બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Vibrant Gujarat Global Summit 2022 new update

પધારો મ્હારે દેશ / વાયબ્રન્ટ સમિટને લઇ મોટા સમાચાર! કેટલાક વિદેશી મહેમાનો વર્ચ્યુઅલ ભાગ લે તેવી સંભાવના, જાણો કારણ

Kavan

Last Updated: 02:36 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરિયાન વાઈબ્રન્ટ સમિટ યોજાનાર છે ત્યારે વિદેશના કેટલાક વેપારીઓ આ સમિટમાં વર્ચ્યૂઅલી જોડાય તેવી જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

  • વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇ મોટા સમાચાર
  • વિદેશી ઉદ્યોગપતિ વર્ચ્યુઅલ ભાગ લે તેવી શક્યતા
  • વિદેશી મહેમાનો માટે યોજાઇ શકે છે વર્ચ્યુઅલ વાયબ્રન્ટ

રાજ્યમાં કોરોનાના કેસમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ એકાએક ઉછાળો નોંધાયો છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઇ મોટા સમાચાર આવ્યા છે. 

વિદેશી ઉદ્યોગપતિ વર્ચ્યૂઅલી આપી શકે હાજરી

ઓમિક્રોન અને કોરોના સંક્રમણને લીધે કેટલાક વિદેશી ઉદ્યોગપતિ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વર્ચ્યૂઅલી હાજરી આપી શકે છે. નોંધનીય છે કે, યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં ઉછાળો નોંધાયો છે. 

Image

10થી 12 જાન્યુઆરીમા્ મહાત્મા મંદિર ખાતે યોજાશે સમિટ

દેશ અને રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે આગામી દિવસોમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ જોરશોરથી શરુ કરી દેવામાં આવી છે જેના ભાગ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં રોકણકારને આકર્ષવા માટે દુબઈ પ્રવાસ જનાર છે, એટલું જ નહીં વાઇબ્રન્ટ સમિટ દરમિયાન છ થી સાત મહિના પહેલાં વિદેશમાં ગુજરાતના બ્રાન્ડિંગ અને રોકાણ આકર્ષવાના ભાગ રુપે  વિદેશની ધરતી પર રોડ શો યોજી ઇન્વેસ્ટર્સને મોટા પાયે આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. 

Image

વાયબ્રન્ટ સમિટ-2022ની તડામાર તૈયારીઓ

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ-2022 માટે ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  જાન્યુઆરીમાં ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટમાં 13 દેશો વાયબ્રાન્ટ સમિટમાં પાર્ટનર કંટ્રી બન્યા છે.જેમાં UK,ડેનમાર્ક, ફ્રાન્સ, ફિનલેન્ડ, નેધરલેન્ડ, સ્વીડન, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇઝરાયેલ,ઉપરાંત શ્રીલંકા, રિપબ્લિક ઓફ મોઝાંબિક.રિપબ્લિક ઓફ કોરિયા આ સમિટમાં પાર્ટનર કંટ્રી તરીકે ભાગ લેશે. પ્રવર્તમાન  પરિસ્થિતિને લઈને આઇસોલેશન સહિતના નિયમોને લઇ સરકાર દુવિધામાં છે. તો ઓમિક્રોનની સ્થિતિને લઈને  કેટલાક દેશોને હાઇ રિસ્ક પર રખાયા છે.

Chief Minister's address at Mumbai Road Show of Vibrant Gujarat

ગાંધીનગર-અમદાવાદની હોટેલ્સ બૂક 

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022ની તૈયારીઓ વેગવંત બની છે. રાજ્યના મુખ્યમંત્રી સહીત ઉદ્યોગ મંત્રી કાફલા સાથે UAEના પ્રવાસે જઈ આવ્યા તે પૂર્વે દિલ્હી,મુંબઈમાં પણ રોડ-શો અને ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓને ગુજરાતના ઔધોગિક વિકાસ અને આગામી હરણફાળની 'બ્લુ પ્રિન્ટ'દર્શાવી રોકાણ માટે આકર્ષિત કર્યા હતા. હવે લાલ જાજમ બીછાવવાની શરૂઆત ગુજરાત સરકારે શરુ કરી દીધી છે. આગંતુક મહેમાનો માટે  અમદાવાદ ગાંધીનગરની હોટલોમાં 400 રૂમ બુક કરવામાં આવ્યા છે. બંને શહેરની મળીને કુલ 6 જેટલી હોટેલ બૂક કરવામાં આવી છે અને એડવાન્સ ભાડું પણ ચૂકવી દેવામાં આવ્યું છે. હોટેલમાં એક રૂમનું ભાડુ 10 હજાથી 1.50 લાખ સુધીનું એડવાન્સ્ડ  ચુકવવવામાં આવ્યું છે. 

આગામી 10થી 13 જાન્યુઆરી સુધી યોજાશે વાયબ્રન્ટ સમિટ યોજાશે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિ અને મલ્ટી નેશનલ કંપનીના CEO ઉપસ્થિત રહેશે.માત્ર હોટેલ બુકિંગ જ નહિ,પરંતુ મોંધી દાટ ગાડીઓ પણ મહાનુભાવોને સેવામાં તહેનાત કરવામાં આવશે. 

વાયબ્રન્ટ ગુજરાતમાં કરોડોના MOU થવાની સંભાવના

ગુજરાતમાં 10મી વાયબ્રન્ટ સમીટ પહેલા સરકાર આધુનિક ઢબે ડેટા સેન્ટર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. કારણ કે, રોકાણકારોને ધ્યાને રાખતા ગુજરાત સરકાર માટે આ ડેટા સેન્ટર ખુબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જોકે આ માટે ભારત સરકાર એક સર્વગ્રાહી પોલિસી બનાવે છે. અને સંસદના શિયાળુસત્રમાં સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે. જેમાં ટ્વિટર, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા તેમજ ઇ-કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે. આ વિધેયકનો ઉદ્દેશ તમામ ઇન્ટરનેટ કંપનીઓએ અનિવાર્ય રૂપથી દેશની અંદર વ્યક્તિઓના મહત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરવાનો છે.

મૂડી રોકાણ,રોજગારી સાથે ઉદ્યોગોને પણ ફાયદો 

મહત્વનું છે કે, યુઝર્સના ઉપયોગથી ઉત્પન્ન થયેલા ડેટાથી સરકારની આવકમાં પણ વધારો થઇ શકે છે. અને ક્લાઉડ આધારિત એપ્લિકેશન સેવાઓ પણ વધી શકે છે. તેનાથી રાજ્યમાં આવી રહેલા મૂડીરોકાણ અને ઉદ્યોગોને પણ સરળતા મળી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ