બ્રેકિંગ ન્યુઝ
Dhruv
Last Updated: 10:32 AM, 12 March 2024
Sports: 22 માર્ચ 2024થી IPLનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ચેન્નઇ સુપર કિંગ અને આરસીબીની ટીમ વચ્ચે પહેલી મેચ યોજાવાની છે. ત્યારે IPLમાં એક ખેલાડી એવા છે કે જે દરેક સિઝનમાં એક જ ટીમ તરફથી રમ્યા છે અને આ ખેલાડીનું નામ છે વિરાટ કોહલી.
ADVERTISEMENT
વિરાટ કોહલીના નામે છે ખાસ રેકોર્ડ
વિરાટ કોહલી વર્ષ 2008થી વર્ષ 2023 સુધી IPLની તમામ 16 સિઝન RCBની ટીમ માટે રમ્યા છે. વર્ષ 2008માં કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપ જીતી હતી. ત્યાર બાદ RCBએ કોહલીને ખરીદ્યા હતા. પોતાના ઉમદા પ્રદર્શનથી કોહલીએ ટીમમાં એક ખાસ જગ્યા બનાવી દીધી છે.
વિરાટ કોહલી RCBની ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. 143 મેચમાં RCBના કેપ્ટન રહ્યા હતા. જેમાં 66 મેચમાં જીત થઇ હતી. જ્યારે 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 4 મેચ ડ્રો રહી હતી. IPL 2022 પહેલા કોહલીને RCBની ટીમને 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા
વધુ વાંચોઃટીમ ઈન્ડીયાને તગડો ઝટકો, વર્લ્ડ કપમાંથી આઉટ થયો આ મોટો ખેલાડી, ઋષભ પંતને લેવાશે
ADVERTISEMENT
7000થી વધુ રન બનાવ્યા
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને રન મશીન તરીકે પણ ઓળખાય છે. કોહલીની આક્રમક બેટિંગના સૌ કોઇ પ્રશંસક છે. IPLની એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. તેમણે IPLમાં અત્યાર સુધી 237 મેચમાં 7263 રન બનાવ્યા છે. જેમાં 7 શકત છે. આ સાથે જ તેમણે 50 અર્ધશતક પણ બનાવ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.