બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / US man comes back to life three days after doctor declared him dead

ચમત્કારિક ઘટના / પત્ની યમરાજ પાસેથી પતિના પ્રાણ પાછા લાવી, હાથ અડાડતાં જ મરેલો પતિ જીવતો થઈ ગયો

Hiralal

Last Updated: 06:32 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક મોટી ચમત્કારિક ઘટના બની છે જેમાં ડોક્ટર દ્વારા મરેલો જાહેર કરવામાં આવેલો એક દર્દી જીવતો થયો હતો.

  • અમેરિકાના નોર્થ કેરોલિનાની ચમત્કારિક ઘટના
  • મરેલા જાહેર થયેલા વ્યક્તિની સામે પરિવાર ચલાવ્યો છોકરાનો વીડિયો
  • મૃત વ્યક્તિમાં આવ્યાં પ્રાણ, હાથ પગ હલવા લાગ્યા
  • ત્યાર બાદ પત્નીએ શરીરનો સ્પર્શ કરતા પત્ની સાજો થયો 

કુદરતમાં ક્યારેક કોઈ ભૂલ થતી નથી. જન્મ અને મરણ બધું પ્રકૃતિના નિયમ અનુસાર ચાલે છે. પરંતુ ક્યારેક કુદરત પણ ખોટી સાબિત થતી હોય છે અને શ્રદ્ધા જીતતી હોય છે. અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં બનેલી એક ચમત્કારિક ઘટનામાં મરેલો માણસ પત્નીના ખાલી સ્પર્શથી જીવતો થઈ ઉઠ્યો હતો. 

બાળક સાથે રમવાનો વીડિયો ચાલું થતા અંગોમાં આવ્યો સળવળાટ 

નોર્થ કેરોલિનામાં લિસ્ટેરીયો રોગથી પીડિતા રયાન નામના એક શખ્સને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેની પત્ની મેઘનને પણ પતિના મોતની જાણ કરી હતી, સમાચાર જાણીને પત્નીને ભારે આઘાત તો લાગ્યો પરંતુ સાથે આશા પણ જાગી હતી કે તે જરુરથી જીવતો થઈ જશે. ડોક્ટરોએ પરિવારના કહેવા પ્રમાણે અંગદાનની પ્રોસેસ શરુ કરી હતી. આ દરમિયાન રેયાનના સાળાનો છોકરો તેની પાસે ગયો અને તેણે રયાનનો એક વીડિયો ચાલુ કરી દીધો. વીડિયો રયાન તેના બાળકો સાથે રમી રહ્યાંનો હતો. વીડિયો ચાલુ થતા ચમત્કારક થયો હતો. અચાનક રયાનના શરીરમાં જાણે પ્રાણ પાછા આવ્યાં હોય તેમ તેના અંગોમાં સળવળાટ શરુ થયો હતો તેના હાથપગ હલવા લાગ્યાં હતા. આ જોઈને મેઘન પતિના શરીર પાસે પહોંચી હતી અને તેના શરીરનો સ્પર્શ કર્યો હતો. બસ પછી તો રયાનમાં આખા શરીરના અંગોએ કામ કરવાનું શરુ કર્યું હતું અને તે જીવતો થયો હતો. 

બ્રેઈન ડેડમાં દર્દીના અચાનક અંગો કામ કરતા થઈ જાય તે સામાન્ય ઘટના
જોકે ડોક્ટરો આ ઘટનાને સામાન્ય ગણાવી રહ્યાં છે કારણ કે બ્રેઈન ડેડની સ્થિતિમાં દર્દીના અંગો અચાનક કામ કરવાનું શરુ કરી દેતા હોય છે. આ કિસ્સામાં પણ આવું જ બન્યું હોવાનું લાગી રહ્યું છે જોકે પરિવારને આમાં ચમત્કાર લાગી રહ્યો છે તેમનું માનવું છે કે પત્નીની શ્રદ્ધાને કારણે પતિનો જીવ પાછો આવ્યો છે એ જે હોય તે પરંતુ પરિવારની ખુશી પાછી આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ