બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / સુરત / Where did it rain today in Gujarat? Ambalal and Meteorological Department forecast

હવામાન / ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?, એક ક્લિકમાં જાણો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી

Vishal Khamar

Last Updated: 07:27 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભર ઉનાળાની સીઝનમાં પણ ઠેર ઠેર છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે જગતનો તાત કમોસમી વરસાદનાં કારણે ચિંતીત છે. હજુ 3 મે સુધી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

  • તાપી જિલ્લામાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો
  • વંથલી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ
  • સોરઠ પંથકની પ્રખ્યાત કેશર કેરીના પાકને ભારે નુકશાન થવાની ભીતી

તાપી જીલ્લાનાં વાતાવરણમાં  સમી સાંજે અચાનક પલ્ટો આવ્યો હતો. તેમજ જીલ્લાનાં છેવાડાાં નિઝર અને કુકરમુંડા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો.  ત્યારે નિઝર તેમજ કુકરમુંડા તાલુકાનાં અમુક ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં આવેલ અચાનક વાવાઝોડા સાથે પલ્ટો આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. વાવાઝોડા સાથે આવેલ વરસાદને પગલે અમુક ઘરોનાં પતરા પણ ઉડ્યા હતા. કમોસમી વરસાદને પગલે તલ, મકાઈ, મગ જેવા પાકોને નુકશાન જવાની ભીંતી સેવાઈ રહી છે. 

ભારે પવન સાથે વરસાદ વરસતા છાપરા ઉડ્યા

કમોસમી વરસાદને લઈ પંથકના ખેડૂતો ચિંતામાં
વંથલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને બપોર બાદ અચાનક જ વીજળીનાં કડાકા સાથે વરસાદ પડ્યો હતો. વંથલી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો હતો. ત્યારે કમોસમી વરસાદને લઈ પંથકનાં ખેડૂતો ચિંતામાં આવી જવા પામ્યા હતા. સોરઠ પંથકની પ્રખ્યાત કેસર કેરીનાં પાકને ભારે નુકશાન થવાની ભીંતી સેવાઈ રહી છે. 

સુઈગામ વાઘપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થવા પામ્યું છે.  જેમાં બનાસકાંઠાનાં સૂઈગામનાં વાઘપુરા સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો. ત્યારે અગાઉ પણ વરસાદનાં કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું હતું. ત્યારે આજે ફરી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો
બપોર બાદ અચાનક જૂનાગઢ જીલ્લાનાં વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો હતો. અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવતા શહેરનાં અનેક ભાગમાં પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. આઝાદ ચોક, તળાવ દરવાજા તેમજ વણઝારી ચોક વિસ્તારમાં છુટા છવાયા છાંટા પડ્યા હતા. 

અખાત્રીજના પવન પરથી અંબાલાલ પટેલની આગાહી

આજે અખાત્રીજનાં પવન પરથી અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અખાત્રીજનાં દિવસે નૈઋત્ય અને પશ્ચિમ તરફનો પવન રહ્યો હતો. આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે. તેમજ આગામી 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ થઈ શકે છે.  પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  તેમજ 25 મે અને 10 જૂન દરમ્યાન અરબ સાગરમાં સાયક્લોનિક એક્ટિવ થશે. જેનાથી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ