બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / NRI News / h-1b visa process a step by step detailed guide

NRI ન્યૂઝ / H-1B Visa માટે અપ્લાય કરવું છે, તો આ રહ્યા બધા સ્ટેપ્સ

Dinesh

Last Updated: 11:40 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

H-1B visa: જો તમે પણ અમેરિકામાં કામ કરવા ઈચ્છો છો, તો તમારે H-1B Visaની જરૂર પડશે. હવે આ વિઝાની પ્રોસેસ શું છે, કેવી રીતે અપ્લાય કરવાનું છે, તે અમે તમને આ આર્ટિકલમાં જણાવી રહ્યા છીએ.

સ્ટેપ 1: સ્પોન્સર શોધો
H-1B Visa મેળવવા માટે તમારી પાસે સૌથી પહેલા એક સ્પોન્સર કરતી કંપની હોવી જરૂરી છે. જો તમે પહેલાથી જ સ્ટુન્ડ વિઝા પર અમેરિકામાં છો, તો તમે તમારા એમ્પલોયરને H-1B Visa     માટે સ્પોન્સર કરવા અંગે પૂછી શકો છો. અથવા તો તમારા ઈમિગ્રેશન લૉયરનો સંપર્ક કરો, અને કેવી રીતે સ્પોન્સર મેળવી શકાય, તેની માહિતી મેલવો. 

તમારા સ્પોન્સર તમારા કરંટ એમ્પલોયર અથવા તો કોઈ નવી કંપની હોઈ શકે છે. 

સ્ટેપ 2: તમારા એમ્પલોયર લેબર કંડીશન એપ્લીકેશન ફાઈલ કરશે.

જે પણ કંપની કોઈ વિદેશી નાગરિકને પોતાને ત્યાં H-1B Visa અંતર્ગત કામ પર રાખવા ઈચ્છે છે, તેમણે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ લેબરમાં એક લેબર કંડીશન એપ્લીકેશન આપવી જરૂરી છે.     આ ડોક્યુમેન્ટ સૌથી વધુ જરૂરી છે. આ ડોક્યુમેન્ટ એ વાતનો પુરાવો છે કે કંપની જરૂરી બધા જ નિયમો ફોલો કરે છે, અને અમેરિકાના નાગરિકોની નોકરી વિદેશી નાગરિકને નથી આપી રહી, સાથે જ વેતનના કાયદાનું પણ પાલન કરી રહી છે.

જો કે ડિપાર્ટમેન્ટ ઓફ લેબરમાંથી લેબર કંડીશન એપ્લીકેશન અપ્રૂવ કરાવતા પહેલા, કંપનીએ કેટલાક મુદ્દા પર ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં કંપનીએ જોબ વિશે માહિતી આપવાની છે, તેઓ લઘુત્તમ વેતનના કાયદાનું પાલન કરે છે, તેની બાંહેધરી આપવાની છે, વિદેશી નાગરિક અને અમેરિકન નાગરિકોના હકનો અમેરિકાના કાયદા પ્રમાણે ભંગ નથી થતો, તેની પર ગેરેંટી આપવાની છે. 

સ્ટેપ 3: તમારા એમ્પલોયરે માર્કેટ રેટ પ્રમાણેની સેલરી નક્કી કરશે.

અમેરિકામાં H-1B Visa અંતર્ગત કામ કરતા કર્મચારીને તેમના જ ક્ષેત્રમાં તેમના જેવું જ કામ કરતા કર્મચારી કરતા ઓછો પગાર નથી મળતો, તે નક્કી કરવા માટે પગારનો માપદંડ નક્કી કરવાનો છે. આ માપદંડમાં નક્કી થયેલો આંકડો સ્ટેટ એમ્પલોયમેન્ટ એજન્સી કન્મફર્મ કરશે, જેનું એમ્પલોયરે પાલન કરવું જરૂરી છે. 

અહીં માર્કેટ રેટ પ્રમાણે શું સેલરી છે, તે નક્કી કરવાના ત્રણ રસ્તા છે.

1. નેશનલ પ્રિવેઈલિંગ વેજ એન્ડ સેન્ટર: આ સૌથી વધુ ભરોસાપાત્ર વિકલ્પ છે. જેમાં તમને સેફ હાર્બર સ્ટેટસ મળે છે. એટલે કે જે એમ્પલોયર NPWC વેજનું પાલન કરે છે, તેમનું કાયદાકીય કામ સરળ બની જાય છે. 

2. જાતતપાસ: તમારા એમ્પલોયર પોતાની જાતે અથવા તો વિશ્વાસપાત્ર સોર્સ દ્વારા એક સર્વે કરાવી શકે છે, જેમાં તે માર્કેટ રેટ પ્રમાણેની સેલરી જાણી શકે છે.

3. અન્ય ભરોસાપાત્ર સોર્સ: આમ તો સેલરી જાણવાના બીજા પણ રસ્તા છે, પરંતુ તેમાં કાયદાકીય જોખમ રહેલા છે, એટલે તેનાથી દૂર રહેવું સારું છે.

સ્ટેપ 4: તમારા એમ્પલોયર Form ETA-9035 સબમિટ કરશે. 

એકવાર તમારા એમ્પલોયર માર્કેટમાં શું સેલરી ચાલે છે, તે જાણીલે એટલે તેમણે લેબર કંડીશન એપ્લીકેશન જમા કરાવવાની છે, જેમાં તેમણે     Form ETA-9035નો ઉપયોગ કરવાનો છે. એમ્પલોયર ડિપાર્ટમેન્ટ ઓફ લેબરમાં આ અરજી ફોરેન લેબર એપ્લીકેશન ગેટવે દ્વારા ઓનલાઈન કરી શકે છે. 

એકવાર એમ્પલોયમેન્ટ શરૂ થઈ જાય, તેના છ મહિનાની અંદર અંદર જ આ અરજી જમા કરાવવી ફરજિયાત છે.

જે કેસમાં એમ્પલોયર જાતે જઈને અરજી નથી કરી શક્તા અને તેમની પાસે ઈન્ટરનેટ પણ નથી, તેઓ અન્ય ઓપ્શન પણ ટ્રાય કરી શકે છે.     જો કે તેના માટે ઓફિસ ઓફ ફોરેન લેબર સર્ટિફિકેશનની મંજૂરી લેવી જરૂરી છે. 

સ્ટેપ 5: તમારા એમ્પલોયર Form I-129 જમા કરાવશે.

એકવાર લેબર કંડીશન એપ્લીકેશનની પ્રોસેસ થઈ જાય, ત્યાર બાદ તમારા એમ્પલોયર H-1B વિઝા માટે જરૂરી એવું ફોર્મ I-129 ભરીને વિઝાની અરજી સબમિટ કરશે.     આ ફોર્મને સત્તાવાર રીતે પિટિશન ફોર નોનઈમિગ્રન્ટ વર્કર તરીકે ઓળખવામાં આવે છે. આ ફોર્મની સાથે તમારા એમ્પલોયરે તમે કેટલા સમય માટે નોકરી કરવાના છો, તમે કયા પદ પર કામ કરવાના છો, શું કામ કરવાના છો, તમને કેટલો પગાર મળી રહ્યો છે, તમારો સંપર્ક નંબર બધી જ ડિટેઈલ્ડ માહિતી આપવી ફરજિયાત છે.

વિદેશી નાગરિક માટે સપોર્ટિગં ડોક્યુમેન્ટ્સમાં ભણતરના પુરાવા, ટ્રેઈનિંગ સર્ટિફિકેટ્સ, મેમ્બરશિપ રેકોર્ડ્ઝ, રિઝ્યુમ અને લેટર ઓફ સપોર્ટ આપવો જરૂરી છે. 

H-1B વિઝાની અરજીનો ફાઈનલ તબક્કો અરજીનું સ્ટેટસ જાણવાનું છે. તમે USCISની વેબસાઈટ પર જઈને રિસીપ્ટ નંબર નાખીને પણ સ્ટેટસ ચેક કરી શકો છો. USICS જેવું તમારી અરજી પર કામ કરવાનું શરૂ કરસે અને તમારી અરજી રેકોર્ડ પર નાખશે, કે તેઓ સ્ટેટસ અપડેટ કરતા રહેશે.

સ્ટેપ 6: અરજી પૂરી કરો
એકવાર તમારું ફોર્મ I-129 અપ્રૂવ થઈ જાય એટલે તમને I-797 નોટિસ ઓફ એક્શન મળશે, અને તમે તમારી અરજી પૂરી કરવાના એક સ્ટેપ વધુ નજીક પહોંચી જશો. હવે આગળ તમે તે સમયે અમેરિકામાં છો કે નહીં, તેના પર આગળનું સ્ટેપ કયું હશે, તે નક્કી થશે.

સ્ટેપ 7: જો તમે હાલ અમેરિકામાં છો, તો તમારું ઈમિગ્રેશન સ્ટેટસ ઓટોમેટિક H-1Bમાં કન્વર્ટ થઈ જશે અને USCIS તમનારો I-94 રેકોર્ડ અપડેટ કરી દેશે. જ્યાં સુધી સત્તાવાર રીતે તમારું સ્ટેટસ બદલાઈ ના જાય, ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારની નોકરી ન કરવી હિતાવહ છે.

H-1B વિઝા સ્ટેમ્પ મેળવવા માટે તમારે DS-160 સબમિટ કરાવવું અમેરિકામાં કામ શરૂ કરવાના 90 દિવસની અંદર વિઝા સ્ટેમ્પ અપોઈન્ટમેન્ટ શેડ્યુલ કરી લેવી જરૂરી છે.     જે વ્યક્તિ પાસે હાલ     O-1, J-1, અથવા L-1 સ્ટેટસ છે, તેમના માટે જ આ ઓપ્શન કામનો છે.

જો તમે હાલ અમેરિકામાં નથી રહેતા તો તમે કોન્સ્યુલર પ્રોસેસિંગ દ્વારા આગળ વધી શકો છો. આ રીતમાં અમેરિકાના દૂતાવાસમાંથી તમારા વિઝા પર સ્ટેમ્પ લગાવવા માટે તમારે તમારા દેશમાં પાછા જવું જરૂરી છે. ધ્યાન રાખો કે કોન્સ્યુલર પ્રોસેસમાં તમારે વધારાની અરજી અને દસ્તાવેજીકરણ કરવું જરૂરી છે.     વળી આમાં પ્રક્રિયા થોડી લાંબી થઈ શકે છે, જેને કારણે તમારી નોકરી મોડી શરૂ થવાની શક્યતા રહે છે. 

h-1b visa registration start date announced know where and how to apply

સ્ટેપ 8: જો તમે અમેરિકામાં નથી તો આ રીતે પ્રોસેસ પૂરી કરો.

એવા નાગરિકો જે અમેરિકામાં નથી, તેમણે DS-160 ફોર્મ સબમિટ કરવું જરૂરી છે, સાથે જ યુએસ એમ્બેસી અથવા કોન્સ્યુલેટને ઈન્ટરવ્યુ પણ આપવોજ રૂરી છે. I-129  ફોર્મને મંજૂરી મળી જાય, ત્યાર બાદ અમેરિકન દૂતાવાસ અથવા તમારા હોમ કંટ્રીમાં રહેલી એમ્બેસીમાં એક નોનઈમિગ્રન્ટ વિઝા એપ્લીકેશન આપવી જરૂરી છે.

આ પ્રક્રિયામાં સ્પેશિયલ દસ્તાવેજી કરણ અને દૂતાવાસ અથવા એમ્બેસીમાં જઈને ફેસ ટુ ફેસ ઈન્ટરવ્યુ આપવો જરૂરી છે. ઈન્ટરવ્યુમાં સફળ વિઝા મળવા પર તમે અમેરિકા જઈ શકો છો. 

વાંચવા જેવું: H-1B Visaનું રજિસ્ટ્રેશન 6 માર્ચથી થશે શરૂ, જાણો કયા ફોર્મ ક્યારથી ભરી શકાશે

હવે તમને જે વિઝા મળ્યા છે, તેનાથી તમને અમેરિકા જવાની પરવાનગી મળી છે. જો કે, તમે અમેરિકામાં એન્ટર થઈ શક્શો નહીં તેના માટેની મંજૂરી હજી બાકી છે. સાથ જ એ પણ ધ્યાન રાખો કે દરેક વિઝા એક એક્સપાયરી ડેટ સાથે આવે છે, એટલે તમારા વિઝા પૂરા થઈ જાય તે પહેલા અમેરિકા જવું અને પાછા આવવું જરૂરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ