બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / Politics / vasundhara raje want to give a message to delhi through dinner politics

ડિનર પોલિટીક્સ / રાજસ્થાનનું રાજ લેવા શું ડિનર પોલિટીક્સના બહાને શક્તિ પ્રદર્શન કરી રહે છે વસુંધરા રાજે? અનેક ધારાસભ્યો પહોંચ્યા, જાણો કોણ કોણ છે રેસમાં

Arohi

Last Updated: 08:31 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Politics: વસુંધરા રાજેએ ધારાસભ્યોની સાથે બેઠક શરૂ કરી દીધી છે અને વાત ફક્ત બેઠક સુધી જ નથી રહી. આ મામલો ધારાસભ્યોના ડિનર સુધી પણ પહોંચી ગયો છે.

  • વસુંધરા રાજેએ ધારાસભ્યો સાથે શરૂ કરી બેઠક 
  • ડિનર પોલિટિક્સ દ્વારા દિલ્હીને આપવા માંગે છે સંદેશ? 
  • ડિનર માટે ઘરે પહોંચ્યા ઘણા ધારાસભ્યો 

ચુંટણી પરિણામ રાજસ્થાનમાં આવી ચુક્યા છે અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ચુકી છે. 199માંથી 115 સીટો પર ભાજપ જીતે છે તો ત્યાં જ 69 સીટો પર કોંગ્રેસને જીત મળી છે. એવામાં હવે પાર્ટીની સામે સૌથી મોટો પડકાર છે કે મુખ્યમંત્રી કોને બનાવવામાં આવે. 

સીએમ પદની આ રેસમાં ઘણા નામ સામે આવી રહ્યા છે. ચર્ચા છે કે ભાજપ નેતૃત્વ બાલકનાથના નામ પર વિચાર કરી રહ્યા છે તો ત્યાંજ બીજી બાજુ પૂર્વ સીએમ રહી ચુકેલી વસુંધરા રાજે પણ પોતાના ત્યાં ધારાસભ્યોને નિમંત્રણ આપીને દિલ્હીને સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહી છે. 

જ્યાં બાબા બાલકનાથ ગઈકાલે દિલ્હીમાં BJP મુખ્યાલય પહોંચ્યાં ત્યાં જ  વસુંધરા રાજેએ ધારાસભ્યોની સાથે બેઠક શરૂ કરી દીધી છે અને વાત ફક્ત બેઠક સુધી જ નથી રહી. આ મામલો ધારાસભ્યોના ડિનર સુધી પણ પહોંચી ગયો છે. વસુંધરા રાજેએ સોમવારે સાંજે ઘણા ધારાસભ્યોને પોતાના ઘરે ડિનર પર બોલાવ્યા છે. 

વસુંધરા રાજેને મળવા પહોંચી રહ્યા ધારાસભ્યો 
જયપુરમાં વસુંધરા રાજે આવાસની અંદર જતા બીજેપી ધારાસભ્ય બહાદુર સિંહ કોલીએ કહ્યું કે વસુંધરા રાજેને સીએમ બનાવવા જોઈએ. પરંતુ તેમણે કહ્યું કે તે પાર્ટીના નિર્ણયની સાથે છે. તેના ઉપરાંત BJPના નવનિર્વાચિત જહાજપુરથી આવનાર ધારાસભ્ય ગોપીચંદ મીણાએ વસુંધરા રાજે સાથે મુલાકાત કરી અને કહ્યું કે લોકો વસુંધરા રાજેને મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે.

વ્યાવરથી આવનાર ધારાસભ્ય સુરેશ રાવત પણ વસુંધરાના આવાસ પર પહોંચ્યા. તેમણે કહ્યું કે વસુંધરાએ પહેલા ખૂબ જ સારૂ કામ કર્યું છે પરંતુ હાઈકમાન જેને સીએમ બનાવે તે જ બનશે. અમે પાર્ટીની સાથે છીએ. 

ધારાસભ્યોને ડિનરનું આમંત્રણ 
પિન્ડવારાથી જીતેલા બીજેપી ધારાસભ્ય સમારા ગરાસિયાએ કહ્યું કે અમને લોકોને ડિનર પર બોલાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ધારાસભ્ય કાલીચકણ સરાફ, બાબુ સિંહ રાઠૌડ, પ્રેમચંદ બૈરવા, કાલીચરણ સરાફ, રામસ્વરૂપ લાંબા, ગોવિંદ રાનીપુરિયા, લલિત મીના, કંવરલાલ મીના, રાધેશ્યામ બૈરવા, કાલુલાલ મીના, ગોપીચંદ મીના, પ્રતાપ સિંહ સિંધવી, બહાદુર સિંહ કોલી, શંકર સિંહ રાવત મંજૂ બાગમાર, વિજયપાલ સિંહ અને અન્ય ધારાસભ્યોએ કાલે સાંજથી જયપુરના 13 સિવિલ લાઈન્સ બંગ્લામાં વસુંધરા રાજે સાથે મુલાકાત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ