બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / પ્રવાસ / vande metro high frequency trains to run between the cities less than 100 km distance

રેલ્વે / વંદે ભારતની સફળતા બાદ મોદી સરકારનું નવું નઝરાણું..વંદે મેટ્રો, કયા રુટમાં ચાલશે આ ટ્રેન? રેલમંત્રીએ આપી જાણકારી

Bijal Vyas

Last Updated: 11:56 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે વંદે ભારતની તર્જ પર વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આજે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે મેટ્રો ટ્રેનને લઈને કેટલીક નવી માહિતી આપી છે. વાંચો વિગત

  • વંદે મેટ્રો ટ્રેન હાઇડ્રોજન બેઝ્ડ સ્વદેશી ટ્રેન હશે.
  • વંદે મેટ્રો 125 થી 130 કિમીની ઝડપે દોડશે.
  • તેની ડિઝાઇન મુંબઈ સબ-અર્બનની તર્જ પર તૈયાર કરવામાં આવી રહી છે.

દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સફળતાને કારણે કેન્દ્ર સરકાર હવે વંદે મેટ્રો ટ્રેનને ટૂંક સમયમાં પાટા પર લાવવાની કવાયતમાં લાગેલી છે. લોકો વંદે ભારત ટ્રેનની ડિઝાઇન, સ્પીડ અને સેવાઓની પ્રશંસા કરી રહ્યા છે અને દરેક રાજ્યમાં તેને ચલાવવાની માંગ વધી રહી છે. કેન્દ્ર સરકારે વંદે ભારતની તર્જ પર વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આજે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે મેટ્રો ટ્રેનને લઈને કેટલીક નવી માહિતી આપી છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વંદે મેટ્રોનું ફોર્મેટ વંદે ભારત એક્સપ્રેસથી અલગ હશે. તે 100 કિમીથી ઓછા અંતરના શહેરો વચ્ચે ચલાવવામાં આવશે. સેમી હાઇ સ્પીડ વંદે મેટ્રો ટ્રેન દિવસ દરમિયાન બંને શહેરો વચ્ચે ઘણી ટ્રિપ કરશે. વંદે મેટ્રો ડિસેમ્બરની આસપાસ તૈયાર થઈ જશે. રેલ્વે મંત્રીએ કહ્યું કે સરકારનો હેતુ આરામદાયક અને સસ્તી હાઈ સ્પીડ ટ્રેન ચલાવવાનો છે.

મેટ્રો શહેરોના આસપાસના શહેરોને જોડવામાં આવશે
નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2023 માં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે મંત્રાલયને વંદે ભારત ટ્રેનની જેમ વંદે મેટ્રો લાવવા માટે કહ્યું છે. વધુમાં રેલવે મંત્રીએ કહ્યું હતું કે વંદે મેટ્રો ટ્રેન હાઇડ્રોજન આધારિત સ્વદેશી ટ્રેન હશે, જેને ભારતીય એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવી રહી છે. વંદે મેટ્રો 125 થી 130 કિમીની ઝડપે દોડશે. તેની ડિઝાઇન મુંબઈ સબ-અર્બનની તર્જ પર તૈયાર કરવામાં આવી રહી છે.

રેલવેમંત્રીનું મોટું એલાન: જલ્દી જ પાટા પર દોડશે સ્લીપર વંદે ભારત, એક  વર્ષમાં આવશે વંદે મેટ્રો | Railway Minister's big announcement: Sleeper  Vande Bharat will run on the ...

થશે ઘણો ફાયદો 
વંદે મેટ્રો ટ્રેન દોડવાથી મેટ્રો શહેરોની આસપાસના શહેરોની કનેક્ટિવિટી વધશે. વંદે મેટ્રો ટ્રેન એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જેઓ આ શહેરોના છે, અને તેઓ હવે મેટ્રોમાં આવે છે, રહે છે તથા અઠવાડિયાના અંતે ઘરે જાય છે. નોકરીયાત લોકોની સાથે વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે.

દેશમાં ચાલી રહી છે 14 વંદે ભારત એક્સપ્રેસ
હાલમાં દેશમાં 14 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે. મુસાફરોને તે ખૂબ જ પસંદ આવી રહી છે. વંદે ભારત ટ્રેનની મહત્તમ ઝડપ 180 કિમી છે. તેના ટ્રાયલ દરમિયાન 150 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવામાં આવી હતી. જોકે અત્યારે તે એટલી ઝડપે ચાલી રહી નથી. બુધવારે જયપુરથી દિલ્હી જતી વખતે વંદે ભારત 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ