બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Vibrant Gujarat Summit Timings Changed in Government Offices: Not 10:30 AM on Wednesday, Know What Time

ગાંધીનગર / વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર: બુધવારે સવારના 10:30 નહીં, જાણો કેટલા વાગ્યાથી શરૂ થશે

Vishal Khamar

Last Updated: 10:26 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 તા. 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી યોજાનાર છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં કરાયો ફેરફાર
  • વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ કરાયો ફેરફાર
  • સામાન્ય વહીવટ વિભાગે સત્તવાર કર્યો પરિપત્ર

 વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશથી મહેમાનો આવવાનાં હોઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ વાયબ્રન્ટ સમિટનાં એક દિવસ પહેલા એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. જેને લઈ સમગ્ર વહીવટી તંત્ર ત્રણ દિવસ કાર્યક્રમોમાં વ્યસ્ત હોઈ બુધવારથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  આ બાબતે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરાયો છે. જેથી સરકારી કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારોને ધક્કો ન ખાવો પડે તેમજ તેમનો સમય ન બગડે. 

ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર
વાયબ્રન્ટ સમિટને લઈ અધિકારીઓ વ્યસ્ત છે. જેને લઈ બુધવારથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બુધવારથી સરકારી કચેરી સવારે 10.30 ની જગ્યાએ બપોરે 12 કલાકે શરૂ થશે. સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી આ બાબતે લોકોને જાણ કરી છે. 

મંગળવારથી રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
જાહેરાનામામાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. 

વધુ વાંચોઃ PM મોદી આજથી ગુજરાત પ્રવાસે: 3 દિવસમાં વાયબ્રન્ટ સહિત અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી, જુઓ સંપૂર્ણ શિડ્યુઅલ

આ રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધિત
આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ