બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / VIDEO Son and daughter in law did not feed food to mother, women complained to DSP

મધ્યપ્રદેશ / VIDEO: જનેતાને ખાવાનું પણ નહોતા દીકરા વહુ, DSP ઘરે આવ્યા તો હાથ-પગ દબાવીને માફી માંગવા લાગ્યા

Megha

Last Updated: 10:43 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃદ્ધ મહિલાએ ડીએસપીને અરજીમાં કહ્યું કે તેને ખાવા માટે અનાજ મળી રહે એટલું બસ છે તેને બીજું કઈં નથી જોઈતું. મહિલાની વાત સાંભળીને ડીએસપી તેને કારમાં બેસાડીને તેના ઘરે ગયા હતા.

  • ગ્વાલિયર શહેરમાંથી એક અલગ કિસ્સો સામે આવ્યો
  • વૃદ્ધ મહિલાએ અરજી કરી કે પુત્ર અને પુત્રવધૂ હેરાન કરે છે
  • વૃદ્ધ મહિલાએ કહ્યું ખાવા માટે અનાજ મળી રહે એટલું બસ 

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાંથી એક અલગ કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને લોકો ચોંકી ગયા કે દીકરો પોતાની મા સાથે આવું કેમ કરી શકે. જણાવી દઈએ કે ગ્વાલિયર શહેરમાં તૈનાત ડીએસપી સંતોષ પટેલ શહેરમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા અને એ દરમિયાન રસ્તામાં તેઓ એક વૃદ્ધ મહિલાને મળ્યા હતા. એ સમયએ એ વૃદ્ધ મહિલાના હાથમાં એક અરજી હતી જેમાં લખ્યું હતું કે મહિલાને તેનો પુત્ર અને પુત્રવધૂ હેરાન કરે છે. 

વૃદ્ધ મહિલાએ કહ્યું ખાવા માટે અનાજ મળી રહે એટલું બસ 
જો કે અંહિયા એ વાત મહત્વની છે કે એ મહિલાએ અરજીમાં કહ્યું હતું કે તેને માત્ર ખાવા માટે અનાજ મળી રહે એટલું બસ છે તેને બીજું કઈં નથી જોઈતું. મહિલાની વાત સાંભળીને ડીએસપી સંતોષ પટેલ તેને પોતાની કારમાં બેસાડીને તેના ઘરે ગયા હતા. હાલ સોશિયલ મીડિયા પર એ કિસ્સાનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો ડીએસપીના વીડિયોના વખાણ કરી રહ્યા છે. 

DSP તેને પોતાની કારમાં બેસાડી ને તેના ઘરે લઈ ગયા
જણાવી દઈએ કે આ વીડિયો 14 મેનો છે અને એ સમયે ડીએસપી ઘાટીગાંવ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને રસ્તામાં એક વૃદ્ધ મહિલા ફરિયાદ લઈને આવી રહી હતી. એ મહિલાની અરજી સાંભળ્યા બાદ DSP તેને પોતાની કારમાં બેસાડી ને તેના ઘરે લઈ ગયા હતા અને એ દરમિયાન મહિલાએ રસ્તામાં તેને કહ્યું હતું કે તે ખૂબ જ પરેશાન છે, તેનો પુત્ર અને પુત્રવધૂ તેના પર જમીન વેચવા માટે દબાણ કરી રહ્યા છે અને તેને હેરાન કરી રહ્યા છે.

વિડીયો થયો વાયરલ 
હાલ એ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં જોવા મળે છે કે ડીએસપી સંતોષ મહિલાના ઘરે પહોંચ્યા ત્યારે પુત્ર અને પુત્રવધૂ બંને ડીએસપીની સામે માફી માંગવા લાગ્યા અને વૃદ્ધ મહિલાના પગ દબાવવા લાગ્યા હતા. ડીએસપીને જોઈને વૃદ્ધ મહિલાની પુત્રવધૂ અને પુત્રએ કહ્યું કે તેઓ માતાની સેવા કરશે અને હવે પરેશાન નહીં કરે. આ વીડિયો માટે લોકો ડીએસપી સંતોષ પટેલની પ્રશંસા કરી રહ્યા છે. લોકો કહે છે કે આવા અધિકારીઓ દરેક જગ્યાએ હોવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ