બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vadodara Dilip Kushwaha murder case resolved

અદાવત / ધંધાના હરીફનો કાંટો કાઢ્યો, વડોદરા દિલીપ કુશવાહ હત્યા કેસનો ભેદ ઉકેલાયો, આવી રીતે કડીઓ મળી

Vishnu

Last Updated: 11:36 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેથ મશીનનો ધંધો કરતા દિલીપ કુશવાહને સાથી ધંધો કરતા રવિ કાંતે તેના મિત્રની મદદથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

  • દિલીપ કુશવાહ હત્યા કેસનો મામલો 
  • આરોપી મિત્ર રવિ કાંતની ધરપકડ
  • ધંધાકીય અદાવતમાં હત્યા કરાઈ

વડોદરામાં ધંધાની હરીફાઈમાં હત્યાનો ખૂની ખેલ ખેલાયો. લેથ મશીનનો ધંધો કરતા દિલીપ કુશવાહની ધંધાનો હરિફાઈમાં હત્યા કરી દેવામાં આવી ક્રાઈમ બ્રાન્ચે 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 

શું છે સમગ્ર મામલો?
મકરપુરા વિસ્તારમાં રહેતા અને જીઆઇડીસીમાં લેથ મશીનનું કારખાનું ધરાવતા દિલીપ કુશાવહની રવિવાર તરસાલી હાઇવે પરથી લાશ મળી આવી હતી દિલીપ કુશવાહ શનિવારે ગુમ થયા ત્યારે જ તેમની પત્ની એ ફરિયાદ નોધાવી હતી જો કે ત્યારે પોલીસે ફરિયાદ ના લીધી અને બીજા દિવસે લાશ મળી આવી હતી સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી અને સીસીટીવી,મોબાઈલ અને અન્ય સર્વેલન્સ ના આધારે પોલીસ હત્યારાને પકડવામાં સફળતા મળી છે. રવિકાન્ત યાદવે ધંધાની હરીફાઈમાં મિત્ર અડવાણી કુમાર પાસવાનની મદદ લઈને પોતાનાથી સારો ધંધો ચલાવનારને ધંધાની બાબતે ચર્ચા કરવાની હોવાનુ કહીને બોલાવ્યો હતો અને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

આરોપી પરિવારને દિલાસો આપતો રહ્યો, પોલીસે ખેલ પાડી દીધો
આખા મામલાની વિગત એવી છે કે દિલીપ કુશવાહ ત્રણ લેથ મશીન રાખીને કામ કરતો હતો અને તેને એ વી સ્ટીલ ફોજીન કંપનીમાંથી જોબ વર્ક મળતું હતું આ કામ મેળવવા માટે આરોપી રવિકાન્ત યાદવે હત્યાનું કાવતરું ઘડ્યું અને અડવાણી કુમાર પાસવાનની મદદ લઈને હત્યા કરી નાખી હતું કર્યા બાદ લાશને બાઈક પર લઈ જઈને તરસાલી બાયપાસ હાઈવેની ઝાડીઓ ફેંકી દીધી હતી હત્યા બાદ હત્યારો રવિકાન્ત યાદવ મૃતકના પરિવાજનોની સાથે હોસ્પિટલ અને લાશ મળી તે જગ્યાએ હાજર રહેતો હતો અને પોલીસની તપાસ પર પણ નજર રાખતો હતો જોકે ક્રાઇમ બ્રાન્ચે એસએસજી હોસ્પિટલના પીએમ રૂમની બહાર ટોળા માંથી જ આરોપીને ઊંચકી લીધો હતો અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.

પરિવારને પાડોશી પર હતી શંકા
મૃતકના પરિવારજનો હત્યાની ઘટનામાં પડોશી સાથે ચાલતા દીવાલના ઝગડામાં કારણે પાડોશીઓ પર શંકા વ્યક્ત કરતા હતા જોકે પોલીસ સમગ્ર મામલે ટેકનિકલ શોર્શનો ઉપયોગ કરીને હત્યારાને દબોચી લીધો છે અને મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ