બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Unique service in Ahmedabad, these gentlemen are feeding about 500 people every day

જઠરાગ્નિ / ડૅન્ટિસ્ટ હોવાથી કોરોના દર્દીની સારવાર નહીં તો સેવા કરવાનું શરૂ કર્યુ, રોજ 500ને જમાડે છે મફતમાં

Nirav

Last Updated: 09:17 PM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કોરોના રોગચાળાએ તબાહી મચાવી છે, રાજ્ય સરકાર તેને કંટ્રોલ કરવા માટે નિયમો લાગૂ કરી કહી છે, અમુક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન જેવા પગલાં ભરાયા છે.

  • કોરોના કાળમાં મહેકાવી માનવતા 
  • ભૂખ્યા લોકોને કરાવી રહ્યા છે નિશુલ્ક ભોજન 
  • રોજ 500 જેટલા લોકોને જમાડે છે આ રસોડા

હાલમાં રાજ્યમાં અમુક હોસ્પિટલોમાં, નકલી દવાઓ પધરાવવાના, રેમેડેસીવીર વગેરે ડ્રગ્સના કાળા બજાર કરીને નફો ઉતારવાની જે હીન પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એવા સમયે રાજ્યમાં અમુક લોકોએ માનવતાને મહેકાવી પણ છે, મહત્વનું છે કે અમદાવાદના અમુક દાનવીરો અને કર્મવીરોએ સાથે મળીને બે રસોડા શરૂ કર્યા છે, જેમાંથી 500 લોકોના પેટનો જઠરાગ્નિ ઠારવામાં આવે છે. 

કોરોનાથી શહેરમાં હાલત ખરાબ છે 

કોરોના કાળમાં  જ્યાં એક બાજુ બીમાર માણસોને બેડ પણ નથી મળતો, ત્યાં લોકોને ત્રણ ટાઈમનું ખાવાનું ક્યાંથી નસીબ થાય, જો કે અમદાવાદમાં કેટલાક ડેન્ટિસ્ટ અને શૈક્ષણિક અગ્રણીઓએ પોતાની સ્કીલનો યોગ્ય ઉપયોગ કરી સેવા યજ્ઞની શરૂઆત કરી છે અને તેમની પ્રવૃત્તિ દ્વારા સેવા પરમો ધર્મની વાતને યથાર્થ કરી છે.

મહત્વનું છે કે અમદાવાદના  અમદાવાદના ડૉ બ્રિજેશ પટેલ કે જેઓએ પોતાની ક્લિનિક કોવિડ દર્દીઓની મદદ કરવા માટે બંધ કર્યું અને તેમની સાથે LJ કોલેજના કેમ્પસ ડિરેક્ટર ડો. વિરલ શાહે આ બંને સાથે મળીને 2 રસોડા શરૂ કર્યા છે જેના દ્વારા તેઓ રોજ 500 લોકોને નિઃશુલ્ક ભોજન કરાવી રહ્યા છે. આ કામમાં તેમની પત્ની અને અન્ય ડોકટર સહિત કુલ 25 લોકોની ટીમ  સેવા આપી રહ્યા છે. ડૉક્ટર બ્રિજેશ પટેલ અને તેના સાથી મિત્રોએ ગત વર્ષે પણ મહામારીમાં સેવા શરૂ કરી હતી.

દર્દીઓના સગાવહાલાંઓ કે મિત્રોને મળી જાય છે મદદ 

અમદાવાદમાં હાલમાં કોરોનાએ માઝા મૂકી છે, સિવિલ હોસ્પિટલ, SVP કે ખાનગી હોસ્પિટલો સહિતની ઘણી હોસ્પિટલો ભરાઈ ગઈ છે, દર્દીઓ તો સારવાર માટે હાલાકી ભોગવી રહ્યા છે, પણ કદાચ તેમના સારા નસીબે તેમને બેડ મળી પણ જાય તો દર્દીના સગાવહાલાંઓને રહેવા જમવાની વ્યવસ્થા કેમ થાય? ત્યારે અમુક ડોકટરોએ અને અન્ય શિક્ષિત લોકોએ આદરેલા સેવા આ સેવા યજ્ઞ રૂપી રસોડાથી લોકોનો જઠરાગ્નિ ઠરે છે, અને તેઓ સંતૃપ્ત થાય છે. ખરેખર આવા લોકોએ આ કપરા કાળમાં પણ માનવતા મહેકાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ