બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Vadodara police arrested Mayank Tiwari, who identified himself as the director of the PMO

એક્શન / કિરણ પટેલની જેમ PMO ઓફિસર બની લોકોને મામૂ બનાવવા નીકળ્યો વડોદરાનો મયંક, હવે એવો ફસાયો કે જિંદગીભર પસ્તાશે

Malay

Last Updated: 12:48 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: PMOના ડાયરેક્ટર હોવાની ઓળખ આપનાર મયંક તિવારીને વડોદરા ગ્રામ્ય પોલીસ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

  • વડોદરા ગ્રામ્ય પોલીસે નકલી PMO ઓફિસરની કરી ધરપકડ
  • સમાં વિસ્તારમાં રહેતા મયંક તિવારીની ધરપકડ 
  • આરોપી PMOના ડાયરેક્ટર હોવાની આપતો હતો ઓળખ

PMOમાં અધિકારી છું કહીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે ફરતા કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે ગુજરાતમાં પણ ઠગાઈના ગુના નોંધાયા છે. રિમાન્ડ પૂર્ણ થતા કિરણ પટેલને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ત્યારે વધુ એક ઠગ ઝડપાયો છે. 

ઠગ મયંક તિવારીની ધરપકડ
મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક બોગસ PMO ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે PMOના ડાયરેક્ટરની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ મયંક તિવારીની ધરપકડ કરી છે. સમાં વિસ્તારમાં રહેતો મયંક તિવારી લાંબા સમયથી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના રડારમાં હતો. જે પછી અંતે તેને ઝડપી લેવામાં આવ્યો છે.

PMOના ડાયરેકટર તરીકે આપતો હતો ઓળખ
વડાદરામાં આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મંયક તિવારીએ પોતે PMOનો ડાયરેક્ટર હોવાની ઓળખ આપી શિક્ષણ ક્ષેત્રે રીસર્ચના પ્રોજેક્ટ માટે સરકારમાંથી મંજૂરી લાવી આપવાની વાત કહી હતી. જોકે, કિરણ પટેલની ધરપકડ થયા બાદ પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મયંક તિવારી પર શંકા ગઈ હતી. 

મયંક તિવારી વિશે ઉચ્ચ સ્તરે કરાઈ હતી જાણ  
જે બાદ સંચાલકો દ્વારા ખાનગી રીતે પોલીસ સહિત ઉચ્ચસ્તરે આ અંગેની જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી હતી. જે બાદ પોલીસે વિવિધ ગુના દાખલ કરીને સમાં વિસ્તારમાં રહેતા મયંક તિવારીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોને બાટલીમાં ઉત્યાર્યા તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મયંક તિવારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ