બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / રાજકોટ / various names discussed in candidate selection for Rajkot West seat

ઇલેક્શન 2022 / વિજય રૂપાણી પંજાબના પ્રભારી બનતા રાજકોટ પશ્ચિમ બેઠકને લઈ અટકળો તેજ, જાણો કયા-કયા નામો હાલ ચર્ચામાં

Dhruv

Last Updated: 12:02 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે એકવાર ફરી રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને રાજકારણ ગરમાય તેવી શક્યતા.

  • વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકોટમાં રાજકીય ગરમાવો
  • 3 બેઠકો માટે ઉમેદવાર પસંદગીને લઇને કવાયત થશે
  • રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને વિવિધ અટકળો તેજ

રાજકોટની 3 બેઠકો માટે ઉમેદવાર પસંદગીને લઇને ભાજપ માટે કવાયત થશે. મહત્વનું છે કે, રાજકોટ પશ્ચિમની બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણી સીટીંગ ધારાસભ્ય છે. જોકે વિજય રૂપાણી પંજાબના પ્રભારી બનતા જ પશ્ચિમ બેઠકને લઈ વિવિધ અટકળો તેજ થઇ ગઇ છે.

રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને વિવિધ નામો ચર્ચામાં

રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યાં છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, નીતિન ભારદ્વાજ, ડૉ. દર્શિતા શાહ, કલ્પક મણિયારનું નામ ચર્ચામાં ચાલી રહ્યાં છે. એ સિવાય પશ્ચિમ બેઠક પર અનિલ દેસાઈ અને જ્યોતિન્દ્ર મહેતાનું નામ પણ ખાસ ચર્ચામાં છે. નોંધનીય છે કે, રાજકોટ પશ્ચિમની આ બેઠક પર ઈતર સમાજનું વર્ષોથી પ્રતિનિધિત્વ રહ્યું છે.

ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવી શક્યતા

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવો સાંજ સમાચાર તરફથી દાવો કરવામાં આવ્યો હતો. રહ્યો છે. મહત્વનું છે કે, હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ CM વિજય રૂપાણી ધારાસભ્ય છે. ત્યારે આ બેઠક પર પાટીદાર અને અન્ય સમાજ પણ દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાના વફાદાર માટે માંગણી કરી રહ્યાં છે. રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલને પણ ભાજપ સૌરાષ્ટ્રની બેઠક પરથી ઉમેદવારી કરાવે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

રાજકોટની પશ્ચિમ બેઠક માટે નવા ઉમેદવારની શોધખોળ

ઉલ્લેખનીય છે કે, રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં હોવાના સંકેત મળી રહ્યાં છે. નોંધનીય છે કે, ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

વિજય રૂપાણીને સોંપાઇ છે પંજાબ-ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી

નોંધનીય છે કે, થોડાક દિવસો અગાઉ ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ