બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Vikrant Massey's film 12th Fail sent for Oscar, know what is so special, Shubman Gill is also a fan

મનોરંજન / Oscar માટે મોકલવામાં આવી Vikrant Massey ની ફિલ્મ 12th Fail, જાણો એવું તો શું છે ખાસ, શુભમન ગિલ પણ છે ફેન

Megha

Last Updated: 02:29 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિક્રાંત મેસીની ફિલ્મ રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે અને હજુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, ફિલ્મ '12મી ફેલ' 96મા ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી રહી છે.

  • વિક્રાંત મેસીની ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે
  • '12મી ફેલ' ફિલ્મ 96મા ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી છે 
  • ફિલ્મે અત્યાર સુધીમાં 43.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે

બોલીવુડ અભિનેતા વિક્રાંત મેસીની ફિલ્મ '12મી ફેલ' રિલીઝ થઈ ત્યારથી જ સમાચારમાં છે. પહેલા ફિલ્મની વાર્તાએ લોકોને ખૂબ ચોંકાવી દીધા પછી ઓક્સ ઓફીસ પર કમાણી જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. ફિલ્મ રિલીઝ થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે, વિક્રાંત મેસીની ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ફિલ્મ સાથે જોડાયેલ વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. 

વિધુ વિનોદ ચોપરાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી છે. ઓછા બજેટની આ ફિલ્મને ક્રિટિક્સની સાથે દર્શકોનો પણ ઘણો પ્રેમ મળ્યો. આ દરમિયાન ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળેલા વિક્રાંતે એક મોટો ખુલાસો કર્યો છે.   અહેવાલ મુજબ, વિક્રાંત મેસીએ પુષ્ટિ કરી છે કે વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ 12મી ફેલને ઓસ્કાર એવોર્ડ નોમિનેશન માટે સ્વતંત્ર રીતે મોકલવામાં આવી રહી છે.

12મી ફેલ એક IPS અધિકારી મનોજ કુમાર શર્માની વાર્તા કહે છે. આ ફિલ્મ યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ વિશે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે UPSC ની તૈયારી કરવા માટે એક વિદ્યાર્થી કેટલી મહેનત કરે છે અને ઘણી વખત નાપાસ થયા પછી પણ પ્રયાસ કરતા રહે છે. ફિલ્મમાં વિક્રાંત ઉપરાંત પેરી છાબરા, સેમ મોહન, પ્રિયાંશુ ચેટર્જી, જોશી અનંતવિજય, સુકુમાર ટુડુ અને સલીમ સિદ્દીકી પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ હતી.

ફિલ્મે સારું કલેક્શન કર્યું હતું 
ફિલ્મે અત્યાર સુધીમાં 43.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ટૂંક સમયમાં તે 50 કરોડનો આંકડો પાર કરશે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મની બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મો સાથે ટક્કર કરી હતી. જેમાં ટાઈગર 3 અને લીઓ જેવી શાનદાર ફિલ્મોનો સમાવેશ થાય છે.

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગિલ પણ આ ફિલ્મનો ફેન બની ગયો હતો. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કર્યું હતું અને લખ્યું હતું કે તે ખૂબ જ પ્રેરણાદાયક ફિલ્મ છે, વ્યક્તિએ પોતાના સપના પૂરા કરવા માટે ક્યારેય હાર ન માનવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ