બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VTV's special conversation with Hasmukh Patel about Talati exam

ગાંધીનગર / VTV EXCLUSIVE : તલાટીના ઉમેદવારો માટે હસમુખ પટેલે શું આપ્યો ખાસ સંદેશ?, પોલીસને પણ ખાસ ટ્રેનિંગ

Dinesh

Last Updated: 06:44 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, તલાટીની પરીક્ષાને લઈ ઉમેદવારોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રયત્નો કર્યા છે

  • તલાટીની પરીક્ષાને લઇ હસમુખ પટેલનું નિવેદન
  • 'પોલીસ અસમાજિક તત્વો સામે ચાંપતી નજર રાખી રહ્યું છે'
  • 'ડમી ઉમેદવારોને પકડવા માટે પોલીસને તાલીમ અપાઈ છે'


7 મે ના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાનારી છે. પરીક્ષાના તમામ આયોજન સાથે ઉમેદવારોને માર્ગદર્શન મળે તે માટે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ સાથે વીટીવીએ ખાસ વાતચીત કરી છે. તેમણે વ્યવસ્થા અંગે કહ્યું કે, દરેક જિલ્લાએ વ્યવસ્થા સરસ રીતે ગોઠવી છે ત્રણ જિલ્લાઓને બાદ કરતા દરેક જિલ્લામાં પરીક્ષા છે.

ગેરરીતિ  મામલે ચાંપતી નજર
પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ગયા શનિવારે જિલ્લા પરીક્ષા સમિતી જેમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી છે. પરીક્ષા માટે સ્ટાફની નિમૂણક થઈ ગઈ છે તેમજ તાલીમ પણ અપાઈ ગઈ છે. તેમજ મુખ્ય સચિવે પણ સમીક્ષા બેઠક કરી લીધી છે, તંત્ર તૈયાર છે. તેમણે કહ્યું પોલીસ અને રાજ્યના ઈન્ટેલિજન્ટની આ પરીક્ષામાં ગેરરીતિ મામલે તેમજ અસમાજિક તત્વો સામે ચાંપતી નજર રાખી રહ્યું છે. 

વધારાની બસોની પણ વ્યવસ્થા 
હસમુખ પટેલે સુવિધાને લઈ કહ્યું કે, ઉમેદવારો પરીક્ષાસ્થળ સુધી પહોંચી શકે તે માટે જીએસઆરટીસીએ વધારાની બસોની પણ વ્યવસ્થા કરી છે તેમજ રેલવે વિભાગ પણ વધારાની ટ્રેનની વ્યવસ્થા કરી રહી છે અમે તેમના સંપર્કમાં જ છીએ એટલે કે, સંપૂર્ણ વ્યવસ્થાઓ થઈ ગઈ છે. 

'રાજ્યનું પોલીસ તંત્ર સાબદુ છે'
વિદ્યાર્થીઓને તકેદારીને લઈ હસમુખ પટેલે જણાવ્યું કે, તેમારે ખાસ એજ ધ્યાને રાખવાનું કે, તેમ કોઈની વાતમાં આવો નહીં. તેમણે કહ્યું ગત પરીક્ષા વખતે પણ સુરતમાં બે એવો લોકો હતા કે, જે દાવો કરતા હતાં કે, અમારી પાસે પેપર છે તેવા લોકોને પકડી લેવામાં આવ્યા હતાં. તેમણે કહ્યું કે, લીક થયેલું પેપર પણ પોલીસે પકડી પાડ્યું હતું એટલે કે, રાજ્યનું પોલીસ તંત્ર સાબદુ છે. તેમણે ઉમેર્યું કે, ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલી સૂચનાઓ વાંચી લેવી જોઈએ તેમજ એડવાન્સ તમામ તૈયારી કરી લેવી જોઈએ. પરીક્ષા વ્યવસ્થામાં સહકાર આપવો તેમજ ક્યાંય પણ મુશ્કેલી લાગે તો અમારી હેલ્પલાઈન પર સંપર્ક કરવો તેમજ જિલ્લાઓમાં પણ હેલ્પલાઈન શરૂ કરાઈ છે તેમજ કોઈ પણ જગ્યાએ ગેરરીતિની માહિતી હોય તો જિલ્લાના પોલીસ તંત્રને જાણ કરો.

સાદી કાંડા ઘડિયાળ લઈ જઈ શકાશે 
તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાદી કાંડા ઘડિયાળ લઈ જઈ શકશે તેવી અમે સુચના આપી છે તેમજ ઉમેદવારોનો સામાન પરીક્ષા ખંડ નજીક નહી પરંતુ સ્કૂલ કેમ્પસમાં દરવાજાની નજીક રાખવા આયોજન કરવાનું પણ કહ્યું છે અને જેનો પોલીસ ધ્યાન રાખશે. ઉમેદવારોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રયત્નો કર્યા છે. તેમણે કહ્યું કે, ડમી ઉમેદવાર હોય તો તેને કઈ રીતે પકડવું તેની પોલીસને તાલીમ પણ આપી છે તેમજ વર્ગખંડ નરીક્ષક પણ ઉમેદવારો ગેરરીતિ ન કરે તે માટે ચાંપતી નજર રખાશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ