મહિલા પ્રીમિયર લીગની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 60 રનથી સરળતાથી હરાવી દીધું. બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા. જીત માટે 224 રનનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શકી હતી અને આ રીતે 60 રનથી હારી ગઈ.
Delhi Capitals beat Royal Challengers Bangalore by 60 runs in Women's Premier League's second match
શફાલીના 84, મેગ લેનિંગના 72 રનથી દિલ્હીનો સ્કોર થયો મોટો
દિલ્હી તરફથી શફાલી વર્માએ 45 બોલમાં 84 અને મેગ લેનિંગે 43 બોલમાં 72 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની પહેલી બે ઓવરમાં જ 4 વિકેટ ઝડપી હતી અને આરસીબી પાસેથી જીત છીનવી લીધી હતી. આ ચાર વિકેટમાં આરસીબીની સ્ટાર ખેલાડી એલિસ પેરીની વિકેટ પણ સામેલ છે. તારાએ પેરીને બોલ્ડ કરીને દિલ્હીને મોટી વિકેટ અપાવી હતી. તારાએ તેની ચાર ઓવરમાં 29 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તે ટૂર્નામેન્ટનો પ્રથમ 5 વિકેટનો હોલ પણ છે.
કોણ છે તારા નોરિસ
24 વર્ષીય તારા નોરિસ અમેરિકાની ખેલાડી છે અને તે દિલ્હી કેપિટલ્સ વતી રમે છે. તારાની બોલિંગ જોઇને દરેક ફેન તેના દિવાના થઇ ગયા છે. હકીકતમાં દિલ્હી કેપિટલ્સની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 5 વિદેશી ખેલાડીઓ સાથે મેદાનમાં મેચ રમવા ઉતી હતી. કારણ કે મહિલા પ્રીમિયર લીગના નિયમ અનુસાર કોઈ પણ ટીમ પાંચમા વિદેશી ખેલાડી તરીકે એસોસિએટ નેશનના ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી શકે છે. તારા નોરિસ 24 વર્ષની છે અને તે અમેરિકાની ખેલાડી છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર નોરિસ, જેને હરાજીમાં દિલ્હી કેપિટલ્સે 10 લાખ રૂપિયામાં ખરીદી છે. તારાએ વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં એસોસિએટેડ નેશન્સની એકમાત્ર ખેલાડી છે અને આ લીગમાં ભાગ લેનારી અમેરિકાની એકમાત્ર ખેલાડી છે. પોતાની ડેબ્યૂ મેચમાં તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે તેને જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે તે આ ટૂર્નામેન્ટના અંતમાં સ્ટાર તરીકે ઉભરી આવશે.