બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / viral video of man in bihar climbing tree and one hitting healthworker for not getting vaccine

છે ને આઇટમ! / વેક્સીન ન લગાવવાની જીદ, એકે સ્વાસ્થ્યકર્મી પર હાથ ઉપાડ્યો તો બીજો ઝાડ પર ચઢ્યો, જુઓ Video

Mayur

Last Updated: 03:36 PM, 20 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો વેક્સિન ન લેવા માટે કેટલા નાટક કરી શકે એ જોવું હોય તો આ Viral Video જોઈ લો. તમને એમ થઈ જશે કે હદ છે યાર. Bihar માં એક માણસ તો સ્વાસ્થ્યકર્મીને મારવા લાગ્યો હતો બોલો!

  • વેક્સિન ન લેવી પડે એટલે ઝાડ પર ચડી ગયો 
  • વિડીયો જોઈને હસવું આવશે 
  • સ્વાસ્થ્યકર્મીઓએ માંડ માંડ સમજાવ્યો 


બલિયાથી અમુક એવા વિડીયો સામે આવ્યા છે જેને જોઇને આપને હસવું પણ આવશે તથા સાથે જ સ્વસ્થ્યકર્મીઓની મહેનત તથા પરિસ્થિતિ પર દયા પણ આવશે. વીડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કોવીડ વેક્સીન ન લગાવવી પડે, એટલા માટે ઝાડ પર ચઢી ગયો.


સ્વાસ્થ્યકર્મીઓની મહેનત પર દયા આવશે 

દેશભરમાં વેક્સીનેશન શરુ થયાંને એક વર્ષ થઇ ગયું પરંતુ લોકોનાં મનમાંથી વહેમ જવાનું નામ પણ નથી લઇ રહ્યો. બલિયાથી અમુક એવા વીડીયો સામે આવ્યા છે જેને જોઇને આપને હસવું પણ આવશે તથા સાથે જ સ્વાસ્થ્યકર્મીઓની મહેનત તથા પરિસ્થિતિ પર દયા પણ આવશે. વીડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કોવીડ વેક્સીન ન લગાવવી પડે એટલા માટે ઝાડ પર ચઢી ગયો. ત્યાર બાદ પ્રશાસનનાં લોકોએ વ્યક્તિને ઝાડ પરથી નીચે ઉતારીને તેને કોવીડ વેક્સીનનો ડોઝ આપ્યો. એક અન્ય વીડીયોમાં નદી કિનારે એક નાવિક અધિકારી સાથે જ હાથાપાઈ કરવા લાગે છે તથા તેમને જમીન પર પટકી દે છે.


વેક્સીનેશનને ઝડપી કરવાની કોશિશ
યુપીનાં બલિયામાં વેક્સીનેશનની રફતારને વધારવા માટે સ્વાસ્થ્ય વિભાગની ટીમ હવે ખેતરો, ખલીહન, ગામ તથા નદીના ઘાટો સુધી જઈને લોકોને વેક્સીનેટ કરવા હેતુ એક અભિયાન ચલાવી રહી છે. અહિં લોકો દ્વારા વેક્સીન ન લેવા માટે વેક્સીનેશન ટીમ સાથે હાથાપાઈ, ઉઠા પટક તથા ઝાડ પર ચડીને વેક્સીન ટીમથી ભાગવા અને બચવાની લાઇવ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

વેક્સીનેશનના ડરથી ઝાડ પર ચઢ્યો વ્યક્તિ:
વાયરલ વીડીયોમાં કોવીડ વેક્સીનેશન ટીમની સામે જ વેક્સીન ન લગાવવા માટે એક વ્યક્તિ ઝાડ પર ચઢેલો જોવાં મળી રહ્યો છે જેને વેક્સીન ટીમ સમજાવીને ઝાડ પરથી નીચે ઉતારી રહી છે. વેક્સીન ટીમથી બચવા તથા ભાગવાનો બીજો કિસ્સો પણ યુપીના બલિયાનો જ છે. આ વીડીયો યુપીના બલિયાનો છે. આ વીડીયોને ANIએ પોસ્ટ કરેલ છે, આ વીડીયોને પહેલા બિહારનો બતાવવામાં આવતો હતો પણ પછી સુધાર કર્યાં બાદ બલિયાનો કહેવામાં આવી રહ્યો છે.


નાવિકે પણ ખુબ તમાશો કર્યો
આ વીડીયોમાં એક નાવિકને વેક્સીન લગાવવા હેતુ પહોચેલી ટીમ સાથે નાવિક દ્વારા ટીમને વારંવાર પકડવી, તેમને ઉપાડીને પટકવાથી લઈને ટીમ મેમ્બરનું માસ્ક છીનવી લેવાની તસ્વીરો સાફ દેખાઈ રહી છે. વીડીયોની માનીએ તો જે વ્યક્તિ ઝાડ પર ચઢ્યો છે તે વિકાસ ખંડ રેવતીના ગ્રામ પંચાયત હંડિહા કલાનો છે. બીજો વીડીયો સરયૂ નદીના કિનારે ભચ્ચર કટહા ગ્રામ પંચાયતના એક નાવિકનો છે. બંને વીડીયો ટીકાકરણ અભિયાન દરમિયાનનાં છે

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Vaccination bihar man vaccination climbed tree viral video Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ