બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આવનારા 4 દિવસમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે

logo

PM મોદીનો આવતીકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો

logo

ભાજપને 2019 કરતાં વધુ જનાદેશ મળશે: PM મોદી

logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

VTV / ગુજરાત / PM Modi is coming to Gujarat today and will stay overnight at Raj Bhavan

વતનમાં વડાપ્રધાન / PM મોદી આજથી ગુજરાત પ્રવાસે: 3 દિવસમાં વાયબ્રન્ટ સહિત અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી, જુઓ સંપૂર્ણ શિડ્યુઅલ

Dinesh

Last Updated: 03:54 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Gujarat visits: PM મોદી આજ સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાંથી તેઓ રાજભવન જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે,  જેઓ 9 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે 4 દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે

  • PM મોદી ગુજરાતનાં પ્રવાસે
  • આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવશે 
  • 9 જાન્યુઆરીએ 4 દેશના વડા સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે

PM Modi Gujarat visits: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવશે. આપને જણાવી દઈએ કે, આજે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાંથી તેઓ રાજભવન જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.  જેઓ 9 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે 4 દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. જ્યારે બપોરે 1:30 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવશે 

PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ : ભરૂચ, આણંદ અને અમદાવાદને આપશે કરોડોના  વિકાસ કર્યોની ભેટ, જાણો કાર્યક્રમ | Second day of PM Modis Gujarat tour  Bharuch, Anand ...

UAEના વડા સાથે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે
PM મોદી સાંજે UAEના વડા સાથે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે. રાત્રે UAEના વડા સાથે હોટલ લીલામાં ડિનર ડિપ્લોમસી કરશે તેમજ 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાતનો શુભારંભ કરાવશે, ગિફ્ટ સિટીમાં આયોજિત કાર્યક્રમમાં જેઓ ભાગ લેશે.

Business giants in Gujarat's courtyard: Special preparations by Gujarat Police for security of Vibrant Summit

ગુજરાત ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી શકે છે
હાલ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટને લઈ તૈયારીઓ ચાલુ છે. આ તરફ હવે લોકસભા ચૂંટણીને પણ ગણતરીના મહિના જ બાકી છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીને લઈ BJP સક્રિય છે તો આ વખતે INDIA ગઠબંધન ભાજપની આગેવાની હેઠળની NDAને ચૂંટણીમાં પડકારવા ઊભું છે. આ મહાગઠબંધનમાં 28 વિપક્ષી પાર્ટીઓ સામેલ છે. આવી સ્થિતિમાં ભાજપ છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં પોતાની જીતના પ્રદર્શનને વધુ બહેતર બનાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે તેઓ ભાજપ નેતાઓ સાથે બેઠક યોજી શકે છે

PM મોદીના ગુજરાત પ્રવાસમાં ફરી ફેરફાર : જાણો કઇ તારીખે આવશે અને શું છે  કાર્યક્રમ | PM Modi to visit Gujarat on May 28

વાંચવા જેવું: વાઇબ્રન્ટ સમિટના એક દિવસ પહેલા જ ગુજરાત આવશે PM મોદી, દિગ્ગજ નેતાઓ સાથે આ મુદ્દે કરી શકે છે ચર્ચા

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ વડાપ્રધાનનાં હસ્તે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે થશે.  જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સીટી, રાજ ભવન રોડ અને મોર્ચા સ્કવોડનો સમાવેશ થાય છે. બંદોબસ્તમાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP. 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્કવોર્ડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતનાં પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ તહેનાત રહેશે. તેમજ વાહન ચાલકો દ્વારા આડેધડ પાર્કીગ ન કરે તે માટે 34 ટ્રાફિક ક્રેઈન પણ શહેરના માર્ગો પર તહેનાત કરવામાં આવી છે.

ગાંધીનગરના આ રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
જાહેરાનામામાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ