બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vibrant Gujarat Global Summit 2022

વાયબ્રન્ટ ગુજરાત / Vibrant Gujarat Global Summit 2022ની તડામાર તૈયારીઓ, PM મોદી કરશે સમિટનું ઉદ્વાટન

Kiran

Last Updated: 09:40 AM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં ગ્લાબોલ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું 10 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરશે

  • PM મોદી વાયબ્રન્ટ ગુજરાત 2022નું કરશે ઉદ્વાટન
  • વાયબ્રન્ટ ગુજરાતનું 10મી વખત થઇ રહ્યું છે આયોજન
  • વાયબ્રન્ટ ગુજરાતમાં કરોડોના MOU થવાની સંભાવના

ગુજરાતમાં આગામી 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે ત્યારે તેનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીને હસ્તે થનાર છે, હાલ ગાંધીનગરમાં ગ્લાબોલ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે 2022માં વાયબ્રન્ટ સમિટને વડાપ્રધાન મોદી દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે, ગુજરાતમાં 10 મી વખત સમિટ યોજાઈ રહી છે ત્યારે તેમાં મોટી સંખ્યમાં કરોડોના MOU થાય તેવું માનવામાં આવી રહ્યું છે.. આ વાયબ્રન્ટ સમિટમાં વિશ્વના 15થી વધુ દેશ કન્ટ્રી પાર્ટન તરીકે સમિટમાં ઉપસ્થિત રહેશે..સમિટને લઈને 1 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે..વાયબ્રન્ટ સમિટ સુધી દર સોમવારે MOU થાય તેવું માનવામાં આવી રહ્યું છે..  

6 રાજ્યોના મેટ્રોપોલીટીન સીટીમાં રોડ શો યોજાશે

10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન થશે.  ત્યારે આ વખતેનો કાર્યક્રમ અગાઉના કાર્યક્રમથી થોડો અલગ હોવાનું જાણકારો કહી રહ્યા છે 9 જાન્યુઆરી સુધી પ્રિ-વાયબ્રન્ટ ઈવેન્ટ યોજાશે જેમાં બે કાર્યક્રમોમાં બે કાર્યક્રમ વિશિષ્ઠ હશે. સ્ટાર્ટ અપ અને યુનિકોર્ન ઇવેન્ટ યોજાશે જે અત્યાર સુધીમાં ભારતમાં ક્યારેય યોજાયું નથી. આ ઉપરાંત 10, 11 અને 12 જાન્યુઆરીએ આત્મનિભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર કાર્યક્રમ યોજાશે. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત જ દેશમાં કુલ 6 રોડ જેટલા રોડ શૉ યોજાશે તેવું જાણકારો કહી રહ્યા છે..જેમાં 8 અને 9 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશના પ્રવાશે છે. 8મી ડિસેમ્બરે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દુબઈમાં રોડ શોનું આયોજન છે. તો આ ઉપરાંત અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે, ફ્રાન્સ, જાપાનમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

વાયબ્રન્ટ ગુજરાતમાં કરોડોના MOU થવાની સંભાવના

ગુજરાતમાં 10મી વાયબ્રન્ટ સમીટ પહેલા સરકાર આધુનિક ઢબે ડેટા સેન્ટર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. કારણ કે, રોકાણકારોને ધ્યાને રાખતા ગુજરાત સરકાર માટે આ ડેટા સેન્ટર ખુબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જોકે આ માટે ભારત સરકાર એક સર્વગ્રાહી પોલિસી બનાવે છે. અને સંસદના શિયાળુસત્રમાં સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે. જેમાં ટ્વિટર, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા તેમજ ઇ-કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે. આ વિધેયકનો ઉદ્દેશ તમામ ઇન્ટરનેટ કંપનીઓએ અનિવાર્ય રૂપથી દેશની અંદર વ્યક્તિઓના મહત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરવાનો છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની નીતિનો કરાશે અભ્યાસ  


મહત્વનું છે કે, ગુજરાત સરકાર દ્વારા ડેટાસેન્ટરથી જોડાયેલી નીતિ તૈયાર કરવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની નીતિનો અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો વાયબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થપાઇ જાય તો આવનારા ઉદ્યોગો અને મૂડીરોકાણકારોને ફાયદો થઈ શકે છે. આ સાથે સરકારને પણ તેનાથી મોટો ફાયદો છે. આ કામગીરી રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવશે.. અને આ વિભાગના ઉચ્ચ અધિકારી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તેમાં માર્ગદર્શન આપશે.   ડેટા સેન્ટર એક નેટવર્ક સાથે જોડાયેલો કોમ્પ્યુટર સર્વરનો એક મોટો સમૂહ છે જે મોટી માત્રામાં ડેટાનો સ્ટોરેજ, પ્રોસેસીંગ અને વિતરણ માટે સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ, યૂટ્યુબ અને જીમેઇલ જેવા સાધનોના કરોડો ઉપયોગકર્તાઓ છે. એટલું જ નહીં ઇ-કોમર્સની એપ્લિકેશનોના પણ કરોડો વપરાશકર્તા છે. આ તમામ ડેટા આ સેન્ટરમાં સ્ટોરેજ કરવાની સુવિધા ઉભી થઇ શકે છે. ડેટા સેન્ટર માટે રોકાણ સાથે રોજગારીની પણ વિપુલ માત્રામાં તક રહેલી છે.

મૂડી રોકાણ,રોજગારી સાથે ઉદ્યોગોને પણ ફાયદો 

મહત્વનું છે કે, યુઝર્સના ઉપયોગથી ઉત્પન્ન થયેલા ડેટાથી સરકારની આવકમાં પણ વધારો થઇ શકે છે. અને ક્લાઉડ આધારિત એપ્લિકેશન સેવાઓ પણ વધી શકે છે. તેનાથી રાજ્યમાં આવી રહેલા મૂડીરોકાણ અને ઉદ્યોગોને પણ સરળતા મળી રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ