બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Two more days of unseasonal rain forecast: Mavatho may fall in these areas of Gujarat

આગાહી / ગુજરાતીઓ, સાચવજો! હજુ બે દિવસ છે કમોસમી વરસાદની આગાહી: ગુજરાતનાં આ વિસ્તારોમાં પડી શકે છે માવઠું

Priyakant

Last Updated: 02:26 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paresh Goswami Forecast Latest News: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 1 ડિસેમ્બરે કેટલીક જગ્યાએ હળવા ઝાપટા પડશે તો 1 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે

  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
  • આજે બપોર બાદ અને રાત્રે પણ વરસાદ પડશેઃ પરેશ ગોસ્વામી
  • આવતીકાલથી વરસાદ હળવો થશેઃ પરેશ ગોસ્વામી
  • 28 તારીખે છુટોછવાયો વરસાદ નોંધાશેઃ પરેશ ગોસ્વામી

Paresh Goswami Forecast : આજે વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ તરફ ફરી એકવાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું કે, આજે હજુ પણ વરસાદ પડશે. આ સાથે તેમણે કહ્યું કે, આજે બપોર બાદ અને રાત્રે પણ વરસાદ પડશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આવતીકાલથી વરસાદ હળવો થશે. નોંધનિય છે કે, આગાહી મુજબ આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. 

જાણો શું છે નવી આગાહી ?
રાજ્યમાં કમોસમી વરસાદના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આજે સવાર વરસાદ આવ્યા બાદ હજી આજે બપોર બાદ અને રાત્રે પણ વરસાદ પડશે. આ સાથે તેમણે કહ્યું કે, 28 તારીખે છુટોછવાયો વરસાદ નોંધાશે તો 1 ડિસેમ્બરે કેટલીક જગ્યાએ હળવા ઝાપટા પડશે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 1 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે. 

પહેલા પણ પરેશ ગોસ્વામીએ કરી હતી આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 25થી 27 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી હતી. તેમણે કહ્યું કે અનેક જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 24 નવેમ્બરથી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ માવઠાની સૌથી વધુ અસર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં જોવા મળશે. અહી લગભગ 2 ઇંચ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે તો સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં 3 ઇંચ વરસાદ જોવા મળી શકે છે.  મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરામાં બે ઇંચ તથા તેથી વધારે ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને  મહેસાણા જિલ્લામાં પણ 25 થી 27 તારીખ સુધી છૂટાછવાયા માવઠાનો વરસાદ જોવા મળી શકે છે. 

છેલ્લા 4 વર્ષનું સૌથી તીવ્રતાવાળું માવઠું 
આ સાથે તેમણે કહ્યું કે, છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું એ 25 થી 27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે. મોટા ભાગે માવઠાની અંદર સામાન્ય વરસાદ પડતાં હોય છે પણ આ માવઠામાં અનેક વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળશે અને પવનની સ્પીડ સામાન્ય રીતે વધી 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ