બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / What happened in the Lok Sabha was the conspiracy of the Khalistan terrorist pageShocking statement of Pakistani expert

સુરક્ષામાં ચૂક / લોકસભામાં જે કઈ થયું તે માટે ખાલિસ્તાની આંતકી પન્નુંનું કાવતરું? સંસદમાં સુરક્ષા ચૂક મામલે પાકિસ્તાની એક્સપર્ટનું ચોંકાવનારું નિવેદન

Megha

Last Updated: 08:31 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદ ભવન પરના હુમલાની ઘટનામાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુનું કનેક્શન સામે આવ્યું, થોડા સમય પહેલા પન્નુએ આવો હુમલો કરવાની ધમકી પણ આપી હતી.

  • સંસદની અંદર લોકસભામાં સુરક્ષાની ખામીની વધુ એક ઘટના સામે આવી 
  • 'કલર બોમ્બ' ફોડવાની ઘટનામાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુનું કનેક્શન છે
  • થોડા સમય પહેલા પન્નુએ સસંદ પર હુમલો કરવાની ધમકી પણ આપી હતી

સંસદમાં ઘુસીને સાંસદોના જીવ અધ્ધર કરી મૂકનારી ઘટનામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. સંસદ હુમલાની 22મી વરસી પર બુધવારે લોકસભામાં સુરક્ષામાં મોટી ચૂક થઈ ગઈ હતી, જેના કારણે દેશભરમાં હલચલ મચી ગઈ હતી. લોકસભામાં ઘુસેલો યુવાન સાગર શર્મા ભાજપ સાંસદ પ્રતાપ સિંહાના પાસ પર સંસદની અંદર દાખલ થયો હતો. તે વિઝીટર ગેલેરીમાંથી નીચે કૂદ્યો હતો અને જૂતામાંથી પીળા રંગનો સ્પ્રે કાઢીને છાંટી દીધો હતો જેને કારણે ગૃહમાં પીળો ધૂમાડો ફેલાયો હતો અને સાંસદોમાં અફરાતફરી મચી હતી. 

woman and youth ruckus outside Parliament sprayed with color gas raised slogans accused identified as Neelam and Anmol Shinde

પાકિસ્તાની નિષ્ણાતે કહ્યું કે નવાઈની વાત છે કે ભારતની નવી સંસદમાં આવી ઘટના બની શકે? સુરક્ષા વ્યવસ્થામાં શું કમી હતી જેના કારણે બે લોકો 'કલર બોમ્બ' લઈને સંસદમાં ઘૂસ્યા હતા. સંસદ સંકુલમાં હાજર સુરક્ષાકર્મીઓએ કેવા પ્રકારની તપાસ કરી, જેના કારણે આવી સંવેદનશીલ બાબતો સંસદની અંદર પહોંચી. આ ખરેખર ચિંતાનો વિષય છે, કારણ કે આ હુમલો એ જ દિવસે થયો હતો જે દિવસે સંસદ પર હુમલો થયો હતો.

સાથે જ તેણે કહ્યું કે સંસદ ભવનની અંદર અને બહાર 'કલર બોમ્બ' ફોડવાની ઘટનામાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુનું કનેક્શન છે. જો કે આની પાછળ એક મોટું કારણ એ છે કે થોડા સમય પહેલા પન્નુએ સસંદ પર હુમલો કરવાની ધમકી પણ આપી હતી. હવે ગુરપતવંત સિંહ પન્નુના સંપર્કમાં હતા કે નહીં તે તપાસનો વિષય છે. તપાસ બાદ જ સત્ય બહાર આવશે, કારણ કે ધરપકડ કરાયેલા આરોપીઓ અલગ-અલગ શહેરોના રહેવાસી છે, જેમના વિશે જાણવા મળ્યું હતું કે આ તમામ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ 'કલર બોમ્બ' ફોડીને સંસદભવનમાં હંગામો મચાવવાનો પ્લાન બનાવ્યો હતો. એક આરોપી સાગર શર્માના પરિવારનું કહેવું છે કે તેમને ખ્યાલ નહોતો કે તેમનો દીકરો આવું કામ કરી શકે છે.

parliament security breach case delhi police register fir under uapa six accused arrested till now

સંસદ ભવનમાં ઘુસીને આતંક ફેલાવવાનો ચારેય આરોપીઓનો શું હેતુ હતો? આ ઘટનામાં તેમને કોણે મદદ કરી? આરોપીઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા અને સંસદ ભવનમાં બનેલી ઘટનાઓમાં વિદેશી કનેક્શન છે? એવા અનેક સવાલો છે જેના જવાબો તપાસ એજન્સીઓને આરોપીની પૂછપરછ બાદ મળશે, પરંતુ જે રીતે 22 વર્ષ પહેલાની ભૂલ ફરી એકવાર થઈ છે તે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. સંસદની સુરક્ષામાં ક્ષતિ એ ગંભીર બાબત છે. સંસદને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે. વડાપ્રધાનથી લઈને મંત્રીઓ, સાંસદો, મોટા નેતાઓ સંસદમાં આવતા-જતા રહે છે. 

ગઇકાલે સંસદમાં જે ઘટનાક્રમ થયો હતો એવો જ કઈંક 22 વર્ષ પહેલા પણ થયો હતો અને આવી જ અફરાતફરી પણ મચી હતી. 13 ડિસેમ્બર 2001નો એ દિવસ હતો જ્યારે લશ્કર અને જૈસ-એ-મોહમ્મદના પાંચ આતંકીઓ એ જૂના સંસદભવન પર હુમલો કર્યો હતો. બપોરનો સમય હતો અને લોકસભામાં શૂન્ય કાળ ચાલી રહ્યો હતો. પશ્ચિમ બંગાળથી ભાજપ સાંસદ સ્વગેન મુર્મૂ ભાષણ આપી રહ્યા હતા એ સમયે અચાનક વિઝિટર ગેલેરીમાંથી કોઈના કૂદવાનો આવાજ આવ્યો. સાંસદને થયું કે કોઈ ગેલેરીમાંથી પડી ગયું પણ એ સમયે જ અચાનક એક વ્યક્તિ બેન્ચ થી બેન્ચ કૂદવા લાગ્યો. તેણે જોઈને એવું લાગી રહ્યું હતું કે ટે સ્પીકર પાસે પંહોચવા માંગે છે. એ સમયે પણ સાંસદોમાં આવી જ અફરાતફરી મચી ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ