બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Valuation of Halari donkeys in Kolki village of Upleta taluk of Rajkot district

અનોખુ / ઉપલેટાના કોલકી ગામે હાલારી ગધેડા "વધામણી"સમારંભનુ આયોજન,ગધેડીનુ દુઘ 180નુ લીટર,મહિલાઓની વધારે છે બ્યુટી,જોણો રસપ્રદ વાત

Kishor

Last Updated: 07:31 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલારી ગધેડા પ્રજાતિને વિલુપ્ત થતી બચાવવાના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામેં હાલારી ગધેડાના ખોલકાઓના વધામણી સમારંભનું અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

  • ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં અનોખી રીતે હાલારી ગધેડા “વધામણી” સમારંભ સંપન્ન
  • મોટાભાઈ ભરવાડ સમુદાયના અંદાજિત 150 લોકો ઉપસ્થિત રહ્યા 
  • તાજા જન્મેલ ખોલકાંઓને ગુલાબી ચૂંદડી ઓઢાડીને વધામણી કરાઈ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં અનોખી રીતે હાલારી ગધેડા “વધામણી” સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  મોટાભાઈ ભરવાડ સમુદાયના અંદાજિત 150 લોકો ઉપરાંત હાલારી ગધેડાનો ઉછેર કરતા માલધારી ભાઈઓ, બહેનો તથા સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તાજા જન્મેલ ખોલકાંઓને (બચ્ચાઓ)ને તિલક, કુંકુ ચોખાથી વધાવી અને ગુલાબી ચૂંદડી ઓઢાડીને બચ્ચાઓના જન્મની વધામણી કરવામાં આવી હતી.

હાલમાં હાલારી ગધેડાની સંખ્યા 417 બચી

આ દરમિયાન માલધારીઓ ખોલકાંઓને ફૂલમાળા પહેરાવીને વધામણી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે હાલારી ગધેડા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં લુપ્ત થતી પ્રજાતિ છે. સૌરાષ્ટ્રમાં એક સમયે હાલારી ગધેડાની વસ્તી સૌથી વધુ હતી. જોકે હવે માત્ર હાલમાં હાલારી ગધેડાની સંખ્યા 417 જ રહી હોવાથી તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે ગધેડીનું દૂધ હાલ 180 રૂપિયા લીટરના ભાવે વેંચાઈ રહ્યું છે. જે દુઘનો ઉપયોગ મહિલાઓના સોંદર્યપ્રસાધન વસ્તુમાં ઉપયોગ કરવામાં આવે છે.રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ હાલારી ગધેડાના સંવર્ધન માટે વિશેષ પગલાંઓ લઇ રહી છે, આ સંજોગોમાં આ અતિ ઉપયોગી પ્રજાતિને વિલુપ્ત થતી બચાવવા અંતે સહજીવન સંસ્થાએ બીડું ઝડપ્યું છે,  જેના ભાગ રૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે આ કાર્યક્રમ યોજાયો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે હાલારી ગધેડાના સરંક્ષણના માટે ગોદભરાઈ(સીમંત) સમારંભનું આયોજન કર્યું હતું, 


આ સમારોહનો મુખ્ય હેતુ

નોંધનીય છે કે હાલારી ગધેડાની સંખ્યામાં  દિન પ્રતિદિન ધટાડો થઇ રહ્યો છે.અને બ્રીડીંગ નરનું પ્રમાણ પણ ખુબ ઘટી રહ્યું છે. જેથી નરની સંખ્યામાં વધારો થાય અને લોકો માં તથા માલધારીમાં આ લુપ્ત થતી નસલની જાળવણી માટે જાગૃતિ કેળવાઈ અને આ નસલની સંખ્યામાં વધારો થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ