બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Weather update A thick layer of fog in delhi this morning rainfall imd alert

Weather Updates / ગજબ મોસમ છે! દિલ્હીમાં ડિસેમ્બર જેવી ધુમ્મસ, નોઇડામાં તો વૉચમેને તાપણું કરવું પડ્યું

Megha

Last Updated: 10:24 AM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે મે મહિનામાં ગરમીનો પારો 41 ડિગ્રીની ઉપર રહે છે પણ અત્યારે માહોલ એવો છે કે ગરમી નથી, એસી બંધ છે અને ઠંડા પવન અને ઘટી રહેલા પારાને કારણે ચાદર ઓઢીને સૂવું પડે છે.

  • વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો
  • મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નવ ડિગ્રી ઓછું નોંધાયું હતું
  • રાજધાની દિલ્હીમાં આજે સવારથી ધુમ્મસનું જાડું પડ છવાઈ ગયું છે

દિલ્હીમાં મે મહિનાના ત્રણ દિવસમાં પડેલા વરસાદે આખા મહિનાનો ક્વોટા પૂરો કરી દીધો છે. જણાવી દઈએ કે સામાન્ય રીતે મે મહિનામાં 30.7 મીમી વરસાદ પડે છે પણ અત્યાર સુધીમાં એટલે કે ફક્ત ત્રણ દિવસમાં 35.7 મીમી વરસાદ નોંધાયો છે. જણાવી દઈએ કે 1 મેના રોજ સરેરાશ 14.8 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે બુધવારે સાંજે 5.30 વાગ્યા સુધી 20.9 મીમી વરસાદ નોંધાયો હતો અને હજુ વરસાદ ચાલુ છે. સાથે જ વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નવ ડિગ્રી ઓછું નોંધાયું હતું. 

આ સાથે જ રાષ્ટ્રીય રાજધાનીના અનેક ભાગોમાં આજે સવારે ધુમ્મસનું જાડું પડ છવાઈ ગયું છે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોથી લઈને પર્વતો સુધી હવામાન રોજેરોજ નવા રંગ દેખાડી રહ્યું છે. ક્યારેક વરસાદ પડે છે તો ક્યારેક પહાડોમાં બરફ પડવા લાગે છે. સામાન્ય રીતે મે મહિનામાં ગરમીનો પારો 41 ડિગ્રીની ઉપર રહે છે પણ અત્યારે માહોલ એવો છે કે ગરમી નથી, એસી બંધ છે અને ઠંડા પવન અને ઘટી રહેલા પારાને કારણે ચાદર ઓઢીને સૂવું પડે છે. 

નોંધનીય છે કે મે મહિનાની શરૂઆતથી પડેલો વરસાદ બુધવારે પણ ચાલુ રહ્યો હતો. ગઇકાલે સવારે હવામાન ખુલ્લું હતું અને સખત તડકો હતો, એવું લાગતું ન હતું કે વરસાદ પડશે પણ બપોરે 12 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એક વાગ્યા સુધીમાં વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. અનેક જગ્યાએ કરા પણ પડ્યા હતા. મોડી સાંજ સુધી વરસાદનો આ સિલસિલો ચાલુ રહ્યો હતો. તેના કારણે મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય કરતાં નવ ડિગ્રી ઓછું અને લઘુત્તમ તાપમાન 20.1 ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું. 

જો કે આ અઠવાડિયે હવામાન લગભગ આવું જ રહેશે તે પછી તાપમાન વધવા લાગશે. જણાવી દઈએ એક હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 1 મેના રોજ આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સોમવાર અને બુધવારે વરસાદ પડ્યો હતો. એવામાં હવે શુક્રવારે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ તે એટલું અસરકારક રહેશે નહીં. જેના કારણે રવિવાર સુધી કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ