બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli takes break from white-ball cricket, to skip ODIs and T20Is on India's tour of South Africa

ક્રિકેટ / કોહલીને આ શું થયું? વનડે અને ટી-20 નથી રમવા માગતો, BCCI પાસે મોટી માગ કરતાં ફેન્સ ચિંતાતુર

Hiralal

Last Updated: 08:06 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલીને લઈને એક મોટી ખબર સામે આવી છે.

  • વિરાટ કોહલીએ બીસીસીઆઈ પાસે કરી માગ
  • વનડે અને ટી20 ફોર્મેટમાંથી બ્રેક આપો
  • આગામી ટી20 વર્લ્ડ કપ રમશે કે નહીં તે અનિશ્ચિત
  • કોહલી ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે

વિરાટ કોહલીએ બીસીસીઆઈને કહ્યું કે, તેને વનડે અને ટી20 ફોર્મેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેકની જરૂર છે. એટલે કે તે વન ડે અને ટી-20 ફોર્મેટમાં રમવા માંગતો નથી. બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ કારણે તે વન-ડે અને ટી-20 ફોર્મેટમાં રમવા માંગતો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીએ બીસીસીઆઈને કહ્યું કે તે સીમિત ઓવરોના ફોર્મેટ માટે ઉપલબ્ધ નથી. તેમજ તે કેટલો સમય નહીં રમે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોહલીના આ સમાચાર જાણીને ફેન્સ પણ ચિંતાતુર થયાં હતા અને ટ્વિટર પર ચિંતા વ્યક્ત કરતા લાગ્યાં છે. કોહલી ન રમે તે ફેન્સને મંજૂર નથી. 

રોહિત શર્મા રમશે કે નહીં 
વન ડે અને ટી-20 ફોર્મેટને લઈને ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માનું શું સ્ટેન્ડ છે, તે અંગેનું સ્પષ્ટ ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. . રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારત તરફથી છેલ્લે લગભગ એક વર્ષ પહેલા ટી-20 ફોર્મેટમાં રમ્યા હતા. બંને ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપ 2022માં દેખાયા હતા, પરંતુ ત્યાર બાદ બંને ભારત માટે ટી-20 ફોર્મેટ રમ્યા નથી.

7 મહિના બાદ ટી-20 વર્લ્ડ કપ 
7 મહિના બાદ ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી શકે છે, પરંતુ વિરાટ કોહલીના રમવા પર શંકા રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ વિરાટ કોહલી વનડે અને ટી-20 ફોર્મેટ રમવા નથી માંગતો, એવામાં વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપમાં જોવા મળશે કે નહીં, તે તો આવનારો સમય જ બતાવશે.

દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામે ભારત રમશે ટી20 સીરિઝ 
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 3 ટી-20 મેચની શ્રેણી રમશે, વિરાટ કોહલી આ શ્રેણી માટે ઉપલબ્ધ નહીં રહે. આ પછી ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટી-20 શ્રેણી રમશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ