બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two daughters originally from Gujarat are serving in Israel Army

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ / ઈઝરાયલમાં બે ગુજરાતી વીરાંગનાઓ: હાથમાં બંદૂક લઈને દુશ્મનોનો ખાતમો બોલાવે છે બે બહેનો, યુદ્ધમાં પણ આપી રહી છે સેવા, તમામ ગુજરાતીઓ સુરક્ષિત

Priyakant

Last Updated: 01:16 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Updates News: ઇઝરાયલ આર્મીમાં આપણા ગુજરાતના માણાવદરની બે દીકરીઓ પણ ફરજ બજાવી રહી હોવાનું સામે આવ્યું

  • ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ
  • ઇઝરાયલ આર્મીમાં ફરજ બજાવી રહી છે મૂળ ગુજરાતની બે દીકરીઓ 
  • માણાવદરના કોઠડી ગામની બે દીકરીઓ છે ઇઝરાયલ આર્મીમાં

Israel Hamas War Updates : ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી હુમલા ચાલુ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈઝરાયેલે જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા છે. આ તરફ ઇઝરાયલ આર્મીમાં આપણા ગુજરાતના માણાવદરની બે દીકરીઓ પણ ફરજ બજાવી રહી હોવાનું સામે આવ્યું છે. 

જુનાગઢના માણાવદર તાલુકાના કોઠડી ગામના પરંતુ વર્ષોથી ઈઝરાયેલ સ્થાઈ થયેલ પરિવારની બે દીકરીઓ હાલ ઈઝરાયેલ આર્મીમાં ફરજ બજાવે છે. પ્રાથમિક માહિતી મુજબ જીવાભાઈ મુળિયાસીયા અને સવદાસભાઈ મુળિયાસીયા બંને વર્ષો પહેલા ઇઝરાયલ જતા રહ્યા હતા. આ સાથે તેઓને ઇઝરાયલનું નાગરિત્વ પણ મળ્યું છે. આ બંને ભાઈઓની દીકરીઓ હાલ ઇઝરાયલ આર્મીમાં ઓફ્સિર તરીકે ફરજ બજાવે છે. હાલની યુધ્ધની સ્થિતિએ પણ બંને બહેનો ફરજ બજાવી રહી છે. 

આ Video અમારી જ ચેનલ પર આપેલા જૂના ઇન્ટરવ્યુનો છે

જાણો શું છે ઈઝરાયેલનો નિયમ ? 
વાત જાણે એમ છે કે, ઈઝરાયેલમાં એક એવો નિયમ છે કે, એક ઘરમાંથી એક વ્યક્તિ આર્મીમાં જોડાવાનું હોય છે. જેને લઈ જીવાભાઈ અને સવદાસભાઈની દીકરીઓ આર્મીમાં છે. આ તરફ તેઓના સંબંધી ભરતભાઈ મુળિયાસીયાએ કહ્યું કે, તેઓ સુરક્ષિત છે. પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, જયારે મિસાઈલ મારો કરવામાં આવે તે પહેલા સાયરન વાગે અને ત્યાં દરેક ઘરમાં બંકર હોય છે, તેમાં નાગરિકો જતા રહે છે. 

નોંધનીય છે કે, ઇઝરાયલમાં ગુજરાતી લોકો ઘણા છે. ગામના સરપંચ ભરમીબેનના પતિ રામદેભાઈ મુળિયાસીયાએ જણાવ્યું કે, તેમના કોઠડી ગામમાંથી અનેક યુવાનો 30-35 વર્ષથી કામધંધા માટે ગયેલા છે અને તેમની સાથે વાતચીત કરતા તેઓ સલામત અને સુરક્ષિત છે. આ તરફ ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે 700 જેટલા ગુજરાતીઓ ફસાયા છે. મહત્વનું છે કે, ઈન્ટરનેટ સેવા ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત મળી છે. પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત, રાજસ્થાનના યુવાનો 3 દિવસથી ઘરમાં કેદ હોવાનું પણ સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ