બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 10:15 PM, 11 December 2023
ADVERTISEMENT
ઘર સજાવવા માટે ઘરમાં અલગ અલગ ફોટોઝ અને પેઈન્ટિંગ્સ લગાવવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક ફોટોઝ લગાવવા તે અશુભ માનવામાં આવે છે. આ પ્રકારના ફોટોઝ ઘરમાં લગાવવાથી ઘરમાં નેગેટીવ એનર્જીનો સંચાર થાય છે, જેના કારણે દુર્ભાગ્યનું આગમન થાય છે. ઘરમાં નેગેટીવ એનર્જી ના આવે તે માટે કેવા ફોટોઝ ના લગાવવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
હિંસક જંગલી જાનવરોની પેઈન્ટિંગ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં હિંસક જંગલી જાનવરોની પેઈન્ટિંગ ના લગાવવી જોઈએ. આવી પેઈન્ટિંગ જોવાથી મનમાં નકારાત્મકતા આવે છે, જેના કારણે સ્વભાવ ચિડીયો થઈ જાય છે અને ઝઘડા થાય છે.
ADVERTISEMENT
ડૂબતા સૂરજની પેઈન્ટિંગ
ઘણા લોકો ઘરમાં ઉગતા સૂરજની પેઈન્ટિંગ લગાવે છે, જે દેખાવમાં સુંદર લાગે છે અને ઘણી વાર ભૂલથી ઉતા સૂરજની જગ્યાએ ડૂબતા સૂરજની પેઈન્ટિંગ લગાવી દઈએ છીએ. વાસ્તુ અનુસાર ડૂબતા સૂરજના ફોટોને અયોગ્ય માનવામાં આવે છે, જે નિરાશાભાવ અને નકારાત્મકતાનો સંચાર કરે છે.
પૂર્વજોના ફોટોઝ
ઘણીવાર દિવંગત પૂર્વજોના ફોટોઝ પૂજા ઘરમાં રાખીએ છીએ, જે અયોગ્ય માનવામાં આવે છે. આવા ફોટોઝ લગાવવાખી ઘરમાં નકારાત્મકતા આવે છે.
મહાભારતની પેઈન્ટિંગ્સ
ઘરમાં મહાભારતના યુદ્ધની પેઈન્ટિંગ ના લગાવવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને ઘરમાં ઝઘડા થાય છે.
પ્રવાહિત જળની પેઈન્ટિંગ્સ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં નદી, ઝરણાંની પેઈન્ટિંગ્સ ના લગાવવી જોઈએ. આ પ્રકારની પેઈન્ટિંગ્સને કારણે આર્થિક નુકસાન થાય છે અને પૈસા પાણીની જેમ વપરાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.