બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / vadodara bharuch national highway's 4 bridge will be six lane proposal at the center

દરખાસ્ત / લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવા મહત્વનો નિર્ણય: વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પરના 4 ઓવરબ્રિજ કરાશે સિક્સ લેન

Dhruv

Last Updated: 11:57 AM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વડોદરાની કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઇ. જેમાં ટ્રાફિકની સમસ્યાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો.

  • વડોદરામાં ટ્રાફિકની સમસ્યાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
  • વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પરના 4 ઓવરબ્રિજને કરાશે 6 લેન
  • બ્રીજ ફોરલેન હોવાના કારણે સર્જાય છે ટ્રાફિકની ગંભીર સમસ્યા

વડોદરાની કલેક્ટર કચેરી ખાતેની ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની બેઠકમાં આજે એવો નિર્ણય લેવાયો કે, વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પરના 4 ઓવર બ્રિજને 6 લેન કરાશે. બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'વડોદરાથી ભરૂચ જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવતા 4 ઓવર બ્રિજને છ માર્ગીય કરવા દરખાસ્ત થઇ ગઇ છે.'

નીતિન ગડકરીએ આ મામલે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો

તમને જણાવી દઇએ કે, બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, 'રાષ્ટ્રીય ધોરી માર્ગમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર અને બામણ ગામના પુલ હાલમાં ફોરલેન હોવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. આથી, તેઓએ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને વડોદરાથી ભરૂચ માર્ગ પરના ચાર ઓવર બ્રિજના કારણે થતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેઓએ આ બાબતે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.'

સાંસદ રંજનબેને જણાવ્યું કે, 'મહત્વનું છે કે, આ ચારેય ઓવરબ્રિજને સિક્સ લેન કરવા માટે ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણ (NHAI) ની કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને દિલ્હી મોકલવામાં આવી હતી. જેને ઝડપથી મંજૂરી મળી જાય એવી અપેક્ષા છે.' ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આ બેઠકમાં સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના ત્વરિત અમલીકરણ ઉપરાંત સારી ગુણવત્તાયુક્ત કાર્યો થાય અને લોકોની જરૂરિયાત મુજબ થાય એ વિષય ઉપર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, ધારાસભ્ય જીતુ સુખડિયા, જસપાલસિંહ પઢિયાર અક્ષય પટેલ, શૈલેષ મહેતા ઉપરાંત અધિક કલેક્ટર ગોપલ બામણિયા તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ