બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / VINAYAK RAO POSTER IN aurangabad

વિચિત્ર આઈડીયા / ચૂંટણી લડવા માટે પત્ની જોઈએ છે, આ પાર્ટીના નેતાએ સુકન્યા માટે આખા શહેરમાં લગાવ્યા મોટા મોટા પોસ્ટર

Pravin

Last Updated: 05:10 PM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં એક વ્યક્તિએ શહેરના રસ્તાઓ અને ચોક પર અજીબોગરીબ પોસ્ટર લગાવ્યા છે. જે હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં એક વ્યક્તિએ શહેરના રસ્તાઓ અને ચોક પર અજીબોગરીબ પોસ્ટર લગાવ્યા છે. જે હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હકીકતમાં જે વ્યક્તિએ આ પોસ્ટર લગાવ્યા છે, તેમાં તેણે લખ્યું છે કે, મને નગર નિગમની ચૂંટણી લડવા માટે એક ઘરવાળી જોઈએ છે. આ વ્યક્તિને ત્રણ બાળકો છે, જેના કારણે તે નગર નિગમની ચૂંટણી લડી શકતો નથી. આ બેનર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ શખ્સ વિરુદ્ધ મહિલા સંગઠનોને કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. મહિલાઓએ શહેરના કેટલાય વિસ્તારમાં આ પોસ્ટરને ફાડી નાખ્યા છે.

પ્રથમ પત્નીને નથી કોઈ વાંધો

 પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઐરંગાબાદ શહેરમાં રહેતા રમેશ વિનાયકરાવ પાટિલ પ્લોટિંગનો બિઝનેસ કરે છે. પાટિલને ત્રણ બાળકો પણ છે અને તે નગર નિગમના નિયમ અનુસાર કોઈ મહિલા અથવા પુરૂષને બેથી વધારે બાળકો હોય તો તે ચૂંટણી લડી શકતા નથી. ત્યારે આવા સમયે વિનાયકરાવે નવી પત્ની લાવીને તેની પાસેથી ચૂંટણી લડાવા માગે છે. રમેશ પાટિલના જણાવ્યા અનુસાર તેને બીજા લગ્નની વાત કરી તો, તેની પ્રથમ પત્નીને કોઈ વાંધો નથી. તે પણ સમાજ સેવા કરવા માગે છે.


શહેરના ચોક પર લગાવ્યા પોસ્ટર

વિનાયકરાવે શનિવારે મોડી રાતે ઔરંગાબાદ શહેરના મુખ્ય ચોક પર અમુક પોસ્ટર લગાવ્યા છે. આ બેનરોમાં લખ્યું છે કે, ઔરંગાબાદ નગર નિગમ ચૂંટણીમાં મારે પત્નીને મેદાનમાં ઉતારવી છે. જેના માટે તેમને એક ઘરવાળી જોઈએ છે. જેની ઉંમર 25થી 40 વર્ષ હોવી જોઈએ. ધર્મ અથવા જાતિની કોઈ મહત્વ નથી. વિનાયકરાવે આ બેનર પર પોતાનો નંબર પણ લખાવ્યો છે. જેને લઈને સવારથી તેને આ અંગે ફોન આવી રહ્યા છે.

ઘરવાળી મળતી નહોતી એટલે આવો આઈડીયા અપનાવ્યો

વિનાયક રાવનું કહેવું છે કે તે ચૂંટણી લડી શકતો નથી. પણ તેની બીજી પત્ની ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. આ ઉંમરે તેના માટે કોણ છોકરી હા પાડે. એટલા માટે તેણે આવો વિચાર આવ્યો. શહેરના મુખ્ય ચોક પર ઘણા બધાં લોકો આવે છે. એટલા માટે તેણે અહીં બેનર લગાવવાનો નિર્ણય કર્યો છે. બેનરને જોતા કેટલાય લોકો હેરાન થઈને વિનાયકરાવને ફોન પર સંપર્ક કરી રહ્યા છે. વિનાયકરાવનો દાવો છે કે, કેટલાય લોકોએ પોતાની દિકરીના લગ્ન મારી સાથે કરાવવા માટે રાજી થઈ ગયા છે. 

વિનાયક રાવની રાજકીય સફર

વિનાયકરાવ પોતાની જાતને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના શહેર ઉપાધ્યક્ષ ગણાવે છે. પણ તેઓ પાર્ટીમાં સક્રિય નથી. એટલા માટે તેમને MNS પાર્ટીના મોટા નેતાઓને મળવાનો મોકો નથી મળતો. વિનાયક રાવનું કહેવું છે કે, જો તેના બીજા લગ્ન થઈ જશે તો નગર નિગમની ચૂંટણી લડાવશે અને તેને જીતાડશે.

કેટલીય પાર્ટીઓમાંથી મળી છે ઓફર

વિનાયક રાવે દાવો કર્યો છે કે, આ પોસ્ટર બાદ શિવસેના અને MIM જેવી પાર્ટીના લોકએ તેમનો સંપર્ક સાધી તેમની થનારી વાઈફને ટિકિટ ઓફર કરી છે. રાવે પોતાની પત્નીના નામે જમીન કરી આપવાની પણ જાહેરાત કરી છે. અમુક લોકોનું કહેવું છે કે, બધી જમીન સંપત્તિ વેચીને પોતાની ઘરવાળીને ચૂંટણીમાં જીતાડવા માગે છે.

નગર નિગમે ફરિયાદ નોંધાવી

આ વિવાદાસ્પદ પોસ્ટર્સની જાણકારી મળ્યા બાદ નગર નિગમની ટીમે પહેલા તેને ચોક પરથી હટાવ્યા અને બાદમાં વિનાયક રાવ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ