બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: In the ongoing match, 'Ram... Siya... Ram' was played, Virat Kohli jumped with joy, the video went viral.

IND vs SA / VIDEO : ચાલુ મેચમાં વાગ્યું 'રામ... સિયા... રામ', ખુશીથી ઝૂમી ઉઠ્યો વિરાટ કોહલી, વીડિયો થયો વાયરલ

Pravin Joshi

Last Updated: 11:00 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની બીજી અને છેલ્લી મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. આ મેચ દરમિયાન વિરાટ કોહલીના એક્શનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

  • વિરાટ કોહલીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 
  • સ્ટેડિયમમાં રામ સિયા રામ ગીત વાગતા ખુશીથી ઝૂમી ઉઠ્યો
  • વિરાટ કોહલીએ મેદાન પર તીર માર્યું અને પછી હાથ જોડ્યા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. આ મેચ દરમિયાન વિરાટ કોહલીના એક્શનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેની આખી દુનિયાએ પ્રશંસા કરી. કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે વિરાટ કોહલીએ પહેલા મેદાન પર તીર છોડ્યું અને પછી તેના બંને હાથ જોડી દીધા. વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સ્ટેડિયમમાં રામ સિયા રામ ગીત વાગ્યું

મોહમ્મદ સિરાજે બુધવારે કેપટાઉન ટેસ્ટના પ્રથમ દિવસે છ વિકેટ લઈને તેની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું, કારણ કે ભારતે પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને 55 રનમાં આઉટ કરી દીધું હતું. આ દરમિયાન જ્યારે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજ પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે સ્ટેડિયમમાં રામ સિયા રામ ગીત વાગવા લાગ્યું. આ પછી વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેનાથી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ. રામ સિયા રામ ગીત વાગતાની સાથે જ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ અચાનક જ ધનુષ અને તીરનો પોઝ આપ્યો અને તીર છોડ્યું. આ પછી વિરાટ કોહલીએ ફરી પોતાના બંને હાથ જોડી દીધા.

વીડિયોએ ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી 

વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતે પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને 55 રનમાં આઉટ કરી દીધું હતું. મોહમ્મદ સિરાજે સતત નવ ઓવરના પ્રથમ સ્પેલમાં 15 રન આપીને છ વિકેટ લઈને તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ભારતે ચાર વિકેટે 153 રન બનાવીને 98 રનની લીડ મેળવી હતી, પરંતુ એક પણ રન ઉમેર્યા વિના 11 બોલમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતના છ બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા અને અણનમ રહેલા ખેલાડીએ પણ ખાતું ખોલ્યું ન હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ