બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / VIDEO: Zumi Sonia Gandhi at 10 Janpath, also had lunch with the women with whom Rahul sowed paddy

રાજકારણ / VIDEO : રાહુલે જેમની સાથે ધાન વાવ્યું, તે મહિલાઓ સાથે 10 જનપથમાં ઝુમી સોનિયા ગાંધી, લંચ પણ કર્યું

Vishal Khamar

Last Updated: 06:12 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનિયા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં તે અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. સોનિયા ગાંધી એ મહિલાઓ સાથે નાચગાન કરીને આનંદ વ્યક્ત કરતા જોવા મળે છે. આ ખેડૂત મહિલાઓ સાથે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ ડાંગરનું વાવેતર કર્યું હતું.

  • સોનિયા ગાંધીનો વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • હરિયાણવી ગીતોની ધુન પર નાચગાન કરતો વીડિયો વાયરલ
  • થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ આ મહિલાઓ સાથે ખેતરમાં વાવ્યા હતા ડાંગર

યુપીએ પ્રમુખ સોનિયા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનિયા ગાંધી એ મહિલાઓ સાથે ડાન્સ કરી રહ્યા છે.  આ મહિલાઓ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા ખેતરોમાં ડાંગર વાવ્યા હતા. આ વીડિયો સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત નિવાસસ્થાનનો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ મહિલાઓને આમંત્રિત કર્યા હતા અને તેમની સાથે લંચ પણ લીધું હતું.

વીડિયોમાં મહિલાઓ પ્રિયંકા ગાંધીને ગળે લગાતવી જોવા મળી રહી છે
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સોનિયા ગાંધીના ઘરે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હાજર છે અને સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી રહી છે. સોનિયા ગાંધી પણ આ મહિલાઓ સાથે જમી રહ્યા છે. વીડિયોમાં મહિલાઓ પ્રિયંકા ગાંધીને ગળે લગાવતી જોવા મળી રહી છે. તેમજ તેણીને સ્નેહ કરતી જોવા મળી હતી. વીડિયોમાં સોનિયા ગાંધી પણ મહિલાઓ સાથે હરિયાણવી ગીતોની ધૂન પર નાચગાન કરતા જોવા મળે છે. 

મહિલાઓને લાવવા રાહુલે કાર મોકલી હતી!
સોનિયા ગાંધીએ આ તમામ મહિલાઓને 10, જનપથ ખાતે લંચ માટે આમંત્રણ મોકલ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પહોંચી હતી અને ભોજન લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાઓને સોનીપતથી લાવવા માટે રાહુલ ગાંધીએ ખાસ વ્યવસ્થા કરી હતી. રાહુલે તમામ મહિલાઓને લાવવા માટે કાર મોકલી હતી. 10 જનપથ ઉપરાંત આ મહિલાઓ ઈન્ડિયા ગેટ જોવા પણ પહોંચી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ