બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / What is Nil ITR or Zero ITR and who can file it? Know the benefits of filing Nil ITR..

તમારા કામનું / ઇન્કમ ટેક્સની આવક રેખા કરતાં ઓછું કમાઓ છો તો પણ ભરવું જોઈએ ITR, જાણો Nil ITR ફાઇલ કરવાના ફાયદા

Megha

Last Updated: 01:58 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેવન્યુ સેક્રેટરીનું કહેવું છે કે આ વખતે ITR ફાઈલ કરવાની સમયમર્યાદા વધારવાનો કોઈ વધારો કરવામાં નહીં આવે. એવામાં આજે આપણે Nil ITR અથવા Zero ITR વિશે વાત કરીશું.

  • 31 જુલાઈ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે
  • જે આપણે Nil ITR અથવા Zero ITR વિશે વાત કરીશું
  • Nil ITR કોણ ભરી શકે છે અને તેના ફાયદા શું છે

જુલાઈ મહિનો એટલે કે ટેક્સ ભરવાની સિઝન આવી ગઈ છે. સામાન્ય પગારદાર કરદાતાઓએ 31 જુલાઈ સુધીમાં તેમનું આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. 31મી જુલાઈ પછી તમારે 5000નો દંડ ભરવો પડશે.ITR જેટલી જલ્દી ફાઈલ કરવામાં આવે તેટલું સારું. વર્તમાન વર્ષમાં ટેક્સ પ્રક્રિયામાં મોટો ફેરફાર આવકવેરા માટે છૂટ મળતી રકમ સંબંધિત છે. રેવન્યુ સેક્રેટરીનું કહેવું છે કે આ વખતે ITR ફાઈલ કરવાની સમયમર્યાદા વધારવાનો કોઈ વધારો કરવામાં નહીં આવે. એવામાં આજે આપણે Nil ITR અથવા Zero ITR વિશે વાત કરીશું. તે શું છે, તેને કોણ ભરી શકે છે અને તેના ફાયદા શું છે. ચાલો જાણીએ

Nil ITR ભરવો એ એક સારો નિર્ણય છે 
એ વાત તો નોંધનીય છે કે જો તમારી કુલ આવક નાણાકીય વર્ષ 2022-23 (AY 2022-23) માં મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં ઓછી છે, તો તમારે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું ફરજિયાત નથી. જો કે બેઝિક છૂટની લિમિટ તમે કઈ આવકવેરા વ્યવસ્થા પસંદ કરી છે તેના પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિએ નાણાકીય વર્ષ 2022-23માં જૂની કર વ્યવસ્થા પસંદ કરી હોય તો મૂળભૂત મુક્તિ મર્યાદા વ્યક્તિની ઉંમર પર પણ નિર્ભર રહેશે. જો કોઈએ નવી કર વ્યવસ્થા પસંદ કરી હોય, તો મૂળભૂત મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયા છે. જો કે જો તમારી આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતા ઓછી હોય તો ITR ફાઇલ કરવું જરૂરી નથી, પરંતુ તેમ છતાં જો તમે ITR ફાઇલ કરો છો, તો તે એક સારો નિર્ણય ગણવામાં આવે છે. 

Nil ITR શું છે?
Nil ITR એ ITR છે જેમાં કરદાતા પર કોઈ કર જવાબદારી નથી. મતલબ કે તમારા પર કોઈ ટેક્સ નથી લાગતો, છતાં તમે ITR ભરો છો, તો તે Nil ITR રહેશે. કપાત અને છૂટનો દાવો કર્યા પછી કરદાતાની ચોખ્ખી કુલ આવક મૂળભૂત થ્રેશોલ્ડ મર્યાદા કરતાં ઓછી રહે તો પણ કોઈ કર વસૂલવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં ભરેલ ITR ને Nil ITR પણ કહેવાશે. 'સેક્શન 87A હેઠળ મુક્તિ મેળવ્યા પછી ચોખ્ખી કર જવાબદારી શૂન્ય થઈ જાય તેવા કિસ્સાઓ હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં પણ રિટર્ન ફાઇલ કરવામાં આવશે તેને Nil ITR તરીકે ઓળખવામાં આવશે.'

NIL ITR શા માટે ભરવું જોઈએ?
તમે કોઈપણ ટેક્સ ભરવા માટે જવાબદાર ન હોવ તો પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું સમજદારીભર્યું છે. આ તે નાણાકીય વર્ષ માટે તમારી આવક રેકોર્ડ પર લાવે છે. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. આ સિવાય જો તમે હોમ લોન લો છો તો પણ તમે આ ITR બતાવી શકો છો.

Nil ITR ફાઇલ કરવાના ફાયદા

લોન લેવી સરળ બનશે
ઈન્કમ ટેક્સ રિટર્ન ભારત સરકાર તરફથી આવકના પુરાવાના પ્રમાણિત દસ્તાવેજ તરીકે કામ કરે છે. આ સિવાય ધિરાણ આપતી બેંકો અને સંસ્થાઓને ITR સબમિટ કરવાથી લોન મંજૂરીની પ્રક્રિયા સરળ બની શકે છે.

શિષ્યવૃત્તિ મેળવવી સરળ બનશે
કેટલાક શિષ્યવૃત્તિના કેસોમાં, તેના માટે અરજી કરનારા વિદ્યાર્થીઓએ તેમના આવકવેરા રિટર્નનો પુરાવો સબમિટ કરવાની જરૂર પડી શકે છે.' ઉદાહરણ તરીકે, કેટલીક વિશેષ સરકારી શિષ્યવૃત્તિઓ છે, જે મુજબ સમગ્ર પરિવારની આવક ચોક્કસ મર્યાદાથી ઓછી હોવી જોઈએ.

વિઝા
વિઝા અધિકારીઓને વિદેશી મુસાફરીની મંઝુરી આપવા માટે સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોના ITRની જરૂર પડે છે. આનું કારણ એ છે કે, જે વિદેશમાં પ્રવાસ કરવા ઈચ્છે છે તેણે વિઝા આપતા પહેલા તેમની આવકનું સ્તર ચકાસવું પડશે. તેથી, વિઝા અરજી કરતી વખતે ITR, બેંક સ્ટેટમેન્ટ અને અન્ય નાણાકીય દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ