બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Voters surrounded the candidates and protested

જનતા વિફરી / VIDEO: ગુજરાતમાં પ્રજાએ બતાવ્યો પાવર! કોંગ્રેસ હોય કે BJP, નેતાઓને ઘેરી-ઘેરીને સવાલ કર્યા

Dinesh

Last Updated: 06:31 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રજા જ રાજા: ઠેર ઠેર મતદારોએ ઉમેદાવરોનો ઘેરાવ કરી વિરોધ કર્યો છે ગણદેવીમાં રાકેશ દેસાઈનો લોકોએ ઘેરાવો કર્યો તો બીજી તરફ જામનગરમાં રાઘવજી પટેલે સભા અધૂરી છોડી ગયા તો વાવમાં ગેનીબેનને અટકાવી કર્યો વિરોઘ

  • ઠેર ઠેર મતદારોએ ઉમેદવારોનો ઘેરાવ કરી વિરોધ કર્યો
  • ગણદેવીના અંચેલીમાં રાકેશ દેસાઈનો લોકોએ ઘેરાવો કર્યો
  • સ્થાનિકોએ વાવમાં ગેનીબેનને અટકાવી કર્યો વિરોઘ
  • રાઘવજી પટેલે સભા અધૂરી છોડી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. આજે ગુજરાતની વિવિધ વિધાસભા બેઠકોના ઉમેદવારોને કડવા અનુભવ થયા છે. લોકોએ કોંગ્રેસ હોય કે BJPના ઉમેદાવર ઘેરી-ઘેરીને સવાલ કર્યા છે

 ગણદેવીના અંચેલીમાં રાકેશ દેસાઈનો લોકોએ ઘેરાવો કર્યો
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી અને તેની આસપાસના લગભગ 19 ગામોના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગામમાં વિવિધ જગ્યાએ 'ટ્રેન નહીં તો વોટ નહીં'ના પોસ્ટર-બેનરો જોવા મળી રહ્યા છે. જેમાં એવું પણ લખેલું છે કે ગામમાં કોઈપણ રાજકીય પક્ષના કાર્યકરોએ ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં. એવામાં ગતરોજ અંચેલી ગામે પ્રચારમાં ગયેલા ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈનો લોકોએ ઘેરાવો કર્યો હતો. લાંબા સમયથી ટ્રેનની રજૂઆતનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ તેમનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, અંચેલી ગામથી માત્ર 15 કિમી દૂર કેશલી ગામમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. જુઓ આ વીડિયો....

રાઘવજી પટેલે સભા અધૂરી છોડી
જામનગરના નવા નાગના ગામે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી ગ્રામજનોએ રાઘવજી પટેલનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન રાજકીય આગેવાનો તેમજ ઉમેદવારો સમક્ષ લોકો દ્વારા ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. લાંબા સમયથી સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ ન આવ્યું હોવાથી પ્રચાર અર્થે ગામમાં આવેલા રાઘવજી પટેલને લોકોએ ઉગ્ર રજૂઆત કરતા રાઘવજી પટલે સભા અધૂરી છોડીને ચાલતી પકડી હતી. જુઓ આ વીડિયો...
રાઘવજી પટેલનો જામનગર ગ્રામ્યમાં વિરોધ

 

રાપરમાં કોંગ્રેસના બચુભાઈ અરેઠીયાનો વિરોધ
કચ્છ જિલ્લાની રાપર બેઠક ઉપર કોંગ્રેસે બચુભાઈ અરેઠીયાને ટિકિટ આપી છે. જોકે ચૂંટણી પ્રચારમાં રાપર ધારાસભ્ય સંતોકબેન અરેઠીયા અને તેમના પતિ એટલે કે હાલમાં રાપર સીટ પરથી કોંગ્રસના ઉમેદવાર બંનેનો વિરોધ થયાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પ્રચારમાં પહોંચેલા સંતોકબેન અરેઠીયા અને બચુભાઈ અરેઠીયાને સ્થાનિકોએ અનેક આક્ષેપો સાથે સવાલો કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. જુઓ આ વીડિયો...

 

વિજયનગરના જોરાવરનગર ગામે અશ્વિન કોટવાલના વિરોધ 
ખેડબ્રહ્મા બેઠકના ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વિજયનગરના જોરાવરનગર ગામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિકો દ્વારા અશ્વિન કોટવાલના વિરોધ કર્યો છે. જે વીડિયોમાં સ્થાનિકો નેતાજીને પ્રશ્ન પૂછી રહ્યા છે કે, કોરોનામાં કેમ મદદ કરી શક્યા નથી. ગામમાં વિકાસના કામો ન થયા હોવાની સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. રોષે ભરાયેલા સ્થાનિકોને પક્ષપલટો કરનાર ઉમેદવાર અશ્વિન કોટવાલે જવાબ આપ્યો હતો કે, તમારા વ્યક્તિગત જવાબ આપવા માટે બંધાયેલો નથી. તેમણે કહ્યું કે, ગામ લોકોએ મત આપવા હશે તો મને મત આપશે.જુઓ આ વીડિયો...


 

ભાજપના ઉમેદવારને લોકોએ કર્યા સવાલો 
મહેસાણા જિલ્લાની 7 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના 21 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. બહુચરાજીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપે સુખાજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે અમૃતજી (ભોપાજી) ઠાકોર અને આમ આદમી પાર્ટીએ સાગર રબારીને ટિકિટ આપી છે. ત્રણેય ઉમેદવારોએ પોતાના પ્રચારનો ધમધમાટ તેજ કરી દીધો છે, ત્યારે બહુચરાજીના મોહનપુરા ગામમાં પ્રચાર અર્થે આવેલા સુખાજી ઠાકોરને મોટી દાઉ ખુમાપુરા વચ્ચે બ્રિજ નહીં બનતા સ્થાનિકોએ સવાલો કર્યા હતા. વર્ષ 2017માં ખાતમુહૂર્ત કર્યા બાદ બ્રિજનું કામ હજુ સુધી હાથ ધરવામાં ન આવતા લોકોએ સવાલો કર્યા હતા.

 


સ્થાનિકોએ વાવમાં ગેનીબેનને અટકાવી કર્યો વિરોઘ
વાવના ધોભા ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર અર્થે પહોંચ્યા હતા. જ્યાં અચાનક ગામના કેટલાક વ્યક્તિઓએ તેમનો વિરોધ કર્યો હતો. આ સાથે સ્થાનિકોએ ગેનીબેનને ગામમાં પ્રચાર કરતા પણ અટકાવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ સાથે ધોભા ગામમા પ્રચાર દરમ્યાન ગેનીબેનનો સ્થાનીકોએ ઘેરાવો પણ કર્યો હતો. 

p>

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ