બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / વિશ્વ / Uk Lawmaker Lord Karan Bilimoria Stated Pm Narendra Modi As One Of The Most Powerful Persons On Planet
ADVERTISEMENT
મોદી આ ગ્રહના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક
બ્રિટીનની સંસદમાં ચર્ચા દમરિયાં સાંસદ લોર્ડ કરણ બિલીમોરીયાએ કહ્યું કે નિષ્કર્ષના રૂપમાં જુઓ તો નરેન્દ્ર મોદીએ બાળપણમાં ચા વેચી અને અત્યારે ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં ગ્રહના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. આજે ભારત પાસે G20ની અધ્યક્ષતા છે અને આગામી 25 વર્ષમાં 32 બિલિયન ડોલરના GDP સાથે બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. હવે ભારત દુનિયાની સૌથી ફાસ્ટ ટ્રેન છે અને આગમી સમયમાં બ્રિટને ભારત સાથે સારી મિત્રતા રાખવાની જરૂર છે.

ADVERTISEMENT
ભારત યુકે કરતાં નીકળી ગયું આગળ
આટલું જ નહીં તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત આજે યુકે કરતાં પણ આગળ નીકળી ગયું છે અને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 75 વર્ષની આઝાદી બાદ ભારત આજે એક યુવા દેશ છે અને 8.7 ટકાની ગતિની અર્થવ્યવસ્થાનો વિકાસ થઈ રહ્યો છે.
લોર્ડ બિલીમોરિયાએ કહ્યું કે ભારત આજે દરેક ક્ષેત્રમાં શક્તિશાળી થતો જાય છે, કોરોના સમયે પણ સિરમ ઈન્સ્ટિટ્યૂટે અબજોની સંખ્યામાં વેક્સિન બનાવી હતી. ભારત સાથે મુક્ત વેપાર કરવાની પણ જરૂર છે અત્યારે યુકેના વેપારમાં ભારતનો હિસ્સો 12માં ભાગનો છે જે ઓછું છે.
ADVERTISEMENT

મંત્રીએ પણ મુક્ત વેપારની કરી માંગ
બીજી તરફ યુકેના મંત્રીએ પણ ભારત સાથે વેપારને લઈને મોટું નિવેદન આપ્યું છે, FCDO ના મંત્રી તારીક મહોમ્મદ એહમદે દાવો કર્યો છે કે ભારત સાથે મુક્ત વેપાર થશે તો UKની અર્થવ્યયસ્થાને હજારો કરોડનો ફાયદો થશે. અત્યારે જે ઊંચા ટેક્સ લગાવવામાં આવે છે જો ટે ઓછા કરવામાં આવે તો વિકાસ અને રોજગારની તકો વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.