બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / ways your brain is shrinking and what to do about it

હેલ્થ ટિપ્સ / જો તમને છે આવી આદત, તો આજથી જ છોડી દેજો, નહીં તો ધીરે-ધીરે સંકોચાઇ શકે છે મગજ

Bijal Vyas

Last Updated: 04:35 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેમ માનવ શરીરમાં પરિવર્તનો આવે છે તેમ મનમાં પણ ઘણા ફેરફારો થાય છે. જ્યારે વ્યક્તિ 30 થી 40 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેનું મગજ ધીમે ધીમે સંકોચવા લાગે છે.

  • જેમ વ્યક્તિની ઉંમર ઘટવા લાગે છે તેમ મગજ સંકોચવાની પ્રક્રિયા ઝડપી બને છે
  • જે લોકોને વધુ પડતુ દારૂ પીવાની લત હોય છે, તેમનું મગજ પણ સંકોચવા લાગે છે
  • ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગને કારણે આજની યુવા પેઢીનું મગજ સંકોચાઈ રહ્યું છે

About Brain: જેમ માનવ શરીરમાં પરિવર્તનો આવે છે તેમ મનમાં પણ ઘણા ફેરફારો થાય છે. જ્યારે વ્યક્તિ 30 થી 40 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેનું મગજ સંકોચવા લાગે છે. હવે તમે વિચારશો કે તમે કપડા સંકોચવાની વાત તો સાંભળી હશે, પણ શું ખરેખર મગજ પણ સંકોચાઈ જાય છે. હા, 30-40 પછી મગજ ધીમે ધીમે સંકોચવા લાગે છે અને જેમ વ્યક્તિ 60 વર્ષની ઉંમરે પહોંચે છે તેમ તેમ મગજ ઝડપથી સંકોચવા લાગે છે. તો આવો જાણીએ કોઇ રીતથી મગજ સંકોચાય છે અને તેની પ્રક્રિયા કેવી રીતે થાય છે ?

હકીકતમાં મગજ ક્યારેય સંપૂર્ણ સંકોચતું નથી, પરંતુ તે કેટલીક જગ્યાએ ધીમે ધીમે અને કેટલીક જગ્યાએ ઝડપથી સંકોચાય છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર ઘટવા લાગે છે તેમ તેમ મગજ સંકોચવાની પ્રક્રિયા ઝડપી બને છે. મગજ કેવી રીતે સંકોચવા લાગે છે તેના કારણોની પણ ચર્ચા કરીએ...

Topic | VTV Gujarati

મગજ સંકોચાવુ કોને કહેવાય?
આજની આધુનિક લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાનપાનની સાથે સાથે ઘર-પરિવાર અને ઓફિસનો તણાવ એટલો વધી ગયો છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ માનસિક તણાવ અને સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યો છે. કોઈની પાસે ઓછી અને કોઈની પાસે વધારે છે પરંતુ દરેક વ્યક્તિ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે જેના કારણે તેને શારીરિક નુકસાન થઈ રહ્યું છે. મગજ સંકોચાઈ જવાથી આપણો મતલબ એવો થાય છે કે આપણું મગજ સુસ્ત થઈ જાય છે, યોગ્ય રીતે કામ કરતું નથી, તેમજ મગજનો તે ભાગ જે વધુ ને વધુ વસ્તુઓ યાદ રાખી શકતો નથી. મેડિકલ સાયન્સની ભાષામાં તેને હિપ્પોકેમ્પસ કહે છે. એટલે કે, હિપ્પોકેમ્પસનું સંકોચન. આ સમસ્યા વધુ નાની ઉંમરમાં જોવા મળે છે.

ક્રોનિક બેક પેન 
વર્ષ 2004માં થયેલા એક અભ્યાસ મુજબ, જે લોકોને વારંવાર બેક પેનની સમસ્યા રહે છે, તેમને મગજ સંકોચાવાની સમસ્યા 11 ટકા વધારે હોય છે. બેકપેન અને મગજની વચ્ચે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કામ કરે છે જે મસલ્સને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તે કોઇપણ વ્યક્તિને યાદ રાખવાની શક્તિ અને સાંભળવા મજબૂત રાખે છે. 

દારુ 
જે લોકોને વધુ પડતુ દારૂ પીવાની લત હોય છે, તેમનું મગજ પણ સંકોચવા લાગે છે. સંશોધકના મતે વધુ પડતા આલ્કોહોલ પીવાથી મગજ પર ગંભીર અસર થાય છે.

વાઈફાઈ વાપરતા હોય તો સાવધાન.! ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ મેન્ટલ હેલ્થ માટે છે  ખતરનાક, નિષ્ણાંતોએ કર્યો દાવો | Using Wifi is dangerous for mental health

ઇન્ટરનેટની લત 
ઈન્ટરનેટનું વ્યસન મગજને પણ સંકોચાઈ શકે છે. જૂનમાં થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગને કારણે આજની યુવા પેઢીનું મગજ સંકોચાઈ રહ્યું છે. આ સમસ્યા 10 થી 20 ટકા કેટલાક યુવાનોમાં જોવા મળી હતી.

ઊંઘ પૂરી ના થવી
આવા લોકો જે 6-8 કલાકની ઊંઘ પૂરી નથી કરતા તેમને મગજ સંકોચાઈ જવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. જે લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે, તેમની આ સમસ્યા થવાની શક્યતા વધી જાય છે. જે લોકો ઓછી ઊંઘ લે છે તેમના મગજ સંકોચાઈ જવાની સમસ્યા ઝડપથી વધી જાય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ