બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Why did Nitin Gadkari leave the bulletproof car and sit in a taxi

મુલાકાત / આખરે કેમ બુલેટપ્રૂફ કાર છોડી નીતિન ગડકરી બેઠાં ટેક્સીમાં, ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને લઇને કહી મોટી વાત, જાણો શું

Priyakant

Last Updated: 09:05 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitin Gadkari In Himachal Pradesh News: કેન્દ્રીય મંત્રી માટે ભુંતર એરપોર્ટની બહાર બુલેટપ્રૂફ વાહન મૂકવામાં આવ્યું હતું પરંત ગડકરી ત્યાં પહોંચ્યા કે તરત જ તેમણે વાહન બદલવાનું કહ્યું

  • કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી હિમાચલ પ્રદેશ પહોંચ્યા
  • અચાનક બુલેટપ્રૂફ વાહન છોડીને ટેક્સીમાં કરી મુસાફરી 
  • ઉબડખાબડ રસ્તાઓ પર કલાકો સુધી મુસાફરી કરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. નીતિન ગડકરીએ અચાનક બુલેટપ્રૂફ વાહન છોડીને ભુંતર એરપોર્ટથી મનાલી સુધી ટેક્સીમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય મંત્રી માટે ભુંતર એરપોર્ટની બહાર બુલેટપ્રૂફ વાહન મૂકવામાં આવ્યું હતું પરંતુ નીતિન ગડકરી ત્યાં પહોંચ્યા કે તરત જ તેમણે વાહન બદલવાનું કહ્યું. જેને લઈ તેમની સૂચના બાદ ફ્લેગવાળા વાહનને હટાવીને ત્રણ નંબર પર પાર્ક કરેલી ટેક્સીને આગળ બોલાવવામાં આવી હતી. નીતિન ગડકરીએ આ વાહનમાં ઉબડખાબડ રસ્તાઓ પર કલાકો સુધી મુસાફરી કરી હતી.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભાડે લીધેલી આ ટેક્સીમાં આગળની સીટ પર બેઠા હતા અને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, વિપક્ષના નેતા જયરામ ઠાકુર અને જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહ ટેક્સીની વચ્ચેની સીટ પર બેઠા હતા, જ્યારે NHAIના વરિષ્ઠ અધિકારીઓ પાછળની સીટ પર બેઠા હતા. 

ટ્રક ચાલકો માટે મોટી જાહેરાત
નોંધનીય છે કે, અગાઉ દિલ્હીમાં ICEMAના વાર્ષિક સત્રમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે હવે ટ્રકમાં એસી કેબિન ફરજિયાત બનાવી છે અને કામના કલાકો નક્કી કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે હવે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. પાંચ વર્ષમાં અમે રૂ.15 લાખ કરોડના ઓટોમોબાઈલ ઉદ્યોગને વિશ્વનું નંબર વન મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું. 

કુલ્લુથી મનાલીની યાત્રામાં કેન્દ્રીય મંત્રી નવ જગ્યાએ રોકાયા 
બિયાસ નદીમાં પૂરના કારણે કિરાતપુર-મનાલી ફોર-લેનને થયેલા નુકસાનની સમીક્ષા કરવા પહોંચેલા કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી કુલ્લુથી મનાલી સુધીના પ્રવાસમાં નવ જગ્યાએ રોકાયા હતા. મંત્રીએ પૂરના કારણે સમગ્ર વિસ્તારમાં થયેલ નુકસાન જોયું અને અસરગ્રસ્તો સાથે પણ વાત કરી. પૂરના કારણે થયેલી તબાહી જોઈને અને અસરગ્રસ્તોની પીડા સાંભળીને નીતિન ગડકરી પણ ઘણી વખત ભાવુક થઈ ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ