બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / NRI News / વિશ્વ / Jobs in Singapore local government is increase salary for foreing workers

મોટી તક / વિદેશ કમાવા જવું છે, તો સિંગાપોર છે સારો ઓપ્શન, વિદેશી વર્કર્સ માટેની સેલરીમાં કરાયો વધારો

Bhavin Rawal

Last Updated: 10:51 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ જ્યાં યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધવાને કારણે ત્યાં વિઝાના નિયમો કડક થઈ રહ્યા છે, ત્યાં સિંગાપોરથી સારા સમાચાર આવ્યા છે.

આજકાલ દરેક વ્યક્તિને વિદેશમાં ભણવા અથવા તો નોકરી કરવા જવું છે. પોતાના કરિયર ઓપ્શનને એક્સપ્લોર કરવા માટે અને વિદેશમાં રહેલી વધુ તકોને કારણે યુવાનો અન્ય દેશમાં નોકરી કરવા જતા હોય છે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં વિદેશ જવા ઈચ્છી રહ્યા છો, તો સિંગાપોર તમારા માટે સારો ઓપ્શન બની શકે છે. એક તરફ જ્યાં યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધવાને કારણે ત્યાં વિઝાના નિયમો કડક થઈ રહ્યા છે, ત્યાં સિંગાપોરથી સારા સમાચાર આવ્યા છે. સિંગાપોરમાં સરકારે વિદેશથી આવતા પ્રોફેશન્લ્સની સેલરી વધારવાનો નિર્ણય કર્યો છે. સિંગાપોરની સરકારે સોમવારે કરેલી જાહેરાત મુજબ નેક્સ્ટ વર્ષથી કંપનીઓ વિદેશી કર્મચારીઓનો પગાર વધારી શક્શે.

સિંગાપોરના નવા નિયમ મુજબ જાન્યુઆરી 2025 એટલે કે આગામી વર્ષથી જે પણ વિદેશી નાગરિક સિંગાપોરમાં કામ કરવા ઈચ્છશે, તેનો ઓછામાં ઓછો પ્રતિ માસ પગાર 5,600 સિંગાપોર ડૉલર એટલે કે 4,170 ડૉલર હોવો જરૂરી છે.  હાલ આ પગારની મર્યા 5,000 સિંગાપોર ડૉલર છે. એટલે કે સિંગાપોરની સરકારે સીધો જ 600 ડૉલરનો વધારો કર્યો છે. જો કોઈ ભારતીય નાગરિક સિંગાપોરમાં નોકરી કરે છે, તો ભારતીય ચલણ મુજબ તેમને પ્રતિ માસ ઓછામાં ઓછો 3,45,000 રૂપિયાનો પગાર મળશે.

તો જે વિદેશી નાગરિકો ફાઈનાન્શિયલ સેક્ટરમાં કામ કરે છે, તેમનો પગાર ણ 5,500 સિંગાપોર ડૉલરથી વધીને 6,200 સિંગાપોર ડૉલર થઈ જશે. સિંગાપોરની સરકારના કહેવા પ્રમાણે સારું કામ કરતા લોકો અહીં આવીને કામ કરે અને સ્થાનિકોને પણ પૂરતી તક મળે, તે માટે પગાર વધારાનો નિર્ણય કરાયો છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ એશિયામાં કામ કરતી કંપનીઓ તેમના હેડક્વાર્ટર માટે સિંગાપોર પર પહેલી પસંદગી ઉતારે છે. જો કે, વિદેશી નાગરિકોની વધતી જતી સંખ્યાને કારણે સ્થાનિકોને નોકરીમાં વધુ હરિફાઈનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ પણ દેશમાં ઉઠી રહી છે. 

જૂન 2023ના આંકડા પ્રમાણે સિંગાપોરમાં એમ્પલોયમેન્ટ પાસ અંતર્ગત 1,97,300 વિદેશી કર્મચારીઓ હતા. જ્યારે સિંગાપોરમાં કુલ વિદેશીઓની સંખ્યા 1.5 મિલિયન જેટલી છે. અહીં રસપ્રદ વાત એ છે કે સિંગાપોરની કુલ વસ્તી જ 5.9 મિલિયન જેટલી છે.  

વધુ વાંચો: H-1B Visa માટે અપ્લાય કરવું છે, તો આ રહ્યા બધા સ્ટેપ્સ

કોરોના કાળ બાદ સિંગાપોરમાં વિદેશી નાગરિકો માટેના વેતનમાં ત્રણ વાર વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા પગાર વધારો 4,500 સિંગાપોર ડૉલરથી લઈને 5000 સિંગાપોર ડૉલર કરવામાં આવ્યો હતો .જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમલમાં આવ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ