બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli will create history as soon as he scores six runs, till now no Indian has been able to do this

સ્પોર્ટસ / માત્ર 6 રન..અને કોહલી રચી દેશે 'વિરાટ' ઈતિહાસ, કોઈ ભારતીય નથી કરી શક્યો આવું

Vishal Dave

Last Updated: 05:46 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોહલી આવું કરનાર વિશ્વનો છઠ્ઠો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બનશે. વિદેશી બેટ્સમેનોમાં ક્રિસ ગેલ, શોએબ મલિક, કિરોન પોલાર્ડ, એલેક્સ હેલ્સ અને ડેવિડ વોર્નરે પણ આ સિદ્ધિ મેળવી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં તમામની નજર આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર ટકેલી છે. કોહલી પાસે આ મેચ દરમિયાન મોટો રેકોર્ડ બનાવવાની તક છે.

T20 ક્રિકેટમાં 12 હજાર રન પૂરા કરશે 

વાસ્તવમાં, વિરાટ કોહલી આ મેચમાં 6 રન બનાવતાની સાથે જ T20 ક્રિકેટમાં પોતાના 12 હજાર રન પૂરા કરી લેશે. કોહલી આવું કરનાર વિશ્વનો છઠ્ઠો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બનશે. વિદેશી બેટ્સમેનોમાં ક્રિસ ગેલ, શોએબ મલિક, કિરોન પોલાર્ડ, એલેક્સ હેલ્સ અને ડેવિડ વોર્નરે પણ આ સિદ્ધિ મેળવી છે.

આ ક્રિકેટરોએ T20 ક્રિકેટમાં બનાવ્યા છે 12 હજાર કરતા વધારે રન 

તમને જણાવી દઈએ કે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન (14562 રન) બનાવવાનો રેકોર્ડ કેરેબિયન દિગ્ગજ ક્રિસ ગેલના નામે છે. ગેલ પછી શોએબ મલિક (13360), કિરોન પોલાર્ડ (12900), એલેક્સ હેલ્સ (12319) અને ડેવિડ વોર્નર (12065) આવે છે. ભારતીય બેટ્સમેનોમાં કોહલી બાદ રોહિત શર્મા (11156 રન) બીજા ક્રમે છે. જ્યારે શિખર ધવન (9645 રન) ત્રીજા સ્થાને છે. જો કોહલી આ મેચમાં 15 રન બનાવશે તો તે IPLમાં CSK સામે 1000 રન પણ પૂરા કરશે.


T-20 ક્રિકેટમાં સૌથી વધુ રન
• ક્રિસ ગેલ- 463 મેચ, 14562 રન, 36.22 એવરેજ, 22 સદી અને 88 અર્ધસદી.
• શોએબ મલિક- 542 મેચ, 13360 રન, 36.40 એવરેજ, 83 ફિફ્ટી
• કિરોન પોલાર્ડ- 660 મેચ, 12900 રન, 31.46 એવરેજ, 1 સદી અને 59 ફિફ્ટી.
• એલેક્સ હેલ્સ- 449 મેચ, 12319 રન, 29.68 એવરેજ, 6 સદી અને 78 અર્ધસદી.
• ડેવિડ વોર્નર- 370 મેચ, 12065 રન, 37.12 એવરેજ, 8 સદી અને 101 અર્ધસદી.
• વિરાટ કોહલી- 376 મેચ, 11994 રન, 41.21 એવરેજ, 8 સદી અને 91 અર્ધસદી.


આ પણ વાંચોઃ  10 IPL ટ્રોફી જીતાડનાર 2 દિગ્ગજ કેપ્ટનના યુગનો અંત, એકને હટાવાયો, બીજાનું રાજીનામું


વિરાટ કોહલી પાસે પરત ફરશેઃ ડી વિલિયર્સ

વિરાટ કોહલીના IPL 2024માં રમવાને લઈને RCBના ચાહકોમાં ઉત્સાહનું વાતાવરણ છે.  સાઉથ આફ્રિકન ટીમના પૂર્વ પ્લેયર અને આરસીબી ક્રિકેટર એબી ડી વિલિયર્સને પણ કોહલીમાં ઘણો વિશ્વાસ છે. ડી વિલિયર્સને આશા છે કે શુક્રવાર (22 માર્ચ)થી શરૂ થઈ રહેલી IPLમાં કોહલી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

એબી ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, 'વિરાટ કોહલી એક લિજેન્ડ છે, 7000થી વધુ રન, 200 IPL મેચો, તે ખરેખર અવિશ્વસનીય છે. તે જોરદાર પુનરાગમન કરશે, અમે તેને ખૂબ મિસ કર્યો. અમે આગામી સિઝનમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા માટે આતુર છીએ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ