બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Where was Asad hiding for 49 days before the encounter?

ઘટસ્ફોટ / એન્કાઉન્ટર પહેલાં 49 દિવસ સુધી ક્યાં છુપાયેલો હતો અસદ? અબુ સાલેમ કનેક્શનને લઇ ચોંકાવનારો ખુલાસો

Priyakant

Last Updated: 09:41 AM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asad Ahmad Encounter: ઉમેશ પાલની હત્યા બાદ તમામ શૂટર્સ લગભગ 36 કલાક સુધી શહેરમાં અલગ-અલગ જગ્યાએ છુપાયા હતા

  • અતિક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામનું એન્કાઉન્ટર કરાયું
  • જેણે આબંનેને મદદ કરી હતી તેણે લઈ એક મોટો ખુલાસો 
  • બંને લગભગ 36 કલાક સુધી શહેરમાં અલગ-અલગ જગ્યાએ છુપાયા

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અતિક અહેમદના પુત્ર અસદનું ગઈકાલે જ એન્કાઉન્ટર કરાયું છે. ગોળીબારમાં મોહમ્મદ ગુલામ અને અસદ અહેમદ માર્યા ગયા છે. ઝાંસીમાં યુપી એસટીએફના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.  

ઉમેશ પાલ મર્ડર કેસ 24 ફેબ્રુઆરી 2023ના રોજ થયો હતો અને ત્યારથી માફિયા અતીક અહેમદનો પુત્ર અસદ અને શૂટર ગુલામ (ગુલામ) છુપાયેલા હતા. આ તરફ હવે જેણે બંનેને મદદ કરી હતી તેણે લઈ એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ ઉમેશ પાલની હત્યા બાદ તમામ શૂટર્સ લગભગ 36 કલાક સુધી શહેરમાં અલગ-અલગ જગ્યાએ છુપાયા હતા. 

બાઈક દ્વારા કાનપુર પહોંચ્યા  
અતીક અહમદનો દીકરો અસદ અને શૂટર ગુલામ 26 ફેબ્રુઆરીએ બાઈક દ્વારા કાનપુર અને પછી ત્યાંથી બસમાં દિલ્હી પહોંચ્યા. આ પછી ગુડ્ડુ મુસ્લિમ મેરઠ ગયો. અસદ અને ગુલામ 49 દિવસ સુધી સાથે રહ્યા. જ્યારે તે મુંબઈ, પશ્ચિમ બંગાળ અને બિહાર થઈને રાજસ્થાનના અજમેર પહોંચ્યો ત્યારે તે STFના હાથે ઝડપાઈ ગયો હતો. આ દરમિયાન ઘણી વખત પોલીસ અને STFની ટીમ અસદની ખૂબ નજીક પહોંચી ગઈ હતી, પરંતુ દરેક વખતે તેઓ થોડીવારના અંતરે ભાગી જતા હતા.

સૂત્રોનું માનીએ તો 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદ અસદ અને ગુલામ મોટરસાઈકલ પર પ્રયાગરાજથી કાનપુર ગયા હતા. કાનપુરથી બંને રોડવેઝની બસમાં બેસીને નોઈડા પહોંચ્યા, જ્યાં અભ્યાસ દરમિયાન અસદ ઘણા દિવસો સુધી રોકાયો હતો. નોઈડામાં અસલામતી અનુભવતા તેણે દિલ્હી જવાનું નક્કી કર્યું. દિલ્હીના એક રાજકારણીએ સંગમ વિહાર વિસ્તારમાં તેમના રહેવાની વ્યવસ્થા કરી. દરમિયાન અસદ મેરઠ આવ્યો, જ્યાં અતીકના ભાભી ડૉ. અખ્લાકે તેને ફરાર થવા માટે એક લાખ રૂપિયા આપ્યા હતા. 

14 માર્ચ સુધી દિલ્હીમાં રહ્યા બાદ બંને રાજસ્થાનના અજમેર ગયા હતા. ત્યારબાદ અચાનક અશરફે અસદને બરેલી જેલમાંથી ફેસટાઇમ મારફતે નાસિક જવા કહ્યું. નાસિક પહોંચ્યા પછી, અસદ અને ગુલામ પુણે ગયા, જ્યાં અબુ સાલેમના નજીકના સાથીઓએ તેમના રહેવાની વ્યવસ્થા કરી.આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસે પણ બંનેની શોધખોળ શરૂ કરી હતી. આ વાતની જાણ થતાં જ બંને પાછા દિલ્હી આવી ગયા. ત્રણ દિવસ પહેલા બંને અચાનક ઝાંસી આવી ગયા હતા. ગુડ્ડુ મુસ્લિમના નજીકના મિત્રએ તેને પરીછા પાવર સ્ટેશન પાસે રોક્યો હતો.  પોલીસ સૂત્રોનું માનીએ તો અસદ અને ગુલામ પોલીસ કાફલા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે ગુડ્ડુને પણ ઝાંસી આવવું પડ્યું.

અતીક અહેમદ આખી રાત આઘાતમાં રહ્યો 
પુત્ર અસદના એન્કાઉન્ટર બાદ માફિયા અતીક અહેમદ આખી રાત આઘાતમાં બેસી રહ્યો. પાંચ-પાંચ લાખનું ઈનામ ધરાવનાર અસદ અને ગુલામનું ગુરુવારે ઝાંસીના પરિચામાં એન્કાઉન્ટર થયું હતું. અસદ અતીક અહેમદનો ત્રીજો પુત્ર છે. અસદ અતીકનું સામ્રાજ્ય ચલાવતો હતો. ગોંધીઓ અતીકના પુત્ર અસદને નાનો સાંસદ કહીને બોલાવતા હતા.

અબુ સાલેમ કનેક્શનનો પર્દાફાશ
આ દરમિયાન માફિયા અતીક અહેમદનું અબુ સાલેમ કનેક્શન પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, અબુ સાલેમે અસદ અને ગુલામને છુપાવવામાં મદદ કરી હતી. ઘણા મદદગારોના નામ પણ મળી આવ્યા છે. અસદ અને ગુલામ પણ દિલ્હી અને મહારાષ્ટ્ર ગયા હતા.

અતીકની પત્ની આજે સરેન્ડર કરી શકે 
ઈકાલે રાત્રે ઝાંસીમાં અસદ અને ગુલામનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. જોકે પરિવારમાંથી હજુ સુધી કોઈ ઝાંસી નથી પહોંચ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, અસદના દાદા ઝાંસી પહોંચશે. અસદનો મૃતદેહ આજે સાંજ સુધીમાં પ્રયાગરાજ પહોંચશે, ત્યારબાદ તેને દફનાવવામાં આવશે. આ દરમિયાન એવી અટકળો ચાલી રહી છે કે, ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અતીકની પત્ની આજે આત્મસમર્પણ કરી શકે છે. તે પુત્રના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ