બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Uniform Civil Code bill in the parliament can be passed on 5th august?

દેશ / રામ મંદિર અને કાશ્મીરની જેમ UCC માટે પણ 5 ઑગસ્ટની તારીખ ફિક્સ? જાણો શું કહે છે ઈતિહાસ

Vaidehi

Last Updated: 05:38 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂનિફોર્મ સિવિલ કોડને લઈને સરકાર સંસદનાં આવનારા મોનસૂન સત્રમાં બિલ લાવવાની તૈયારીમાં છે ત્યારે શું આ મોટા નિર્ણય માટે પણ ભાજપ સરકાર 5 ઑગસ્ટની તારીખ જ પસંદ કરશે?

  • યૂનિફોર્મ સિવિલ કોડને લઈને સરકારની તૈયારી
  • આવનારા મોનસૂન સત્રમાં બિલની થઈ શકે છે રજૂઆત
  • સંસદીય સ્થાયી સમિતિએ પણ આ મુદે બેઠક ગોઠવી 

UCC- યૂનિફોર્મ સિવિલ કોડને લઈને કેન્દ્ર સરકાર સંસદમાં બિલ લાવવાની તૈયારીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સંસદનાં આવનારા મોનસૂન સત્ર કે જે 17 જૂલાઈથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે UCCને લઈને બિલ લાવી શકે છે. લૉ કમિશને UCCને લઈને સામાન્ય નાગરિકની સલાહ માંગી છે. તો સંસદીય સ્થાયી સમિતિએ પણ યૂસીસીને લઈને 3 જૂલાઈનાં મીટિંગ ગોઠવી છે. 

5 ઑગસ્ટની તારીખ અંગે બીજેપીનો સ્ટેન્ડ
PM મોદીએ યૂસીસીને લઈને ભોપાલમાં જે નિવેદન આપ્યું તેને જોઈને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ UCC અંગે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર અને ભાજપનાં સૂત્રોનું માનીએ તો સરકાર આવનારા મોનસૂન સત્રમાં યૂસીસીને લઈને સંસદમાં બિલ લાવવાની તૈયારીમાં છે ત્યારે 5 ઓગસ્ટની તારીખ અને દેશનાં મોટા નિર્ણયોને લઈને ભાજપનાં સ્ટેન્ડ- બંનેને જોઈને એવો અંદાજો લગાવી શકાય કે મોનસૂન સત્ર દરમિયાન આ બિલની રજૂઆત પણ 5 ઓગસ્ટનાં રોજ જ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં 370ની કલમ દૂર કરવાનાં બિલની રજૂઆત અને રામમંદિરનાં ભૂમિપૂજનની પ્રક્રિયા- આ બંને મોટા કાર્યો માટે સરકારે 5 ઑગસ્ટનો દિવસ જ પસંદ કર્યો હતો ત્યારે શું UCC માટે પણ 5 ઑગસ્ટની તારીખ ફિક્સ થઈ શકે છે?

5 ઑગસ્ટની તારીખ જ શા માટે?
UCC સંબંધિત બિલને લઈને 5 ઑગસ્ટ તારીખને જ શા માટે મહત્વ આપવામાં આવી શકે છે? થોડા વર્ષો પહેલાં દેશનાં મહત્વનાં મોટા નિર્ણયો આ જ તારીખે લેવામાં આવ્યાં છે. ભાજપ આટલા વર્ષોથી ચૂંટણીમાં જે મુખ્ય 3 મુદાઓને લઈને જનતાનો વિશ્વાસ જીતે છે તેમાં છે રામમંદિર, જમ્મૂ-કાશ્મીરમાં 370ની કલમ અને ત્રીજું છે UCC. ભાજપે આ ત્રણ વાયદાઓમાંથી મુખ્ય 2 વાયદાઓ પૂર્ણ કર્યાં અને આ બંને માટે 5 ઑગસ્ટની જ તારીખ પસંદ કરી હતી. તેથી શક્ય છે કે ભાજપ પોતાનો ત્રીજો વાયદો પૂર્ણ કરવા પણ 5 ઑગસ્ટની તારીખ પસંદ કરશે.

3જી જુલાઈએ સંસદીય સમિતિની બેઠક
મોદી સરકાર સંસદના ચોમાસુ સત્રમાં UCC લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ સંસદીય સમિતિને પણ મોકલી શકાય છે. 2024ની ચૂંટણી પહેલા તેને ભાજપનો માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને 3 જુલાઈએ બપોરે 3 વાગ્યે સંસદીય સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સાંસદોનો અભિપ્રાય જાણવામાં આવશે. આ બેઠકમાં કાયદા પંચ ઉપરાંત કાયદાકીય નિષ્ણાતો પણ હાજર રહેશે. 

યૂનિફોર્મ સિવિલ કોડ શું છે?
યૂનિફોર્મ સિવિલ કોડમાં તમામ ધર્મો માટે એક જ કાયદો હશે. દરેક ધર્મનો પોતાનો વ્યક્તિગત કાયદો છે, જેમાં લગ્ન, છૂટાછેડા અને મિલકતો માટેના પોતાના કાયદા છે. યૂસીસીના અમલીકરણ સાથે, તમામ ધર્મોમાં રહેતા લોકોના કેસ માત્ર નાગરિક નિયમો દ્વારા જ હાથ ધરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ