બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / વડોદરા / When parents complained about cockroaches in food, the school in Vadodara sent the children's LC directly home.

ખુલ્લેઆમ દાદાગીરી / ભોજનમાં કોકરોચ નીકળતા વાલીએ કરી ફરિયાદ, તો વડોદરાની શાળાએ બાળકોનું LC જ સીધું ઘરે મોકલાવ્યું

Malay

Last Updated: 01:13 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની શાળાએ દાદાગીરીની હદ વટાવી દીધી છે. વાલીએ ભોજનમાં કોકરોચ નીકળતા ફરિયાદ કરી તો અમેરિકન સ્કૂલ ઓફ બરોડાએ નર્સરીની બાળકી અને ધોરણ-7ના વિદ્યાર્થીનું LC ઘરે મોકલાવી દીધું છે.

 

  • અમેરિકન સ્કૂલ ઓફ બરોડાની સામે આવી દાદાગીરી
  • ખાવામાંથી વંદો નિકળતા વાલીએ ટકોર કરી હતી
  • ધોરણ-7ના એક વિદ્યાર્થી અને નર્સરીની બાળકીનું LC ઘરે મોકલાવ્યું


વડોદરા શહેરના આજવા-નિમેટા રોડ પર આવેલી અમેરિકન સ્કૂલ ઓફ બરોડાની દાદાગીરી સામે આવી છે. સ્કૂલે કોઈ પણ પ્રકારની નોટિસ વિના નર્સરીની બાળકી અને ધોરણ-7ના એક વિદ્યાર્થી એમ કુલ 2 વિદ્યાર્થીઓના એલસી આપી દીધા હોવાનું સામે આવ્યું છે. જે બાદ વડોદરા વાલી એસોસિએશન દ્વારા સ્કૂલની બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો. આ ઉપરાંત વાલીઓએ આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પણ ફરિયાદ કરી છે.

વાલી એસોસિએશને કર્યા સૂત્રોચ્ચાર

આજે વડોદરા વાલી એસોસિએશને સ્કૂલની બહાર વિરોધ નોંધાવ્યો હતો. વાલી એસોસિએશને 'અમેરિકન સ્કૂલ ઓફ બરોડાની માન્યતા રદ્દ કરો'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. વાલીઓનું કહેવું છે કે, આ મામલે  DEOને ફરિયાદ કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

સ્કૂલે કુરિયરમાં LC મોકલ્યા

આ અંગે એવું કહેવાઈ રહ્યું છે કે, વાલીઓએ શાળાના ખરાબ ભોજને અંગે કોમેન્ટ કરી હતી. વાલીઓએ ભોજનાંથી વંદો નિકળતા ટકોર કરી હતી. વાલીએ કોમેન્ટ કરતા કોઈ પણ પ્રકારની નોટિસ વગર નર્સરીની બાળકી અને ધોરણ-7ના એક વિદ્યાર્થીનું કુરિયર થકી LC ઘરે મોકલી દેવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ હચમચી ઉઠ્યા હતા.

DEOને ફરિયાદ છતા નથી થઈ કાર્યવાહી

વડોદરા વાલી એસોસિએશનના પ્રમુખ કિશોર પીલ્લાઈએ જણાવ્યું કે,  ધોરણ 7 અને નર્સરીમાં અભ્યાસ કરતાં 2 વિદ્યાર્થીઓને કુરિયર થકી એલસી મોકલી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ડીઈઓને જાણ કરવામા આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

સળગતા સવાલો

ખાનગી શાળાઓને કોઈ જાતનો ડર નથી રહ્યો?
શાળાના ખરાબ ભોજન અંગે પણ કોમેન્ટ ન કરવી?
વાસ્તવિકતા બતાવી એટલે LC પકડાવી દેવાનું?
શું વાલીઓને સાચી વાત કહેવાનો અધિકાર પણ નથી?
વિદ્યાર્થીઓ ઉપર આવા વર્તાવની કેવી ઘેરી અસર પડશે?
વિદ્યાર્થીઓનું એડમિશન વગર કારણે કેન્સલ કરવાનો હક કોણે આપ્યો?
શાળા પોતાની જાતને સરકારથી પણ ઉપર સમજે છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ