બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / VTV વિશેષ / Who are the unscrupulous people who spoil the image of the government? Why have the cases of disproportionate increase in property of government employees increased?

મહામંથન / સરકારની છાપ બગાડનારા અનૈતિક લોકો કોણ? સરકારી કર્મીઓ પાસે અપ્રમાણસર મિલકત વધવાના કિસ્સા કેમ વધ્યા?

Vishal Khamar

Last Updated: 09:45 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભ્રષ્ટ્રાચારને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. ACBની કાર્યવાહીમાં અનેક અધિકારીઓ પકડાયા છે. તો પણ અધિકારીઓ લાંચ માંગતા ભ્રષ્ટ તત્વો ખચકાતા નથી.

ભ્રષ્ટાચાર એક એવો શબ્દ છે કે જેની સામે કદાચ આદિ-અનાદિકાળથી ચર્ચાઓ થતી હશે, અવાજ ઉઠતા હશે, દાખલારૂપ કાર્યવાહી પણ થતી હશે પરંતુ તમામ ઘટનાક્રમની વચ્ચે કડવી હકીકત એ છે કે ભ્રષ્ટાચારને હજુ સુધી સંપૂર્ણ ડામી શકાયો નથી. ગુજરાતમાં પણ સરકારી અધિકારીઓ કે જેની જવાબદારી સીધી રીતે લોકો સાથે સંકળાયેલી છે એવા અધિકારીઓ પણ કયારેક ને ક્યારેક ભ્રષ્ટ આચરણ કરી બેસે છે. ACBના હાથે કેટલાય અધિકારીઓ પાસેથી રાજ્યમાં અપ્રમાણસર મિલકત પકડાઈ હોય તેવા કિસ્સા બનતા રહ્યા. આરોપ એવા પણ લાગતા રહ્યા કે ઘણા કિસ્સામાં ACB દ્વારા પણ કાર્યવાહીમાં ઢીલ વર્તવામાં આવે છે. 

  • ભ્રષ્ટાચારને ડામવા રાજ્ય સરકાર કટિબદ્ધ
  • તાજેતરમાં ACBની ચિંતન શિબિરમાં અનેક મુદ્દે ચર્ચા થઈ
  • ભ્રષ્ટ અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહીની સૂચના

જો કે ભ્રષ્ટાચારને ડામવાના પ્રધાનમંત્રીના મક્કમ નિર્ધારને રાજ્ય સરકાર પણ એટલી જ મક્કમતાથી આગળ ધપાવવા પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં જ પાટનગરમાં ACBની ચિંતન શિબિરનું આયોજન કર્યું જેમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ભ્રષ્ટાચાર આચરનારા અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવામાં પાછીપાની કરનારા અધિકારીઓને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી દીધી કે હવે બહુ થયું, ઢીલાશ સહેજપણ નહીં ચાલે. સવાલ એ છે કે સરકારની છાપ બગાડનારા આવા અનૈતિક લોકો કોણ છે.. સરકારી કર્મીઓ પાસે અપ્રમાણસર મિલકત વધવાના કિસ્સા કેમ વધ્યા. સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં ACBને મુશ્કેલી પડે છે તો શું પડે છે, સરકારની ભ્રષ્ટાચારને ડામવાની પહેલ રંગ લાવે એ જરૂરી છે.

  • કેટલાક કિસ્સામાં કાર્યવાહીમાં ઢીલ કરાતી હોવાનો પણ આરોપ
  • સમાજના અનેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો
  • લોકોને જરૂરી હોય તેવા કામ માટે લાંચ માંગતા ભ્રષ્ટ તત્વો ખચકાતા નથી

ભ્રષ્ટાચારને ડામવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  તાજેતરમાં ACBની ચિંતન શિબિરમાં અનેક મુદ્દે ચર્ચા થઈ હતી.  ભ્રષ્ટ અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહીની સૂચના આપી હતી.  ભ્રષ્ટ લોકોને ખુલ્લા પાડવાની ACBને સૂચના છે.  ACBની કાર્યવાહીમાં અનેક અધિકારીઓ પકડાયા છે.  કેટલાક કિસ્સામાં કાર્યવાહીમાં ઢીલ કરાતી હોવાનો પણ આરોપ છે. સમાજના અનેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે.  લોકોને જરૂરી હોય તેવા કામ માટે લાંચ માંગતા ભ્રષ્ટ તત્વો ખચકાતા નથી.

  • જે આપણા હકનું નથી તે કોઈપણ પ્રકારે લેવું ન જોઈએ
  • બીજાના હકનું લેતા લોકોને ACB ઉઘાડા પાડે
  • ભૌતિક સુખની અપેક્ષા પૂરી કરવા આવકના અન્ય ઉપાય લોકો શોધે છે

મુખ્યમંત્રીએ શું કહ્યું?
જે આપણા હકનું નથી તે કોઈપણ પ્રકારે લેવું ન જોઈએ. બીજાના હકનું લેતા લોકોને ACB ઉઘાડા પાડે છે.  ભૌતિક સુખની અપેક્ષા પૂરી કરવા આવકના અન્ય ઉપાય લોકો શોધે છે. આવક મેળવવા ખોટા રસ્તા અપનાવવાની નોબત આવે છે. સુખમાં પરિવાર ભાગીદાર બને પણ સજા એકલાએ જ ભોગવવાની થાય છે.  ભ્રષ્ટાચાર સામેના જંગમાં ACB ઢીલાશ ન રાખે. કોઈ નાગરિક નથી ઈચ્છતો કે તે લાંચ આપે. ખોટું કરનારને સજા થવી જ જોઈએ.

  • ચાલુ વર્ષમાં ACBએ અપ્રમાણસર મિલકતના 9 ગુના નોંધ્યા
  • અધિકારીઓ પાસેથી 8.53 કરોડની અપ્રમાણસર મિલકત મળી

ગૃહરાજ્યમંત્રીએ શું કહ્યું?
મારી પાસે ફરિયાદો આવે છે પણ કેસ થતા નથી. કામમાં ઢીલ દાખવતા અધિકારીઓ સક્રિય બને. અધિકારીઓ ઠંડી ઉડાડી ગરમીમાં આવે છે.  અધિકારીઓ કેસની ચિંતા નહીં કરે તો મારે કરવી પડશે. ACBની ઉપર પણ એજન્સી છે. જે 200 રૂપિયા આપે છે તેના માટે એ રકમ 2 કરોડ જેટલી છે.

કેવી રીતે દૂર થશે ભ્રષ્ટાચાર?
ચાલુ વર્ષમાં ACBએ અપ્રમાણસર મિલકતના 9 ગુના નોંધ્યા છે.  અધિકારીઓ પાસેથી 8.53 કરોડની અપ્રમાણસર મિલકત મળી છે.  છેલ્લા 6 વર્ષમાં 93 સરકારી અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતના કેસ છે.  6 વર્ષમાં 150 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે. 

અધિકારીઓની અપ્રમાણસર મિલકત

2019
27 કરોડની
 
2020
50 કરોડ
 
2021
56 કરોડ
 
2022
4.52 કરોડ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ