બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Union Minister big statement after ayodhya ram temple 'This is just a glimpse, Kashi Mathura is still left
ADVERTISEMENT
જે ઘડીની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી એ ગઇકાલે પૂર્ણ થઈ, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર મંદિર બન્યું અને ત્યાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. હવે ભગવાન શ્રી રામના દર્શન કરવા લોકો અયોધ્યાધામમાં ઉમટવા લાગ્યા છે અને મંદિર બહાર ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે.
रामलला लीला दिखलायेंगे..
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) January 22, 2024
काशी मथुरा अब हम जाएँगे । pic.twitter.com/wP0e3Prrbw
ADVERTISEMENT
આ ઐતિહાસિક ક્ષણનો આખો દેશ સાક્ષી બન્યો હતો. એક તરફ પ્રાણ પ્રતિષ્ઠા પછી આખા દેશમાં દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના નિવેદન બાદ બિહારમાં રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામલલાનું મંદિર તો બની ગયું હવે કાશી અને મથુરા બાકી છે.
ADVERTISEMENT
સિમરિયા ધામમાં ગંગા નદીના કિનારે કાર્યક્રમમાં ભાગ લીધો એ સમયે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પ્રાણ પ્રતિષ્ઠા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. આ વિશે વાત કરતાં એમને કહ્યું કે, ' નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ છે જેમણે પોતાનો સંકલ્પ પૂરો કર્યો છે. આજે નરેન્દ્ર મોદી તેમના સંકલ્પને લઈને 11 દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા સ્થાપનામાં વ્યસ્ત હતા. વિરોધીઓ દ્વારા વાંધાજનક વાતો કરવામાં આવી હતી પરંતુ ભારતનું સનાતન હવે જાગી ગયું છે.
श्री अयोध्या धाम में दिव्य उत्साह के बीच सिमरिया धाम,बेगूसराय में आनंदमय दीपोत्सव एवं गंगा आरती के दौरान भगवान श्री राम जी के पावन जीवन के जयकारे से वातावरण जगमगा उठा।
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) January 22, 2024
उपस्थित लोग, अपनी सामूहिक भक्ति के नेतृत्व में, आध्यात्मिक एकता को बढ़ावा देने के अवसर पर 1 लाख दीप प्रज्वलित… pic.twitter.com/jqFANihuZE
ADVERTISEMENT
તેમણે આગળ કહ્યું કે આજે હું જ્યાં પણ ગયો ત્યાં મેં યુવાનોને ભગવાન શ્રી રામની ભક્તિમાં જોયા. રામ મંદિર 1947માં જ બનવું જોઈતું હતું, પરંતુ તે સમયે દેશ પર શાસન કરનારાઓ મસ્જિદ બનાવવા માંગતા હતા, પરંતુ સનાતનીઓના વિરોધને કારણે તેમની ઈચ્છા પૂરી થઈ શકી નહીં. અત્યારે અયોધ્યામાં રામલલાનું મંદિર તો બની ગયું હવે કાશી અને મથુરા બાકી છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે એક તરફ અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ થયો, તો બીજી તરફ બેગુસરાયમાં પણ સિમરિયા ગંગા ઘાટ પર એક લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા અને ગંગા આરતી પણ કરવામાં આવી હતી, જેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો અને જય શ્રી રામના નારા લગાવીને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.