બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vibrant Global Summit 2024 concluded in presence of Union Home Minister Amit Shah and Chief Minister

ગાંધીનગર / 'વિકસિત ભારતનો રોડ ગુજરાત જ પસાર થઈ રહ્યો છે', વાયબ્રન્ટના સમાપનમાં ગૃહમંત્રી શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ

Dinesh

Last Updated: 07:00 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024: વાયબ્રન્ટ સમિટમાં 2862 B2B અને 1368 B2G મિંટીગનું આયોજન કરાયું હતું. સાથો સાથ 13 જેટલા પેવેલિયન અને 1200 કરતા વધુ પ્રદર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું

  • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો સમાપન સત્ર
  • 140 દેશોના પ્રતિનિધિઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાયા
  • 4 દેશોના વડાઓ અને 14 દેશના મંત્રીઓ પણ હાજર રહ્યા

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો સમાપન થયો છે. જેમાં 140 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો તેમજ 4 દેશોના વડાઓ અને 14 દેશના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. અત્રે જણાવીએ કે, 3590 ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ પણ જોડાયા હતા. આ વાયબ્રન્ટ સમિટમાં 2862 B2B અને 1368 B2G મિંટીગનું આયોજન કરાયું હતું. સાથો સાથ 13 જેટલા પેવેલિયન અને 1200 કરતા વધુ પ્રદર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.  જ્યારે 450 MSME સેક્ટરના ઉધોગપતિઓએ ભાગ લીધો હતો. આ સમિટના સમાપન સત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

'આજે ભારત વિશ્વમિત્ર બનીને ઊભર્યુ છે'
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમૃત કાર્ડની સૌથી પહેલી વાયબ્રન્ટ ગુજરાતના સમારોહમાં ભાગીદાર થવું મારા માટે સૌભાગ્યની વાત છે. વધુમાં કહ્યું કે, આ 20 વર્ષમાં ગુજરાતના માધ્યમથી દેશના વિકાસનો પાયો નંખાયો છે, વાયબ્રન્ટ ગુજરાતના લક્ષને મોદીજીએ દિશા આપી છે. તેમણે ઉમેર્યું કે, ત્રીજી વખત મોદીજી પ્રધાનમંત્રી બનશે જે પાંચ વર્ષમાં જ આપણે દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે.  g20 ફેમિલી વન ફ્યુચર ના નારાને સમગ્ર દુનિયાએ સરાહિયો છે,  આજે ભારત વિશ્વમિત્ર બનીને ઊભર્યુ છે. વાયબ્રન્ટ ગુજરાતી ઇનોવેશન આઈડિયા ને પ્લેટફોર્મ આપ્યું અને તેને જમીન પર ઉતાર્યું છે. તેમણે કહ્યું કે, વિકસિત ભારતનો રોડ ગુજરાતી જ પસાર થઈ રહ્યો છેiex

'ગુજરાત આગળનું જોઈને આગળ વધી રહ્યું છે'
અમિત શાહે કહ્યું કે, આજ હું એટલું કહેવા માગું છું કે ગુજરાત આગળનું જોઈને આગળ વધી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે જે રીતે વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થયું અને ઘણા બધા એમઓયુ થયા જે પ્રકારે સર્વે પ્રશંસા આ સમિટની કરી એ ભુપેન્દ્ર અને તેની ટીમ માટે ખૂબ મોટી સફળતા છે હું એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. મને વિશ્વાસ છે કે વિકસિત ભારતનો રોડ ગુજરાતી જ પસાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ગ્રીન ગ્રોથ સ્ટેટીજી માટે મોદીજીએ આજે સમગ્ર માળખું બનાવ્યું છે. ગ્રીન હાઈડ્રોજન મિશન વિશે અને ખૂબ વિશ્વાસની સાથે કહેવા માગું છું કે, ભારતનો સ્પેસ સેક્ટર પણ આવનારા દિવસમાં ખૂબ જ આગળ વધશે. 

મુખ્યમંત્રીએ શું કહ્યું ?
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દસમી વાયબ્રન્ટ સમિટમાં 140થી પણ વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી એમ એસ એમ ઈ ઉદ્યોગને પણ નવું બળ મળ્યું છે. 32 જિલ્લામાં પણ આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક કાર્યક્રમ યોજાયા છે. વાયબ્રન્ટ સમિટ સાથે ગ્લોબલ ટ્રેડ શો યોજવાની પરંપરા વડાપ્રધાનએ શરૂ કરેલી  છે. આ સમિટ ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ