બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Upset Over Husband Gifting TV To Sister, Wife Allegedly Gets Him Killed

સંબંધોની કતલ / બહેનનું 'મામેરું ભર્યું' તેમાં પત્નીએ પતિને મારી નાખ્યો, સાળાએ એક કલાક લાકડીથી અધમુઓ કર્યો

Hiralal

Last Updated: 06:26 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહેનને લગ્ન પર સોનાની વીંટી અને ટીવી ભેટમાં આપવા બદલ એક પત્નીએ તેના પતિની પિયરવાળા જોડે મારઝૂડ કરાવીને હત્યા કરાવી નાખી હતી.

બહેનના ઘેર લગ્નપ્રસંગ હોય એટલે ભાઈ હોંશે-હોંશે મામેરુ ભરતો હોય છે. ભાઈ ગજા પ્રમાણે બહેનનું મામેરુ ભરતો હોય છે પરંતુ તાજેતરમાં મામેરાની એક એવી ઘટના બની જેણે લોકોના હોશ ઉડાવી દીધાં હતા. પતિ તેની બહેનને તેના લગ્ન પર કેટલીક ભેટો આપવા માગતો હતો પરંતુ પત્ની વિરોધમાં હતી અને તેથી તેણે તેની પતિની હત્યા કરાવી નાખી હતી. 

વધુ વાંચો : આવું લખાઈ લાવી હશે ! સુહાગણ પહેલા વિધવા, મંડપમાં આ વસ્તુએ દૂલ્હાનો જીવ લીધો

પત્નીએ ભાઈને બોલાવીને પતિને મરાવ્યો 

યુપીના બારાબંકીમાં બનેલી આ ઘટનામાં 33 વર્ષીય ચંદ્ર પ્રકાશ મિશ્રા નામના યુવાનનું તેની પત્ની ચબીએ મારઝૂડ કરીને હત્યા કરી નાખી હતી. 26 એપ્રિલે ચંદ્ર પ્રકાશની બહેનના લગ્ન હતા અને તે મામરામાં સોનાની વીંટી અને ટીવી આપવા માગતો હતો પરંતુ પત્ની વિરોધમાં હતી અને આ વાત બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને પત્નીએ 
પોતાના પિયરવાળાને બોલાવ્યાં હતા. ચબીએ તેના પિયરમાંથી ભાઈઓને ફોન કરીને કહ્યું કે અહીંયા આવજો, તેને પાઠ ભણાવવો છે. 

સાળાએ બહેનને લાકડીથી એક કલાક માર માર્યો 
ચબીના ભાઈએ બનેવી ચંદ્રપ્રકાશને એક કલાક સુધી લાકડીઓ મારીને અધમુઓ કરી નાખ્યો હતો. ઘરના સભ્યો તેને લઈને તાત્કાલિક હોસ્પિટલ દોડ્યાં પરંતુ એટલી વારમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસે જણાવ્યું કે, ચાબી અને તેના ભાઈઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બેંગ્લુરુમાં નોકરી કરતો હતો ચંદ્રપ્રકાશ

ચંદ્રપ્રકાશ બેંગ્લુરુમાં કોઈ સારી નોકરી કરતો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. તે ખાધે-પીધે સુખી હતો તેથી બહેનના લગ્નપ્રસંગે તેને મોટી ભેટ આપવા માગતો હતો પરંતુ ઈર્ષાખોર પત્નીને આ પસંદ નહોતું અને તેમની વચ્ચે મોટો ઝગડો થયો અને આખરે તેમણે ભાઈઓને બોલાવીને માર મારીને મરાવી નખાવ્યો. 

બહેનનું મામેરામાં શું આપવાનો હતો 
ચંદ્રપ્રકાશ 26 એપ્રિલે થનારા તેની બહેનના લગ્નમાં તેને એલઈડી ટીવી, સોનાનિંગ રિંગ સહિતની બીજી વસ્તુઓનું મામેરુ ભરવા માગતો હતો. ચંદ્રપ્રકાશને ગોપાલ નામનો એક વર્ષનો છોકરો પણ છે. 

કોણ કરી હત્યા
પત્ની, તેના ભાઈઓ તથા બીજા ત્રણ જણાએ લાકડીનો સખત માર મારીને ચંદ્રપ્રકાશની હત્યા કરી નાખી હતી, આ બધાને પોલીસે પકડ્યાં છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ