બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / વડોદરા / Vadodara floods: 3 inches in two hours, Surat, Ahmedabad also flooded

મેઘમહેર / વડોદરા જળબંબાકાર: બે કલાકમાં 3 ઈંચ ખાબક્યો, સુરત, અમદાવાદ પણ તરબતર, જુઓ તસવીરો

Vishal Khamar

Last Updated: 06:18 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. ત્યારે વડોદરા, સુરત તેમજ જૂનાગઢમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. પ્રથમ વરસાદે જ શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

  • વડોદારા, સૌરાષ્ટ્ર તેમજ સુરતમાં ધોધમાર વરસાદ
  • મહાનગર પાલિકાનો પ્રિ-મોન્સુન પ્લાન ધોવાયો
  • સુરત, ભાવનગર તેમજ વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા

સુરતમાં બારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે સુરતમાં પાણી ભરાયા હતા. ત્યારે સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતા ખાડીઓમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પર્વત પાટિયા, ગોદાદરા વિસ્તારમાં રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ થયો હતો. ઘૂંટણ સમા પાણી ભરાવાનાં કારણે અધ વચ્ચે ઘણા વાહન ચાલકોનાં વાહન બંધ થઈ ગયા હતા.  સુરતમાં ધોધમાર વરસાદનાં કારણે પેટ્રોલ પંપ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 

ભારે વરસાદથી બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
સુરત જીલ્લામાં ધોધમાર વરસાદનાં કારણે પલસાણાનાં બલેશ્વર ગામે ખાડીમાં ઘોડાપુર આવ્યું હતુ. ભારે વરસાદથી ભલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હતું.  પાણીને લઈ નેશનલ હાઈવે તરફ જવાનો રસ્તો બંધ થયો હતો. ત્યારે ખાડીમાં પાણીની આવક થતાં બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ખાડીમાં પાણી આવતા તંત્ર દ્વારા સાવચેતીનાં ભાગ રૂપે તુંડી, બગુમરા ગામે જવાનો રસ્તો બંધ થયો હતો.

સુરતમાં પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ

જિલ્લામાં ૩ જુલાઈ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. કામરેજન તાલુકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વલથાણ નજીક નેશનલ હાઈવે 48 પર ધોધમાર વરસાદ વરસ્યો હતો.  ભારે વરસાદને પગલે વિઝીબિલિટી ડાઉન થઈ હતી. જીલ્લામાં 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલા જીલ્લા કલેક્ટરનો અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે. તેમજ ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર સજ્જ છે. 

રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા

બસ પાણીમાં ફસાતા મુસાફરોનું રેસ્ક્યું કરાયું

વડોદરા શહેરમાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠરે પાણી ભરાયા હતા. ત્યારે શહેરનાં અલકાપુરી ગરનાળામાં સિટી બસ ફસાઈ જતા નાળામાં પાણી ભરાઈ જતાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ત્યારે બસ પાણીમાં ફસાઈ જતા બસમાં સવાર મુસાફરો પરેશાન થયા હતા. ત્યારે રાહદારીઓ દ્વારા મુસાફરોનું રેસ્ક્યું કરાયું હતું. 

પાણી ભરાવાથી અનેક વાહનો બંધ ખોટકાયા
વડોદરાનાં લહેરીપુરા દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે પાણીમાંથી પસાર થતી એમ્બ્યુલન્સ ખોટકાઈ હતી. જે બાદ અન્ય એમ્બ્યુલન્સને બોલાવીને દર્દીને હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યારે પાણી ભરાવાથી અનેક વાહનો બંધ ખોટકાયા હતા. 

વડોદરામાં એમ્બ્યુલન્સ ખોટકાઈ

છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો
જૂનાગઢ-માળીયા હાટીનામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો હતો.  ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

જૂનાગઢમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા

એક થી દોઢ કલાકમાં 2.5 ઇંચ વરસાદ 
જૂનાગઢમાં મેઘરાજાએ ધુંઆધાર બેટિગ કરી છે. ત્યારે એક થી દોઢ કલાકમા 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં ઝાંઝરડા રોડ, રેલ્વે સ્ટેશન રોડ, એમ.જી રોડ વગેરે જગ્યાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા.  રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન  ચાલકોને મુશ્કેલી પડી હતી.

વરસાદી પાણી ભરાયા

ભાવનગરમાં પ્રિ-મોન્સુન પ્લાન ધોવાયો
ભાવનગર શહેરમાં 1 કલાકમાં 2 ઈંચ મુશળધાર વરસાદ પડ્યો હતો. ત્યારે શહેરનાં વિવિધ વિસ્તારો ઘોઘા સર્કલ, કાળવિબીડ સહિતનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભાવનગરમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં ફસાઈ જતા વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા. ત્યારે ભાવનગરમાં વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન પ્લાની કામગીરી પોકળ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ