બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / what it means to get a headache everyday at the same time

તમારા કામનું / હેલ્થ ટિપ્સ: રોજ એક જ સમયે માથું દુ:ખાય સમજી જજો આ બીમારીના મળી રહ્યા છે સંકેત

Manisha Jogi

Last Updated: 03:38 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક માથાના દુખાવા એકદમ ગંભીર હોય છે, જેના અલગ અલગ કારણ હોઈ શકે છે. વારંવાર થતા માથાના દુખાવાને સામાન્ય ના ગણવો જોઈએ.

  • માથાનો દુખાવો ખૂબ જ ગંભીર પરેશાની
  • માથાના દુખાવાને સામાન્ય ના ગણવો જોઈએ
  • કયા સમયે માથાનો દુખાવો થઈ રહ્યો છે?

માથાનો દુખાવો તે ખૂબ જ ગંભીર પરેશાની છે. જો આ માથાનો દુખાવો તમારી લાઈફસ્ટાઈલનો એક ભાગ બની જાય તો તમારા મૂડ ખરાબ થવા લાગે છે. આ પ્રકારના માથાના દુખાવાને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કેટલાક માથાના દુખાવા એવા હોય છે, જે આરામ કરવાથી ઠીક થઈ જાય છે. કેટલાક માથાના દુખાવા એકદમ ગંભીર હોય છે, જેના અલગ અલગ કારણ હોઈ શકે છે. વારંવાર થતા માથાના દુખાવાને સામાન્ય ના ગણવો જોઈએ. માથામાં કઈ જગ્યાએ અને કયા સમયે દુખાવો થઈ રહ્યો છે, તે બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. 

તણાવમાં થતો માથાનો દુખાવો
તણાવ દરમિયાન માથામાં દુખાવો થાય તો આ દુખાવો વધુ સમય સુધી રહે છે, જેમાં માથાની બધી બાજુએ (હોલોક્રાનિયલ) દુખાવો થાય છે. 

માઈગ્રેનનો દુખાવો
માઈગ્રેનમાં માથામાં ખૂબ જ ગંભીર દુખાવો થાય છે, જે સામાન્ય કરતા ખૂબ જ અલગ હોય છે. આ માથાના દુખાવાની સાથે સાથે- ઉલ્ટી, ઉબકા, લાઈટથી પ્રોબ્લેમ તથા આંખોમાં સમસ્યા થાય છે. 

એક જ સમયે થતો દુખાવો
એક જગ્યાએ અને એક જ સમયે માથાનો દુખાવો થાય તો આ અલગ પ્રકારનો માથાનો દુખાવો ગણાય છે, જેને જૂનો માથાનો દુખાવો તરીકે ઓળખવામાં આવે છે. IHSએ આ માથાના દુખાવાને ‘ઓછામાં ઓછા ત્રણ મહિના માટે પ્રતિ માસ 15 અથવા વધુ વાર માથાનો દુખાવો’ ગણાવે છે. IHS રિપોર્ટ અનુસાર 1થી 4 ટકા વસ્તીને જૂનો માથાનો દુખાવો થાય છે. અમેરિકામાં 3.9 કરોડ લોકો અને વૈશ્વિક સ્તરે 100 કરોડ લોકો આ દુખાવાથી પીડિત છે. પુરુષ કરતા મહિલાઓને આ દુખાવાની વધુ સમસ્યા છે. 

ક્લસ્ટર માથાનો દુખાવો
આ માથાના દુખાવામાં આંખ અથવા નાકની આસપાસ ગંભીર દુખાવો થાય છે. આ દુખાવો ખૂબ જ ગંભીર હોય છે, જેના કારણે આંખમાંથી પાણી નીકળવા લાગે છે અને આંખ લાલ થઈ જાય છે.

હેમિક્રેનિયા કોન્ટુઆ
આ એક દુર્લભ પ્રકારનો માથાનો દુખાવો છે, જેમાં માથાની એક તરફ સતત મધ્યમથી ગંભીર દુખાવો થાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ