બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / US bans companies that help Pakistan build missiles

કાર્યવાહી / પાકિસ્તાનને મિસાઇલ બનાવવામાં મદદ કરતી કંપનીઓ પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

Priyakant

Last Updated: 02:23 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America-Pakistan Latest News : અમેરિકાએ પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ માટે ટેક્નિકલ સપ્લાય પૂરી પાડતી એક બેલારુસિયન અને ત્રણ ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો

America-Pakistan News : અમેરિકા તરફથી પાકિસ્તાનને સૌથી મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, અમેરિકાએ પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ માટે ટેક્નિકલ સપ્લાય પૂરી પાડતી એક બેલારુસિયન અને ત્રણ ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના આ પગલાથી નિરાશ પાકિસ્તાને કહ્યું છે કે, નિકાસ નિયંત્રણનો રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદન બહાર પાડીને અમેરિકા દ્વારા પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને સપ્લાય કરતી કુલ ચાર કંપનીઓ પર પ્રતિબંધો લાદવાની નિંદા કરી હતી. પાકિસ્તાને અમેરિકાના દાવાને ફગાવી દીધો છે અને તેને નિકાસ નિયંત્રણનો રાજકીય ઉપયોગ ગણાવ્યો છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે શુક્રવારે સાંજે દાવો કર્યો હતો કે, એક બેલારુસિયન અને ત્રણ ચીની કંપનીઓ બેલેસ્ટિક મિસાઈલ બનાવવામાં પાકિસ્તાનને મદદ કરી રહી છે.

US દ્વારા પ્રતિબંધિત કંપનીઓમાં ચીનની ઝિયાન લોંગડે ટેક્નોલોજી, તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઇન્ટરનેશનલ ટ્રેડ કંપની લિમિટેડ, ગ્રાનપેક્ટ કંપની લિમિટેડ અને બેલારુસની મિન્સ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટનો સમાવેશ થાય છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આ કંપનીઓ પર પ્રતિબંધ લાદવાનો હેતુ સજા આપવાનો નથી પરંતુ કંપનીઓના વલણમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. એક રિપોર્ટ અનુસાર જે કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમની અમેરિકન સંપત્તિઓ બ્લોક કરી દેવામાં આવી છે. શેરધારકો કે જેઓ પ્રત્યક્ષ કે આડકતરી રીતે આ કંપનીઓમાંથી 50 ટકા કે તેથી વધુના માલિક છે તેઓ પણ આ પ્રતિબંધને આધીન છે.

અમેરિકન કાર્યવાહીથી પાકિસ્તાન નારાજ
આ તરફ જ્યારે અમેરિકી વિદેશ મંત્રાલયે આ પ્રતિબંધની જાણકારી આપી ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ વિદેશ મંત્રી મુમતાઝ ઝહરા બલોચને ટાંકીને એક નિવેદન બહાર પાડ્યું. પાકિસ્તાની વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે નિકાસ નિયંત્રણોના રાજકીય ઉપયોગને નકારી કાઢીએ છીએ. તે જાણીતું છે કે આ એવા દેશો છે કે જેઓ પરમાણુ શસ્ત્ર નિયંત્રણને સખત રીતે અનુસરવાનો દાવો કરે છે. તેઓએ કેટલાક દેશો માટે અદ્યતન ટેક્નોલોજી માટે લાયસન્સની આવશ્યકતાઓને પણ માફ કરી દીધી છે.

વધુ વાંચો : 1.2 કરોડનું મોબાઈલ બીલ આવતાં ધબકારા ચૂક્યું કપલ, આટલું કરજો નહીંતર તમારે પણ

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યુ ?
પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આવા ભેદભાવપૂર્ણ અભિગમ અને બેવડા માપદંડો પરમાણુ હથિયારોને નિયંત્રિત કરતી સત્તાની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરે છે. આ રીતે લશ્કરી અસમાનતાને પ્રોત્સાહન આપવાથી પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષાના ઉદ્દેશ્યો પણ નબળા પડે છે. આ પહેલા પણ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ સાથે જોડાયેલા હોવાના આરોપો પર કોઈ પુરાવા દર્શાવ્યા વિના કેટલીક કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે અમે અમેરિકાના નવા નિયમો અને નિયમોની વિશિષ્ટતાઓથી વાકેફ નથી. પરંતુ આ પહેલા પણ આપણે ઘણી વખત જોયું છે કે માત્ર શંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

America America-Pakistan News અમેરિકા પાકિસ્તાન મિસાઇલ America-Pakistan News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ