બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Visavdar AAP MLA Bhupat Bhayani clarified

ખુલાસો / જનતાને હું સ્પષ્ટ સંદેશ આપું છું કે હું...: ભાજપમાં જોડાવા અંગે AAPના MLA ભુપત ભાયાણીની સ્પષ્ટતા

Malay

Last Updated: 09:00 AM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના તેવર બદલાયા છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે હું આમ આદમી પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કામ કરતો રહીશ.

  • વિસાવદરના AAPના MLAના તેવર બદલાયા
  • MLA ભૂપત ભાયાણી AAPમાં રહી આક્રમતાથી લડશે
  • હું AAP પાર્ટીમાં જ છું વફાદાર સૈનિક તરીકે રહીશઃ ભુપત ભાયાણી 
  • બે દિવસ પહેલા ભાજપમાં જોડાવાની ચાલી હતી ચર્ચા 

ધારાસભ્યોના શપથગ્રહણ સમારોહ પહેલા મીડિયામાં સમાચારો વહેતા થયા હતા કે વિસાવદર બેઠક પરથી AAPની ટિકિટ પર ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. જે બાદ મતદારોમાં ભારે રોષ જોવા મળતા ભૂપત ભાયાણીએ સ્પષ્ટતા કરી છે. તેમણે એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે,  હું આમ આદમી પાર્ટીમાં જ છું વફાદાર સૈનિક તરીકે રહીશ.

મતદારોના રોષનો ભોગ બનેલા ભુપત ભાયાણીએ કરી સ્પષ્ટતા 
ભૂપત ભાયાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યુ કે, મારા વિશે જે ખોટો મેસેજ વાયરલ થયા છે તે મામલે સ્પષ્ટ ખુલાસો આપવા માગું છુ. હું આપ પાર્ટીનો એક વફાદાર સૈનિક છું. તેમજ જનતાએ મારા પર વિશ્વાસ મૂકી મને ભવ્ય જીત અપાવી છે. ત્યારે મેં જનતા સાથે કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી. તો મારા વિશે જે કોઈપણ વાત સાંભળવામાં આવે અથવા મીડિયામાં મારા વિશે સમાચાર સાંભળવામાં આવે તો વિસાવદરની જનતાને હું સ્પષ્ટ સંદેશ આપુ છું કે હું કોઈ પાર્ટીમાં જોડાવનો નથી. હું આમ આદમી પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કામ કરવાનો છું. જેની હું આ વીડિયોના માધ્યમથી ખાતરી આપું છું.

વિસાવદરથી  ભૂપત ભાયણી જીત મેળવવામાં સફળ રહ્યા 
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભાજપને અલવિદા કહીને આપમાં જોડાયેલા અને વિસાવદર વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી. જેમાં ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. 

મીડિયામાં વહેતા થયા હતા સમાચાર
ચૂંટણી જીત્યા બાદ મીડિયામાં એવા સમાચારો વહેતા થયા હતા કે ભૂપત ભાયાણી ભાજપમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેઓ ગાંધીનગર ખાતે તેઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કરશે. જોકે, તેઓએ હવે આ સમાચારોને પાયાવિહોણા જણાવ્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ