ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi javed received death and rape threat complaint register in mumbai police station

બોલિવૂડ / બોલિવૂડમાં વિવાદો વચ્ચે આ અભિનેત્રીને મળી રેપ અને હત્યાની ધમકી, ગાળાગાળી બાદ પોલીસમાં ફરિયાદ દાખલ

Published By: MayurN

Last Updated: 04:53 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફી જાવેદને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ પછી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને મળી ધમકી
  • મારી નાખવા અને બળાત્કારની ધમકીઓ મળી
  • ઉર્ફી જાવેદે આ વિશે પોલીસ ફરિયાદ નોંધાવી

બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ અવારનવાર ચર્ચાનો વિષય બને છે. પોતાની અસામાન્ય ડ્રેસિંગ સેન્સના કારણે ઉર્ફી જાવેદનું નામ દરરોજ હેડલાઇન્સમાં આવે છે, પરંતુ અત્યારે ઉર્ફી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ઉર્ફી જાવેદને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ પછી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉર્ફીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી
મળતી માહિતી મુજબ, ઉર્ફી જાવેદને એક વ્યક્તિ તરફથી વોટ્સએપ કોલ દ્વારા જાનથી મારી નાખવા અને બળાત્કારની ધમકીઓ મળી છે. આ સાથે આ વ્યક્તિએ એક્ટ્રેસ સાથે ગાળાગાળી પણ કરી છે. આ આરોપી વ્યક્તિએ ઉર્ફી જાવેદને આ ધમકીઓ અલગ-અલગ મોબાઈલ નંબર દ્વારા આપી છે, જેના કોલ રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે. સમાચાર મુજબ ઉર્ફી જાવેદને આ રીતે ધમકી આપનાર આ વ્યક્તિનું નામ નવીન ગીરી જણાવવામાં આવી રહ્યું છે. જેમની વિરુદ્ધ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલા પણ ઉર્ફીને આવી અનેક ધમકીઓ મળવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદ એક પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર
હાલમાં, ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયાના સૌથી પ્રખ્યાત ઈન્ફ્લુએન્સરોમાં સામેલ છે. ઉર્ફી જાવેદ પોતાની ખાસ ડ્રેસિંગ સેન્સના કારણે ટ્રોલર્સના નિશાના પર આવતી રહે છે. પરંતુ ઉર્ફી આ ટીકાકારોને યોગ્ય જવાબ આપવાથી પાછળ રહેતી નથી. ઉર્ફીના ચાહકોની સંખ્યાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઉર્ફી જાવેદના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર જ 4 મીલીયન ફોલોઅર્સ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Influencer Mumbai Rape Threat Urfi Javed WhatsApp calls death threats threatened urfi javed

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ