમેન્ટ રિઝલ્ટ પોઝિટિવ છે, તો તમે વિઝા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ તરીકે આ દસ્તાવેજનો ઉપયોગ કરી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ